Saturday 26 August 2023

લાંબા બાળગીતો

1
અમારા ભગલા કાકા ભમ ભમ
એનું પેટ મોટું ઘણું થાય 
ખાય ખાટું મોળું ચમ ચમ 
છેવટે છાશ પીએ છમ છમ
ધિબે ઢોલ ધમધમ 
ચટાક ચાલે ચમ ચમ
ટીખળ કરે ટમ ટમ 
ઊંઘમાં બોલે ઘમ ઘમ
અમારા પગલા કાકા ભમ ભમ

2
નાની સરખી કીડી જાત્રા કરવા જાય 
સૌથી પહેલા કાશી જઈને ગંગાજીમાં નહાય
હર હર ગંગે હર હર ગંગે
નમામિ ગંગે નમામી ગંગે
સ્ટેશન ઉપર ટિકિટ માંગતા કીડી ગભરાઈ જાય
છુકછુક કરતી ગાડી આવી કીડી ગભરાઈ જાય
નાની સરખી કીડી ઝટપટ ઝાડ પર ચડી જાય

3
હું તો ચાલુ ત્યારે ચાલે મારો પડછાયો
મારી સાથે સાથે ચાલે મારો પડછાયો
હું બેસું ત્યારે બેસે મારો પડછાયો 
હું ઉભો થવું ત્યારે ઉઠે મારો પડછાયો
ખરું ફેર ફુંદરણી તારે ફરે મારો પડછાયો
રમુ ભમરડા ત્યારે રમે છે મારો પડછાયો
હું દોડું ત્યારે દોડે મારો પડછાયો 
હું ઉભો રહું તો ઉભો રહે મારો પડછાયો
થયું અંધારું ખોવાયો મારો પડછાયો 
અજવાળીએ આવે મારો પડછાયો

4
બધા બાળકો ફરી મળીને 
દોડમ દોડા કરી કરીને 
હસી હસીને ફરી કૂદીને 
ખૂબ રમીશું ખૂબ રમીશું 
ખેતરપાદર ફરી ફરીને 
નદી સરોવર ઘુમી ઘુમી ને
પહાડ ખેતર ખૂંદી ખૂંદીને 
ખૂબ રમીશું ખૂબ રમીશું 
હસી રમીને ભમી ઘુમી ને
બીકણ બિલાડી મટી જઈને 
બધા બાળકો હળી મળીને 
ખૂબ રમીશું ખૂબ રમીશું

5
સૌ છોકરા આવો 
ચાંદા પોળી ખાઓ 
નાના આવો મોટા આવો 
ભાઈબંધોને સાથે લાવો 
નાના માટે નાની પોળી 
મોટા માટે મોટી પોળી 
ખાવ સરસ મજાની મીઠી પોળી 
નાની મોટી ચાંદા પોળી

6
ચકલી બેઠી ચક ચક ચી ચી ગાય 
દાણાની વીણી ઝટ પટ ખાય
ચી ચી બચ્ચા માટે કરે 
ચણા લઈને ચાંચ ભરે 
પાસેથી જઈને પંપાળે વાળ
હૈયુ તેનું છે રૂપાળું ઘડીક જઈને બેસે ડાળ 
ઘડીકમાં બેસી બારીમાં ડોકાય 
દેખી દર્પણ માં ત્યાં રોકાય 
દર્પણમાં દેખે રૂપ અને કરે ગોતવા માથાકૂટ 
ચૂપચાપ આવી ગમ્મત કરે પણ થાકી ને ઉડી જાય

7
આતો નતો અને ફતો
શોખ ત્રણેયમાં હતો 
જમી કરીને ઉઠ્યા સોપારી ખાવા છૂટ્યા
આ તો સોપારી લાવ્યો
ન તો સુડી લઈ આવ્યો
ફ તો કાપવા બેઠો
થાકીને હેઠો બેઠો
ત્રણેય પછી તો છટક્યા
સુડી ઉપર લટક્યા
જોર કર્યું ત્યાં એવું
બટાક થયું ભાઈ કેવું
સોપારી ભાંગી કડાક
પડ્યા ત્રણેય જણા ધડાક

8
મારા આંગણ માં નાચે મોર 
પૂછે મોરને ઢેલ અને ઢેલ ને પૂછે મોર
કોણ આવ્યો તો ચોર?
એ તો નંદનો કિશોર!
છેલ છબીલો પાઘડી વાળો કોણ આવ્યો તો ચોર?
ખભે લાકડી હાથમાં વાંસળી કોણ આવ્યો તો ચોર?
એ તો નંદનો કિશોર..

