અજાણ વસ્તુથી સીધા દોરવાઈને કોર્ટ રૂમમાં કોઈ જ વખત ઊંચા અવાજે ના બોલાય.
દુનિયાભરની અંદર વિવિધ પ્રકારની રામાયણ છે એમાં ફિલિપાઇન્સ આવી ગયું સિંગાપુર આવી ગયું મલેશિયા આવી ગયું જૈન સમાજ આવી ગયો આર્ય સમાજ આવી ગયો અને એવા ઘણા કે જ્યાં દરેક જગ્યાએ વિવિધ પ્રકારના રામાયણની અંદર પોતાના ધર્મની ચોક્કસ આનુસંગિક બાબતોને સાચવવા માટે રામાયણના પાત્રો અને રામાયણની કથા વસ્તુ સાથે સહેજ ભિન્ન ભિન્ન પ્રકારની વાતોનો સમન્વય અને વિવિધતા મળે છે.
સામાન્ય રીતે ચોક્કસ પ્રકારના આદિવાસીઓ એ રામાયણ મહાભારત કથા વાર્તાથી જોજો ને દૂર છે અને એ લોકો માત્ર અને માત્ર પોતાના ત્યાંના ચોક્કસ પ્રકારના એવા વ્યક્તિઓ કે જેમણે એમને બચાવ્યા હોય એ લોકોને એ લોકો દેવ માનતા હોય છે.
દાખલા તરીકે બિરસા મુંડા, જીથરો ભાભો, મોતીચેરો દેવ વગેરે...
દેશ સ્વતંત્ર થયો ત્યારે પંદરસોથી વધુ ભાષાઓ બોલાતી હતી. તેમાંથી ફક્ત પંદર જ ભાષાઓને સરકારની માન્યતા મળી. તે પછી કેટલાક લોકોએ બહુ જ જીદ લીધી એટલે બીજી ત્રણ ભાષાઓ તેમાં ઉમેરવામાં આવી. સરકાર તરફથી શાળા-કૉલેજોને મળતા અનુદાનો ફક્ત આટલી જ ભાષાઓ માટે મળશે તેમ નક્કી થયું. વીસેક વર્ષમાં આ અન્ય ભાષાઓ પૈકી તેરસો પચાસ ભાષાઓ લુપ્ત ગઇ. એ બોલનારા ફક્ત બે– પાંચ જણા જ બાકી રહ્યા. ૧૯૭૧ના વર્ષમાં સરકારી કૃપા ધરાવતી ભાષાઓ બાદ કરતાં બીજી નેવું ભાષાઓ જીવંત હતી. આજે એ આંક સીત્તેર સુધી ઊતરી ગયો છે. આવ વીસ-પચ્ચીસ વર્ષમાં તે પણ લુપ્ત થઇ જશે. આ બધી મારી નાંખવામાં આવેલી ભાષાઓ છ આદિવાસીની હતી..
ભાષા જ ન હોય, તો તે ભાષામાં સાચવી રાખેલ ગીતો – કથાઓ કેવી રીતે રહે; તેમાં રહેલી પોતાની સંસ્કૃતિની સ્મૃતિ પણ ક્યાંથી રહે ?
હાલમાં જે ભાગવત કથા વંચાય છે કે રામાયણ કથા વંચાય છે તે ઋષિ થકી / દ્વારા અપાયેલા ચોક્કસ પ્રકારના સમાજના ન્યાયની પાલિકાની જે વાત છે, એના અનુસંધાનમાં, સૌના આંખોને અને કાનોને દ્રશ્ય શ્રવણ થકી શાતા મળે, અને આર્ય સમાજ ની સર્વોપરિતા રહે, એ રીતની ગોઠવેલી રામાયણ અને મહાભારતની કથા વાર્તા છે..
આ વાત એક જ મુદ્દાઓ પરથી સમજી શકાય છે, કે જ્યાં વેદોની અંદર ઇન્દ્રને સર્વ શક્તિશાળી, સર્વજ્ઞ દેવ કહ્યો છે, તે જ ઈન્દ્રને પુરાણ કથાઓમાં ધૂર્ત, લંપટ, સ્વાર્થી, શ્રી અથવા પર સ્ત્રી ગમન કરનારો એવો પણ કહ્યો છે..
આ ચોક્કસ પ્રકારની આનુસંગિક બાબતોનો આધાર લઈ અને જો વકીલ ત્યાં એ લોકોની આદિવાસી સમાજની પિતીશન હતી એના ઓથોરાઈઝેશન સાથે ગયો હોત તો કદાચ ચોક્કસ જીતી શકત....
રામ ના પિતા દશરથ ખુદ રંગનાથ પ્રભુ ની પૂજા અર્ચના કરતા હતા. પછી રામ ને સ્થાપિત કરાયા.
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
No comments:
Post a Comment