Thursday 16 March 2017

Maa / Baa

આજે પણ સવારે આંખો ખુલે ત્યારે ,લાગે ઘર મા કઈ ખોવાય છે?

આમ તેમ નજર કરૂં તો લાગે, નાહવા નો રૂમાલ ખોવાયો કે ઈસ્ત્રી મા અાપેલા કપડાં ખોવાય છે.

નજર પડી તો, ના રૂમાલ કે ના ઈસ્ત્રી મા અાપેલા કપડાં ખોવાયા, પછી ખબર પડી કે એ યાદ કરાવતો અવાજ જ  ખોવાય છે.

લાગે છે ઘર મા કોઈ જગ્યા ખાલી છે ?

વિચાયું કે સોફા  કે પલંગ મા જગ્યા ખાલી છે , જઇ ને જોયું તું ના સોફા કે , ના પલંગ ખાલી છે.

ખબર  પડી  તો યાદ આવ્યું કે,એની ઉપર બેસનારું  કોઇ  ખોવાય છે.

લાગે છે ઘર ના રસોડા મા કંઈ રંધાય  છે ?

શ્વાસ લઈ ને જોયું તો લાગ્યું ગાજર નો હલવો  છે કે દુધી નો હલવો રંધાય છે .

જઈ ને જોયું તો ના ગાજર કે ના દૂધી નો હલવો રંધાય છે. ખબર પડી તો યાદ આવ્યું કે, એને બનાવનાર જ  ખોવાઇ  છે. 

લાગે છે આજ કાલ એક બે રોટલી ઓછી ખવાય છે! ધ્યાન આપ્યું તો રોટલી એટલી જ ખવાય છે ,  પણ હજુ એક ખવાય એવું કહેનારૂં ખોવાય છે.

લાગે છે ઘર ની બહાર ફોન નું નેટવર્ક ઓછું પકડાય છે.

ફોન મા જોયું તો નેટવર્ક ફુલ પકડાય છે, ખબર પડી તો યાદ આવ્યું કે ,"ઘરે કેટલા વાગે આવીશ" વારે વારે એવો ફોન કરનાર ખોવાય છે .

લાગે છે આજ કાલ પપ્પા એકલા જ ફરવા જાય છે.

યાદ આવ્યું  તો ખબર પડી કે "મને લઇ ને જાવ" એવું કહેનારૂં ખોવાય છે.

લાગે ઘર મા એક ઓશીકું ખોવાય છે 

નજર કરી તો ઓશિકાઓ ત્યાં  જ છે,પણ જે ખોળામાં  સુઈ ને દુનિયા ભુલાય એ ખોળો ખોવાય છે .

લાગે આજ કાલ કાન માં  ઓછું સંભળાય છે.

ખાતરી કરી ને જોયું તો દૂરની બૂમ પણ સાંભળાય  છે, ખબર પડી તો યાદ આવ્યું "બેટા બેટા કહીને બોલાવતી ખોવાય છે.

સપના માં  લાગે છે મારી દુનિયા ખોવાય છે 

આજે એક વર્ષ પછી પણ આંખ ખોલી ને જોવું તો , "મારી માં" જ  ખોવાય છે.

Reference taken from unknown source

Jigar Mehta / Jaigishya