9
હું દિપક કોલેજમાં જાઉં છું હું હોસ્ટેલનું ખાવાનું ખાવું છું
તોય હું રહ્યો કુંવારો 
મારો નાનો ભાઈ છે જરાકાળો મારો મોટો ભાઈ છે જરા જાડો અને હું છું રૂપાળો
મારા પપ્પા છે પંજાબી મમ્મી છે મદ્રાસી તોય રહ્યો છું હું કુંવારો
પપ્પા લાવે સાયકલ ગાડી મમ્મી લાવે મોટર ગાડી તોય રહ્યો છું હું કુંવારો
મમ્મી લાવે નવી સાડી પપ્પા લાવે નવી પાઘડી તો એ રહ્યો છું હું કુંવારો
હું દિપક કોલેજમાં જાઉં છું હોસ્ટેલનું ખાવાનું ખાવું છું તોય રહ્યો છું કુવારો

10
અમે ફેર કુદરતી ફરતા હતા ફેર કુદરડી ફરતા હતા
બેસી જવાની કેવી મજા ભાઇ કેવી મજા
અમે સાત તાળી રમતા હતા અને દોડમદોડી કરતા હતા 
દોડમદોડી કરતા કરતા પડી જવાની કેવી મજા ભાઇ કેવી મજા
અમે સંતાકૂકડી રમતા હતા અને ખોળમ ખોળા કરતા હતા 
સંતાઈ જઈ પાછા મળવાની કેવી મજા ભાઇ કેવી મજા
અમે ઉંદર બિલ્લી રમતા હતા અને ઊંચું મ્યાઉ મ્યાઉ કરતા હતા 
નાસી જઈ પાછા આવવાની કેવી મજા ભાઇ કેવી મજા
અમે આમલી પીપળી રમતા હતા અને ઝાડે ડાળીએ ચડતા હતા. 
ઝાડે ચડીને પાછા નીચે આવવાની કેવી મજા ભાઈ કેવી મજા
અમે એન્જિન ગાડી રમતા હતા છુક છુક છુકછુક કરતા હતા
છુક છુક છુકછુક કરતાં કરતાં પાવો વગાડવાની કેવી મજા ભાઇ કેવી મજા
અમે ફેર કુદરતી ફરતા હતા ફેર કુદરડી ફરતા હતા
બેસી જવાની કેવી મજા ભાઇ કેવી મજા

11
બાલુડા સૌ સાથ મળી 
રમવા કૂદવા આવોને
તાળી પાડીએ હાથ વડે 
તાલ દઈને પગ વડે
ફરરરર ફરરરર ફરો ફરો 
એકબીજાના કાન ધરો ધરો
ચપટી વગાડો ચટ ચટ 
ફરરરર ફરરરર ફરો ફરો 
એકબીજાના કાન ધરો ધરો
આંબા ડાળે ઝૂલો સૌ 
સરોવર પાળે બેસો સૌ
ફરરરર ફરરરર ફરો ફરો 
એકબીજાના કાન ધરો ધરો

12
ફરો રે બાળક ફુદરડી, 
ચકરડી ને ભમરડી
ઘમ્મર ઘમ્મર ઘમ્મરડી 
જેમ ચાર ફરે ચકરડી
જેમ પૃથ્વી ફરે ફુંદરણી 
ચાંદો ફરે સુરજ ફરે 
ફરો બાળક ફુંદરણી

13
ચૂપચાપ બેસી જાઓ છાનામાના બેસી જાઓ 
રમીએ પકડ દાવ આવો ભાઈ રમીએ પકડ જાવ
સંતાઈ જાઓ ફલાણાબેન ભીખાભાઈ નો દાવ છે
ભાગી જાઓ ભગાય ત્યાં નહિતર તારી વાત છે
બુમાબૂમ કરશો ના દોડાદોડ કરશો ના
રમીએ પકડ દાવ આવો ભાઈ રમીએ પકડ જાવ
વાદળના ગોળામાં તારા સંતાઈ ગયા 
જાણે આકાશમાં ક્યાં એ છુપાઈ ગયા
ચાંદા મામા છો ને એકલા શોધવાને દોડતા
રમીએ પકડતા આવો ભાઈ રમીએ પકડતા આવો

