Tuesday 3 April 2018

क्षमता - साक्षातकार

I admired to posting yhis blog in regional Gujarati language as since long personally I involved in what's app media and so many post came there in gujarati language....this like most so making Blog...

ગમેતેમ કરીને તે ઓફિસે પહોંચ્યો. આજ તેનો ઇન્ટરવ્યુ હતો.

મનોમન નકકી કર્યું હતું કે જો નોકરી મળી જાય તો બીજે રહેવા જતું રહેવું છે.મમ્મી,પપ્પા ની રોજબરોજની નાની વાતો જેવી કે રૂમમાંથી બહાર નીકળું તો પંખો કેમ બંધ નથી કરતો,નાહીને બહાર નીકળું તો રૂમાલ સૂકવી દે.,ચાદર સરખી કરી દે ,નળ બંધ કરી દે વિગેરે વિગેરે..થી કંટાળી ગયો છું.

ઓફિસના દરવાજા પર કોઈ હતું નહીં.અને બાજુમાં પાણી પાઈપમાં થી બહાર નીકળતું હતું તેને સરખું કર્યું.કારણકે પપ્પાની ટકોર યાદ આવી.
પેસેજની લાઈટ સવારે દસ વાગે પણ ચાલુ હતી
કોઈ રિસેપશનિસ્ટ પણ ન હતી. તેણે  લાઈટ બંધ કરી કારણકે મમ્મી ની ટકોર યાદ આવી.
બોર્ડ માર્યું હતું કે બીજા માળે ઇન્ટરવ્યુ છે.
સીડી ની લાઈટ પણ બંધ કરી.એક ખુરશી આડી પડી હતી તે સરખી કરી.

પહેલા માળે બીજા કેંડીડેટ પણ હતા જે ફટાફટ અંદર જઈને તરત જ બહાર આવતા હતા.પૂછતા કહેતા કે કઁઇ પૂછતા નથી.

તેનો વારો આવ્યો એટલે અંદર ગયો અને ફાઇલ બતાવી.ફાઇલ જોયા પછી તરત જ મેનેજરે પૂછ્યું ક્યારથી જોઈન્ટ કરશો.તેને નવાઈ લાગી કે કશું પૂછયા વગર કઈક મજાક તો નથી કરતા ને.

બોસ સમજી ગયા કહ્યું હા ભાઈ એપ્રિલ ફૂલ નથી હકીકત છે.આજના ઇન્ટરવ્યૂ મા કોઈને કંઈ પૂછ્યું નથી બસ CCTV મા તમારો Attitude જોયો છે.બધા કેંડીડેટ આવે છે પણ કોઈને નળ બંધ કરવાનું કે લાઈટ બંધ કરવાનું સૂઝતું નથી એક તમે તેમાં પાસ થયા છો.ધન્ય છે તમારા માબાપ ને કે જેને તમને આવા સંસ્કારો કે શિસ્ત ના પાઠ ભણાવ્યા છે.જે વ્યક્તિ પાસે  Self Discipline હોતી નથી તે ગમે તેટલો હોશિયાર હોય મેનેજમેન્ટ મા અને જિંદગીની દોડમાં નિષફળ જાય છે.

મનોમન તેણે  નક્કી કર્યું કે ઘેર જઈને તરત જ મમ્મી,પપ્પા ની માફી માંગી લઈશ અને કહીશ કે તમારી નાનીનાની ટકોર આજે મને જિંદગીના પાઠ ભણાવી ગઈ જેની આગળ મારી ડિગ્રીની પણ કોઈ કિંમત નથી.

જીવનમાં શિસ્ત અને હકારાત્મક  અભિગમ કેળવીએ અને રાખીએ.

Take Positively even small remarks of our parents...

Reference from social media

No comments:

Post a Comment