Showing posts with label અભિમાન ફળ્યું. Show all posts
Showing posts with label અભિમાન ફળ્યું. Show all posts

Friday, 29 November 2019

અભિમાન ફળ્યું

આજે શાક લેવા ગયો, અમારા નિયત શાકવાળા પાસે જ. 

અભિમાનથી ભરપૂર હું, નવરો હોવા છતાં ફોનથી ઓર્ડર આપી બુક કરાવ્યું હતું, કે જેથી સમય ના બગડે. 

સમયથી સહેજ વહેલા પહોંચ્યો. સહકાર શાક વાળાનો ના મળ્યો, એ હાજર નહતો રહ્યો તથા શાક પણ બહાર નહતું રાખ્યું પેક કરીને. 

સહેજ મનથી ખળભળી બીજી જગ્યાથી શાક લાવ્યો. 

અંદાજિત સસ્તું લાગ્યું. 

ખાલી 90 રૂપિયા ના 250 gm દાણા ના લાવ્યો, પણ નોન બ્રાન્ડેડ શાક વાળા (લારીવાળા) વ્હેપારીને સહેજ મદદ કરતો આવ્યો. 100 ₹ ના 3 kg બટાકા ને 100 ₹ ની 1 kg ડુંગળી ફળી. 

વ્યાજબી ભાવ મળ્યા.

મારું અભિમાન ફળ્યું હોય એવું લાગ્યું.

જય ગુરુદેવ દત્તાત્રેય

જય હિન્દ

જીગર મહેતા / જૈગીષ્ય