14
આંબા ડાળે જુલો રે ઝુલો 
સરોવર પાળે જુલો રે ઝુલો
આંબલીયાની ટોચે જઈ 
પાછા ફરો રે ફરો
વીણી તારલી પોત ખોળે ભરી 
ભેગા કરો રે કરો..આંબા
ચમક ચમક ઝાંઝર ઝમકે 
ઝાંઝરને ઘેર આં બાન શાન
પુતળી એ જમાડી શાન થી જાન.. આંબા
સરખી સાહેલી મળી ગરબે ઘૂમો 
તાળી દેતા ગરબે ઘૂમો આંબા તળે ઝુમો રે ઝૂમો

15
અમે રેતીમાં રંગભેર રમતા હતા 
અમે ભાઈ બહેન સૌને ગમતા હતા
અમે શેરીમાં સાત તાળી રમતા હતા 
અને હસીને સૌને હસાવતા હતા... અમે 
અમે ચાંદાની ચાંદણીમાં રમતા હતા 
અને ધીમા ટમટમ તારલા ગણતા હતા... અમે 
અમે માટીના મહેલ બનાવતા હતા 
એ જોઈ અમે આનંદે નાચતા હતા... અમે

16
બાગમાં ફરવા ગયા હતા કે ઢીંગલી બાઈ લપસી પડ્યા
હું તો મારી ઢીંગલીને ગોળીયે સુવાડુ
હું તો મારી ઢીંગલીને માટે ડોક્ટર બોલાવું
પાટા બાંધીને થાય સાજા કે ઢીંગલી બાઈ લપસી પડ્યા
શીરો ખાઈને થાય તાજા કે ઢીંગલી બાઈ લપસી પડ્યા
હું તો મારી ઢીંગલીને લાડ લડાવુ
હું તો મારી ઢીંગલીને લાડુ ખવડાવવું
લાડુ ખાઈને થાય જાડા કે ઢીંગલી બાઈ લપસી પડ્યા
બાગમાં ફરવા ગયા હતા કે ઢીંગલી ભાઈ લપસી પડ્યા

17
મારી ગાડી ઘરરર જાય
બળદ શીંગડા હલાવતા જાય 
ડોશીમા ડોશીમા ચાલ્યા ક્યાં 
મારી ગાડી માં બેસી જાવ તમે 
રાજી રાજી થઈશું અમે...
રાજુભાઈ ક્યાં ચાલ્યા 
કોદાળી લઈને ક્યાં ચાલ્યા
મારી ગાડીમાં બેસો તમે 
રાજી રાજી થઈશું અમે
બળદ શિંગડા હલાવતા જાય 
બાળક રાજી રાજી થતા જાય
મારી ગાડી ઘરરર જાય...

18
ગાડાવાળા રે ગાડાવાળા તારું ગાળું ધીરે હંકાર
મામાને ઘરે જાવું છે રસ્તો ઘણો દૂર છે
વચ્ચે સાબરમતી નદી છે તેમાં ઘણા પૂર છે
મારે જલ્દી મામાના ઘરે જાવું છે
ગાડાવાળા અને ગાડાવાળા તારું ગાડું ધીરે હંકાર

19
ચાલો જોવા જઈએ નવી જાતનું સર્કસ ભાઈ
ભાત ભાત ના સુર તાલના જાતજાતના ગીતો ગવાય
સૌની આગળ ચકલી ચાલે ચી ચી કરતી 
આગળ પાછળ બતક ભાઈ કરતા કિં કિં
મ્યાઉ મ્યાઉ બિલ્લી કરતી હોંચી હોંચી ગધાભાઈ
હુકી હુકી કરતા શિયાળભાઈ 
અંભા આંભા કરતી ગાતી ગાય 
હુપ કરતા વાંદરા ભાઈ છોકરાઓને ગમ્મત થઈ ભાઈ
ચાલો જોવા જઈએ નવી જાતનું સર્કસ ભાઈ

20
ચૂં ચું કરતા દોડતા ઉંદર ભાઈ 
રાત્રે ફરતા પેટ પણ ભરતા 
બિલ્લી થી બહુ ડરતા 
ચું ચું કરતા ઉંદર ભાઈ
ખાતા છાના માના રે ઉંદર ભાઈ 
અમે રાતના રે રાજા 
અમે એક નહીં પણ ઝાઝા 
કંઈ ખડખડતા નાસી જાતા 
એવા બહાદુર રાણા રે ઉંદર ભાઈ
અમે કરતાં દોડાદોડી 
અમે ખાતા ઘીને પોળી 
કઈ ન મળે તો કપડાં શોધે 
એમાં કાણા ના કારણ રે ઉંદર ભાઈ

