Monday, 15 January 2018

Kakko Gujarati

*આ કક્કો જો આવડી જાય તો*
*જીવનમાં કોઈ તકલીફ ન આવે.*  

*ક* - કંચન, કામિની ને કાયા
         એ ત્રણેય સંસારની માયા.

*ખ* - ખાતાં, ખરચતાં, ખિજાતા
          શક્તિનો વિચાર કરજો.

*ગ* - ગદ્ધો, ગમાર અને ગરજુ
          એ ત્રણે સરખાં સમજુ.

*ઘ* - ઘર, ઘરેણાં ને ઘરવાળી
         એમાં જિંદગી આખી બાળી.

*ચ* - ચોરી, ચુગલી અને ચાડી
          એ ત્રણેય દુર્ગતિની ખાડી.

*છ* - છોરુંની ભૂલ છાવરશો તો
          લોહીનાં આસું સારશો.

*જ* - જાગ્યાં તેનો જશ ગવાશે
           ઊંઘ આવી તેનેે ભવ ભટકાશે.

*ઝ* - ઝાઝું દ્રવ્ય, સત્તા ને જુવાની
          એ ફેલને માર્ગે લઈ જવાની.

*ટ* - ટોળ, ટપ્પા ને ટીખળ કરે
         એ પુણ્ય બાળે ને પાપ ભરે.

*ઠ* - ઠાઠ, ઠઠારો ને ઠકુરાઈ
         એમાં અભિમાન ને અક્કડાઈ.

*ડ* - ડાહ્યો જગતમાં એને ગણ્યો
         જે નિજ નામને ભણ્યો.

*ઢ* - ઢોલ ને નગારાં એમ ઉચરે છે
         ભજન કરો ભાઈ કાળ ફરે છે.

*ત* - તૃષ્ણાથી તરસતો તાવ
         સંતોષની ગોળીથી જાય.

*થ* - થોડું કરો પણ સતત કરો
          સત્ભક્તિ માર્ગે ગતિ કરો.

*દ* - દમી, દયાળુ ને દાતા
         તે પામે સુખ ને શાતા.

*ધ* - ધર્મ ધ્યાનમાં મગ્ન રહે
         એ અમરધામની પદવી લે.

*ન* નિયમ, ન્યાય ને નીતિ
       જેને મળે, સુખની ચાવી તેને.

*પ* - પંચવિષયને તજો તમામ
         હરિ ભજી પામો અમરધામ.

*ફ* - ફરી ફરીને ફરવું નથી
         ભવસાગરમાં પડવું નથી.

*બ* - બાવળ, બોરડી ને બાયડી
          એ શસ્ત્ર વગરની શાયડી.

*ભ* - ભગવંત મૂકી ભોગમાં રમે
           તે તો લખ ચોરાશી ભમે.

*મ* - મોહ, મમતા ને માયા,
          એમાં રમે નહિ તે ડાહ્યાં.

*ય* - યમ, નિયમને ઉર ધરજો,
         સદાય પરમ સુખને વરજો.

*ર* - રહેવું ઘરમાં જેમ મહેમાન
         નહીં આસક્તિ મમતા માન.

*લ* - લક્ષ્મી, લાડી ને લોભ
          એ પરભવ મુકાવે પોક.

*વ* - વિનય, વિવેક, વૈરાગ્ય ધરો
          બ્રહ્મસ્વરૂપમાં પ્રીત કરો.

*શ* - સાધક ગુણ શણગાર ધરે
          તેને અમરધામ વરે.

*સ* - સંસાર સાગર ખારો છે
          સત્સંગ મીઠો આરો છે.

*ષ* - ષડક્ષરો છે શ્રીમન્નારાયણ
         મહામંત્ર છે ભવ તારાયણ.

*હ* - હરિને ભજતાં પાપ ટળે
          અંતે અમરધામ મળે.

*ક્ષ* - ક્ષમા શસ્ત્ર જે ધારણ કરે
          એને ઇન્દ્રિય વિજય વરે.

*જ્ઞ* - જ્ઞાન એ જ જે વર્તન હોય
          પરમ બ્રહ્મનું સ્વરૂપ સોય.

No comments:

Post a Comment