Sunday 28 January 2018

Ready to read Gujarati

This is not Blog... this is only good suggestions for ideal life, not practical life.....

તારી દોસ્તીએ આપી છે તાજગી એટલી કે
બીજી કોઈ ઋતુ સારી ન લાગે
તુ બનાવ હજારો મિત્ર પણ મને
તારા વગર કોઈની યારી સારી ન લાગે.

જીદંગી ના અમુક વણાંક એવા હોય છે
       જ્યા સત્ય અને સમજણ હોવા છતાં નિર્ણય લઈ શકાતો નથી.
        દુનિયા સમજે કે ના સમજે તમે સમજી જાવ,
       જીત ના બેજ માર્ગ છે.
             "ખમીજાવ"
                  કા
              "નમીજાવ"....

🎭🎈🎭🎈🎭🎈🎭🎈🎭

સાચી લાગણીની અસર કદાચ મોડી થાય,
પણ કદર તો એક દિવસ જરૂર થાય...

સ્વીકારું છું કે
હું સરોવર જેટલો મીઠો નથી
             પણ,
        યાદ રાખજો કે,
દરિયો ક્યારેય સુકાતો નથી..!!!

ગુસ્સો કર્યા પછી
પણ
એકબીજાની ચિંતા કરવી
એ જ
સાચા સંબંધની નિશાની છે..

બીજાનું સાંભળીને કોઈ કિંમતી માણસને ખોઈ ના દેતા, લોકો તમારા સંબંધ તોડવાની એકવાર તો
જરૂર કોશિશ કરશે !!

૧) દુધ પીવા થી શરીર નો વિકાસ થાય ?
ના રે ના... બિલાડી જુઓ ને વર્ષો થી એવી ને એવી છે.....🤔🤔

૨) વોકીંગ કરવાથી ચરબી ઘટે ?
હોહોહોહો😄 શું વાત કરો છો... કોઇદી ઘટે?  હાથી નું ક્યાં વજન ઘટે છે... 🤔🤔😉😉

૩) તરવા થી શરીર સ્લિમ થાય ? 😳😳 રે'વા દ્યો ને હવે... તો તો વ્હેલ કે'દિ ની પાતળી થઇ ગઇ હોત...

૪) દરરોજ વહેલા ઉઠવા થી ધનમાં સમૃદ્ધી આવે ?
હીહીહીહી 😄😂🤣 તો તો છાપા વેં'ચવા વાળા બીએમડબલ્યુ માં ના ફરતા હોય......?😯😯😧😧 બસ કરો હવે.. હો.

તારી દોસ્તીએ આપી છે તાજગી એટલી કે
બીજી કોઈ ઋતુ સારી ન લાગે
તુ બનાવ હજારો મિત્ર પણ મને
તારા વગર કોઈની યારી સારી ન લાગે.

ટૂંકી વાર્તા:

એણે એક
નાની ભૂલ કરી..

એ યાદ રાખીને
મેં મોટી ભૂલ કરી...

ઘણી વાર જીવનમાં આપણે
       વગર વાંકે સહન કરવું પડે છે...
       એટલા માટે નહિ કે આપણે
       ખરાબ છીએ,
       પણ એટલા માટે કે આપણે
       જરૂરિયાત કરતા વધારે
       સારા છીએ...!

અમુલ્ય સબંધો સાથે પૈસાની તુલના ના કરવી,
કારણ કે
પૈસા બે દિવસ કામ આવે છે,
જ્યારે
સબંધો આખી જીંદગી કામ આવે છે..!😊

વિચારવા જેવું...

સ્ત્રી બધું સહન કરે
પુરુષ સ્ત્રી ને સહન કરે

તો મહાન કોણ ???

હસવું તો મારા વ્યક્તિત્વ
નો હિસ્સો છે દોસ્ત,
તમે મને ખુશ સમજી ને
દુઆ માં ભૂલી ન જતા..!!

જિંદગીમાં જ્યાં સુધી તમે 'યાદ' રાખો છો,
ત્યાં સુધી 'ગઈકાલ' જીવે છે,
અને
જ્યાં સુધી તમે 'આશા'રાખો છો,
ત્યાં સુધી 'આવતીકાલ' તમારી રાહ જુએ છે.!

જિંદગી ની કસોટી ના કોઈ ગુણાંક નથી હોતા ..

કોઈ તમને દિલ થી યાદ કરે તો સમજી લેજો કે પાસ થઈ ગયા...

લાગણી એટલે શું ?
સમજો તો ભાવના છે,
કરો તો મશ્કરી છે,
રમો તો ખેલ છે,
રાખો તો વિશ્વાસ છે,
લો તો શ્વાસ છે,
રચો તો સંસાર છે,
નિભાવો તો જીવન છે...!!!!

બધું જ સમજવા ની જિંદગી માં
કોશીશ  ન  કરશો  કેમ કે કેટલીક
વાતો  સમજવા માટે નથી હોતી
પણ  સ્વીકારી  લેવાની  હોય  છે..!!!

ઉપરવાળો રમાડે છે
રમત શૂન્ય ચોકડીની,
હારો તો ચોકડી ને
જીતો તોય શૂન્ય...

"વ્યકિત" ના સ્વીકાર સાથે સંબંધ ની
શરૂઆત તો થઇ જાય...પણ જયાં સુધી
"વ્યકિતત્વ" નો સ્વીકાર ના થાય ત્યાં સુધી
સંબંધ મધુર બનતો નથી...

આપણી આવક
એ આપણા પગરખાં જેવી છે..
જો ટૂંકી હોય તો ડંખે..
પણ વધુ મોટી હોય તો
ગડથોલિયું જ ખવડાવે...

જેની પ્રીત મળી છે એને પામી લેજો,
જીંદગી મા થોડુ હારવાનુ
સીખી લેજો..
મલશે દુનીયા મા કેટલાય અપરીચીત
લોકો..
પણ જે તમારા બની જાય એમને
સાચવી લેજો...

કળિયુગની આ દુનિયાદારી છે-
રમત રમતાં માણસ 'ગમી' જાય ને..
ગમતાં માણસ જ 'રમત' રમી જાય !

જરા હસતાં રમતાં જીવો,
જગત બદલાઈ જશે,,,

સિરે ભાર લઈને ફરશો,
તો જીવન કરમાઈ જશે...

જેના માં ખોટ ખાવાની તાકાત હોય ને સાહેબ..
એજ નફો કરી શકે...પછી એ ધંધો હોય કે સબંધ..

સારા માણસો આપણી જીંદગી માં આવે
એ આપણી ભાગ્યતા છે
અને
એની સાથે સંબંધો જોડી રાખવા
એ આપણી યોગ્યતા છે❗

રોટલી કમાવી
મોટી વાત નથી...

પરિવાર સાથે બેસી ને ખાવી
એ મોટી વાત છે...

કોણે કહ્યું કે
નસીબ વિના કામ બધા આડા પડે...
પ્રયત્ન ના અંતે તો
ધોધ નીચે ના પત્થર માં પણ ખાડા પડે.!!!!

બસ નક્કી કર કે
તું કોઈ ના સહારે ના રહે,
પછી તું જ  આગળ વધે
ને ઘડિયાળ ના કાંટા પણ મોડા પડે !!!!!

ભલે હમણાં તો હું
થાકેલી પાંપણમાં ઢળી જાઇશ,

કોઇ 'દિ તો
પરોઢી સ્વપ્નની જેમ જ ફળી જાઇશ...

Reference taken from what's app

No comments:

Post a Comment