21
ફુગ્ગા વાળો આવ્યો ભાઈ ફુગ્ગા વાળો આવ્યો
બે પૈસામાં નાનો ફુગ્ગો એક આનામાં મોટો ફુગ્ગો
ફુગ્ગા અને ફુલાવી જીવો આકાશે ઉડાવી જુઓ
ફર ર ફર ર ઉડશે એ તો પતંગની જેમ ફુગ્ગા ઉડશે
ફુગ્ગામાં પીપૂડી વાગે પીપી પીપી પીપુડી વાગે 
સુતા સૌ બાલુડા જાગે ફુગ્ગા લઈને મેદાને ભાગે 
ફુગ્ગા વાળો આવ્યો ભાઈ ફુગ્ગા વાળો આવ્યો ભાઈ

22
ટપક ટપક થોડા પડતા અમે બારીમાં બેસીને જોતા હતા
ભીની માટી મીઠી સુગંધે અમે ખુશ ખુશ થઈ જાતા હતા
સરરર સરરર વરસાદના ઝાપટા આવ્યા 
જટ બંધ કરીને બારી અમે ઘરમાં જઈને બેઠા
હવે શું કરીશું? 
હા યાદ આવ્યું
જુના છાપાના કાગળ લઈને અમે હોડી બનાવવા બેઠા
ધીરે રહીને બારી ખોલી જાય પાણી દોડી દોડી
રસ્તે જાણે નદીઓ નાની-નાની ધીમી રહી કપડા સંકેલી
અમે નદીમાં હોળી છોડી જાય હોળી દોડી દોડી
આવજો બાય બાય ટાટા

23
અલ્યા મોતિયા રે તારી પૂંછડી તો છે વાંકી 
હવે મુક કરવી શેખી..તારે રોફ કરવાનો ખોટો
પાછળ દોડીને અમને ડરાવવા આવતો 
દેખી ડંડૂકો કેવો ભાગ્યો!!!
ગધેડા ભાઈ ભુકવા ગયા પણ લાત એક વાગી ગુલાટ ખાધી
ગાય માતાની સામે રોફ કર્યો પણ શિંગડે કેવા ઉછાળ્યા!!
બકરી બાઈને બીવડાવવા ગયા પણ શિંગડાની અણી કેવી વાગી!!!
ભગરી ભેંસને ભસવા ગયા પણ ભાળ્યા એના પણ શીંગડા અને ભાગ્યા...
હાહાહાહા

24
આવો મેઘરાજા
વગડાવો વાજા
પી પી પી પી પમ પમ
આવો મેઘરાજા
મુશળધાર મુશળધાર
વરસે પાણીડા ની ધાર
છબ છબ છમ છમ
આવો મેઘરાજા
રેલમ છેલ રેલમ છેલ
નદીનાળા રેલમ છે
સરરર સરરર સુમ સમ
આવો મેઘરાજા

25
અમે નદી કિનારે રમતા હતા 
અમે રેતીની પોટલી બનાવતા હતા 
અમે રેતીના દેરા બનાવતા હતા 
અમે રેતીના લાડવા બનાવતા હતા 
અમે ઘડીએ ઘડીએ હાથ ધોતા તા 
અમે માછલીનો નાચ રૂડો જોતા હતા 
અમે પાણીમાં છબછબિયા કરતા હતા 
અમે ભાખરીને છુંદો ખાતા હતા 
અમેં ખોબલે ખોબલે પાણી પીતા હતા 
અમે મીઠું મીઠું પાણી પીતાતા 
અમે ગીત ગાતા ગાતા ઘરે આવતા હતા

26
પસા પટેલના ખેતરમાં
 મજા મજા ભાઈ મજા મજા
છાણનું તો ખાતર નાખ્યું 
હળથી તો ખેતર એ ખેડયું
સારા સારા દાણા વાવ્યા 
મજા આવી ભાઈ મજા આવી
ઝરમર ઝરમર મેહુલો વરસ્યો 
ખેતર આખું લીલુંછમ થાશે 
મોતી જેવા ડુંડા ઝુલશે 
મજા આવી ભાઈ મજા આવી
દાણા ખાવા પંખી આવશે 
ચકલી આવશે ચીંચી કરશે 
કાગડો આવશે કાકા કરશે 
ચાડિયો મોટા ડોળા બતાવશે
પસા પટેલ ના ખેતરમાં 
મજા આવી ભાઈ મજા આવી

27
રમકડા લો રમકડા 
જાત જાતના લો રમકડા
નાના ને મોટા ચાવીથી ચાલતા 
પાણીમાં તરતા, હવામાં ઉડતા
ઘરમાં ચાલતા, હાથથી ચલાવતા
રમકડા લો રમકડા
સાયકલને મોટર ચાવીથી ચાલે
પાટા ઉપર સીધી આગગાડી ચાલે
એન્જિનમાં નીકળે ધુમાડો 
નાની મોટી ઢીંગલી રે લેજો 
બેબી બેન માટે ઘૂઘરો રે લેજો 
ભાઈ ને વગાડવા ઘંટીને માટે 
જાતજાતના રમકડા
ભાત ભાતના રમકડા
રમકડા લો રમકડા

28
ઘંટવા ગયો ટન ટન
ચાલો છૈયા ફરવા જઇએ
દોડાદોડી કુદા કૂદી ગમ્મત કરીએ
ચાલો છૈયા નાહવા જઈએ 
ખોબેખોબે પાણી ઉડાડી ગમ્મત કરીએ
ચાલો છૈયા વડલે જઈએ 
ડાળે ડાળે ફરતા કૂદતા 
ટોચે જઈએ

29
તને ચકલી બોલાવે 
તને પોપટ બોલાવે 
તને બોલાવે કૂતરું કાળું
એ તો વાંકી પૂંછડીવાળું
નાના નાના ચાર ગલુડિયા એના ચાલે છાનામાના
દરબાર દરબાર દોડી આવે ભૂલકાઓનું ટોળું સથવારે
કોઈ કહે આ મારું કોઈ કહે આ તારું
નથી આ તારું નથી આ મારું છે સૌનું મજિયારુ

30
લાકડાનો ઘોડો મારો એ તો ચાલે છાનોમાનો
તરસ એને ના લાગે મારે એને ના વાગે 
દિવસ રાતે જાગે અંગે અંગ મજાનું છે એનું
લાકડાનો ઘોડો મારો નાનો નાનો છે મસ્તાનો
મધુરા મધુરા તાલે તબડક તબડક ચાલે 
હાથ ફેરવું એને વ્હાલે લાખોના મન લુભાવે 
જાય નહિ એ શાણો શાન થી  ઉભો એ મહેલે.

31
પાટા ઉપર ગાડી દોડે દોટો કાઢી
વાંકી ચૂકી ઊભી આડી પાટા ઉપર ગાડી
ભપક ભપક ભપક ભપક
જંગલ આવે ઝાડી આવે 
નદી ઝરણાના નીર કુદાવી 
કાળી ચીસો પાડી મોટા ડુંગર ફાડી નાખી
વાંકી ચૂકી ઉભી આડી પાટા ઉપર ગાડી
વડોદરા આવે સુરત આવે 
ગોધરા આવે, મુંબઈ આવે
પપ્પાજી આવે મુંબઈથી અલકા માટે ફૂલકો લાવે
બકુલ માટે બિસ્કીટ લાવે મીના માટે કેક લાવે
સતીશ માટે જામફળ લાવે બેલા માટે બંગડી લાવે
બધા માટે ચોકલેટ લાવે 
પાટા ઉપર ગાડી દોડે દોટો કાઢી

32
હું ઘોડા ગાડી વાળો 
મારો ઘોડો ઘડો રૂપાળો
મારી ગાડી ને બબ્બે પૈડા
એમાં બેસે બાળક ઘરડા.. મારો ઘોડો ઘણો રૂપાળો
મારી ચાબુક ચબાક વાગે 
ઘોડો ભડકી ને ના ભાગે 
ખનન ખનન ઘૂઘરા વાળો ... મારો ઘોડો ઘણો રૂપાળો
મેને ખાયા તુને ન ખાયા
ધોળા અંગે  કાળા ચાઠા વાળો
તું છે નખરા વાળો... 
ખન ખન ઘૂઘરા વાળો હું ઘોડા ગાડી વાળો 
મારો ઘોડો ઘણો રૂપાળો

33
બા પેલા બાગમાં દોડી જવ નાના છોડવાને પાણી પાવ
આંબાની ડાળે બાંધ્યો છે હિંચકો 
હીંચકે હીંચકા ખાઓ ખાઓ ખાઓ
હરિયાણા બાગમાં નાચે છે મોરલો
મોરલો બોલે છે ટેહુંક તેહુંક ટહુંક
આંબાના કુંજમાં બોલે કોયલડી 
કોયલની સાથે ગાઉ ગાઉ ગાઉ

34
સાગર માં નાવ મારી સરરર જાય
કાઠે ઉભા ઝાડ કેવા નાના નાના થાય
સફેદ સદમાં કેવો પવન ભરાય
હલેસા મારું દોડી દોડી જાય
દૂર દૂર પંખીઓ નો કલરવ થાય
સમીર ની મંદ મંદ વાંસલડી વાય
ઊંચું ભુરુ આકાશ શું વિશાળ
નીચે કાળા પાણી જોયા ન જાય
તોફાનમાં નાવ મારી ડગુ મગુ થાય
પ્રભુને સ્મરુ ત્યાંના સરરર જાય
સાગર માં નાવ મારી સરરર જાય

35
ગાડી ચાલી ગાડી ચાલી ગાડી ચાલી રે
છુકછુક છૈયા છુકછુક છૈયા ગાડી ચાલી રે
કોઈ ચડતું કોઈ ઉતરતું 
જગ્ગા માટે કોઈ ઝઘડતું 
કોઈ જાતુ મુંબઈ કોઈ જા તું સુરત ગાડી ચાલી રે
ગાડીમાં કોઈ ખાતા પીતા 
હસે મીના હસે રીટા 
કોઈ જા તુ દિલ્હી 
કોઈ જા તુ અમદાવાદ ... ગાડી ચાલી રે
મીનાબેન સૌથી પાકા 
સાથે એના મનુ કાકા 
કોઈ જાતુ ઘોઘા...
અજય ભાઈ તો મોંઘા..ગાડી ચાલી રે

36
કાગડાભાઈ કાકા કરે કોયલ કુકુ કરે 
કાબર બેન નો કલબલ કરતાં 
તેહુકતેહુક તો મોર કરે 
ચકલી ચી ચી કરે
પેલા કબૂતરું ઘુ ઘૂ કરતા 
સીતારામ પોપટ પણ બોલે 
પાંખો ફફડાવી પંખી આવતા 
ચોકમાં દાણા ચણે 
કોયલ કૂ કૂ કરે ચકલી ચી ચી કરે

37
હા રે અમે બાલ મંદિરના બાળકો 
રમીએ દટા પેટીઓ 
બંગલાઓ બાધીયે ને તોડીએ
અમે મોતી ની માળા બનાવીએ... અમે
અમે ચિત્રો દોરીને રંગ પુરીએ 
અમે ગીતો ગઇને રાસ ખેલીએ 
અમે રમી જમીને ખૂબ કૂદીએ.. અમે
બોલે પોપટ એમ બોલીયે 
મોર નાચે એમ નાચીએ 
ગાય કોયલ એમ ગઈ રે.. અમે
અમે કાગળની હોડી બનાવીએ 
અમે લાકડાની ગોરી દોડાવીએ 
અમે બાળકની ગાડી ચલાવીએ .. અમે બાલમંદિર 

38
મારે ફૂલડાની સંગાથ વસવા કુંજોમાં જાવું છે 
મારે પોપટની સંગાથ વસવા કુંજો માં જવું છે
રંગ રંગની પાંખ ધરીને 
ફૂલ ફૂલ પર ઉડી ઉડીને 
ભમરાની સંગાથ રસના ગુંજનમાં જાવું
મારે ફૂલડાની સંગાથ વસવા કુંજોમાં જાવું છે
કોયલ ના ગીત કાનેધરવા 
વચમાં વચમાં ટહુકા કરવા
મોર સાથે નાચ અંગમાં ભરવાને જાવું છે 
મારે ફૂલડાની સંગાથોમાં કુંજો માં જાવું છે

39
રજા પડી ભાઈ રજા પડી રમવાની બહુ મજા પડી
રેખા આગળ એન્જિન થાય છૂક છૂક છૂક છૂક છૂક છૂક બોલે
પાછળ ડબ્બા વળગી જાય ગર દડબડ દડબડ દોડે
જનાર જલ્દી બેસી જાય સીટી વાગી પૂપ 
ગાડી ચાલી ગાડી ચાલી 
છુક છુક છુક છુક છુક છુક છુક છુક છુક છુક

40
ઘડિયાળ મારું નાનું નાનું એ તો ચાલે 
ટક ટક ટક ટક ટક ટક ટક ટક ટક ટક ટક 
એ તો કેવી અજબ જેવી વાત છે
નથી એને પગ પણ એ તો ચાલે ઝટપટ
ખાવાનું નહીં ભાવે પણ ચાવી આપે ચાલે
ટક ટક ટક ટક ટક ટક ટક ટક ટક ટક ટક
અંધારે અજવાળે સૌના વખત એ સંભાળે
દિવસ રાત ચાલે પણ જગાએથી ના હાલે
તક તક કર તું બોલે પણ મોઢું જરા ન હાલે
ઘડિયાળ મારું નાનું એ તો ચાલે
ટક ટક ટક ટક ટક ટક ટક ટક ટક ટક ટક

41
એક કહેતા ઉભા થઈએ
બે કહેતા ઊંચે હાથ
ત્રણ કહેતા માથે હાથ
ચાર કહેતા ખભે હાથ
પાંચ કહેતા કમરે હાથ
છો કહેતા ઢીંચણે હાથ
સાત કહેતા ઘૂંટણે હાથ
આઠ કહેતા અંગુઠા પકડો
નવ કહેતા નમન કરો
દસ કહેતા બેસી જાવ

42
લાલ અને પીળા તમે આવો પોપટજી
મીઠી બોલી સંભળાવો પોપટજી
કંઠે છે કાંઠલો કાળો પોપટજી
ચાંચ નમણી ને રાતી પોપટજી
વનમાં જઈને રહેજો પોપટજી
સૌને સીતારામ કહેજો પોપટજી

43
લાલ લાલ મોટર
મોટર ની પાછળ છે નંબર 
આગળ બેસે છે ડ્રાઇવર 
પાછળ બેસે છે બેલા બેન
મોટર ચાલે જોશભેર... લાલ લાલ મોટર
સામે આવે પીળી મોટર
મોટર નો થાય એકસીડન્ટ
ડ્રાઇવર ભાઈ તો ગભરાયા 
બેલાબેન તો રોવા લાગ્યા.. લાલ લાલ મોટર

44
બા મેં તો બાગમાં બાંધી નિશાળ 
ભણવા આવે છે ચકલીઓ ચાર 
નાની ખિસકોલી ભણવામાં પહેલી 
આવે છબીલી સૌથી એ વહેલી 
જરાય ના બોલે એ તો ના શરમાય 
કલબલિયા કાબરને છેલ્લે બેસાડુ 
કલબલ કરે તો તેને આંખો બતાવવું 
બા મેં તો બાદમાં બાંધી નિશાળ

45
ઉડે પતંગ રંગ લાલ આભમાં 
લાલિયોને પીળિયો ધોળો અને ભુરીયો
લપેટ તો ને દોર લેતો જાય.. ઉડે પતંગ રંગ લાલ આભમાં
ચાંદાને ચોકડીનો જામ્યો છે પેચ અલ્યા
ચાંદો ગયો ભરદોર ગગનમાં.. ઉડે પતંગ રંગ લાલ આભમાં
જોને મગનીયા દોરીમાં ગૂંચ પડી 
લૂંટજો લૂંટજો અલ્યા લૂંટજો 
જોજો ના આંગળી કપાય હાથની.. ઉડે પતંગ રંગ લાલ આભમાં

46
અલ્યા છોકરા રે આવ્યો મદારી પોળમાં 
કેવું જાદુ ભર્યું છે એના ઢોલમાં
રતન વાંદરી ને નાથીયો વાંદરો 
બકરી બહેનો સાથે અલ્યા છોકરા રે આવ્યો મદારી પોળમાં
છુપાઈ મારે છે કાંકરા રે 
પોળ ના છોકરા ભેગા મળીને 
મોરલી મદારીની ઘેલી ઘેલી વાગે 
તાલ દેતા બાળ સૌ ઊભા આજે આગે આગે
નાચે છે છોકરા જોરમાં રે
નાથિયો વાંદરો ચાકરીએ ચાલ્યો 
લાકડીનો છેડો હાથમાં ઝાલ્યો 
બકરી ઉપર બેઠો છે રોફ મારે 
રતન વાંદરી ઓઢણી રે માગે
નાથિયો તેનું કહ્યું ના માને 
હશે છે છોકરા જોર મા રે 
રતન ડોસીએ રૂસનુ રે લીધું 
ખાવા પીવાનું છોડી રે દીધું 
લપાઈ બેઠા છે ગોખમાં રે 
વાંદરા વાંદરીનો ખેલ ભાઈ કેવો 
વાંદરા સેનાને ખૂબ ગમે એવો 
હસે છે છોકરા જોશ મારે.. અલ્યા

47
માં એક નિસરણી આપો તો માં
ચાંદો પકડવાની કેવી મજા માં
માં નાની હોળી આપો તો માં
દરિયો કરવાની કેવી મજા માં
નાની પાંખો આપો તો માં
ઉડી જવાની કેવી મજા માં
એક નિસરણી આપો તો માં
ચાંદો પકડવાની કેવી મજા માં

48
ચાલો ચાલો ને છોકરાને રમવાને 
વન વાડી બગીચા ભમવાને
લાલ પીળા પતંગિયા ઉડે છે.. 
મન ઘેલા બની આનંદ છોડે છે
આવે ફૂલ આવે સુગંધ, મન દહોલે
ચાલો ચાલો ને છોકરાને રમવાને 
વન વાડી બગીચા ભમવાને

49
વસંતભાઈ ની ગાડી ચાલી છુક છૂક છૂક
ગયો જમાનો છુક છુક ગાડી નો, હવે તો આવ્યું એરોપ્લેન
ઉડો હવામાન છુકછુક ગાડી ને પડતી મુકો બેન,
હવે તો આવ્યું એરોપ્લેન
તેમાં ભણતા ટોળેટોળી લાખો તારક બાળ 
વાદળ વરસે વીજળી ચમકે લઈને
હવે તો આવી એરોપ્લેન
સાથે સાથે મસ્તી કરવા આવ્યો છે પવન 
બાળકો ને મસ્તી માટે મોટું છે ગગન 
સુરજ સાથે રમશું એન ઘેન દીવા ઘેન
હવે તો આવ્યું એરોપ્લન

50
ચલી મેરી ગાડી છુકછુક 
શિયાળે એ ચાલી જાય 
ઉનાળે એ ચાલી જાય 
ચોમાસે પણ દોડી જાય 
ધુમાડા કરતી છુક્કા છુક ...ચાલી મેરી ગાડી
દાળ ભાત ખાય નહીં 
રોટલી શાક ખાય નહીં 
કોલસા એ ખૂબ ખાય 
કાળું છે એનું મુખ મુખ મુખ..ચલી મેરી ગાડી
ગુજરાતી એ બોલે નહીં 
મરાઠી એ બોલે નહીં 
બોલી એની જુદી 
પાવો વગાડતી ભૂખ ભૂખ ભૂક... ચલી મેરી ગાડી
નદી ડુંગર જુએ નહીં
રાત દિવસ જુએ નહીં 
જંગલમાં ઝાડવે
વાંદરાઓ કરતા હૂપ હુપ હુપ... ચલી મેરી ગાડી

51
એક હતો રાજા એક હતી રાણી 
મોટા મોટા મહેલોમાં રહેતા રાજા રાણી 
નાના નાના કુંવર કોરી 
રમતા ભમતા સાથે મળી 
બોલે મીઠી વાણી ભાઈ બોલે મીઠી વાણી
એન ઘેન દીવા ઘેન
તારા મનમાં કોણ છે??
એન ઘેન દહીનો ઘોડો 
પાણી પીતો છુટો 
હાથમાં લાકડી કમર કાકડી 
જેમ દોડાય તેમ દોડજે 
નહીં તો પાછો આવજે
લડતા વળતા ભેગા મળતા 
બોલે મીઠી વાણી ભાઈ
એન ઘેન દીવા ઘેન
તારા મનમાં કોણ છે
ભર દરબારે બેઠા ભાઈ 
દરબારને જઈને કહી વાત 
બહાર ઉભો જાદુગર 
કરતો એ તો છુ મંતર
મોર પોપટ મેના ચકલી 
બનાવી ઊંટ અને બકરી 
હાથી ને હાથે જકડી 
સિંહ ને ચલાવે કાંડ પકડી
માગે રજા એ મહેરબાન 
અંદર આને દે દરવાન
જી હજૂર જી હજૂર
ગયો સિપાઈ જોડી કર 
લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ 
અંદર આવ્યો જાદુગર 
જી હજૂર જી હજૂર
તુ હે ક્યાંનો જાદુગર 
હાજી ગરીબ પરવર 
દેખે આજ તમાશા હમ 
કરો શરૂ ખેલ એકદમ 
જી હજૂર જી હજૂર
બચ્ચે લોગ બચાવો તાલી
દેખો મેરા દિબ્બા હે ખાલી
એક દો તીન ચાર
ડબ્બાને દરવાજા બહાર 
દરવાજે દરવાજે દીવા 
રાજાની ની છોકરીના વિવાહ 
કુંવરની નીચે વર્ષગાંઠ 
પાંચ છ સાત આઠ 
શું શું જુઓ આમાં શું છે ભાઈ 
વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ 
સિંગ ને સાકર ચણા દાણા 
ખાટી મીઠી ખાય ઘણા 
નાના મોટા નીકળ્યા ફુલકા 
ફુલાવીને ફાટે ફુલકા 
ફટફટ ફટ ફટ 
જબરો છે ભાઈ જાદુગર 
ખેલ કરે છે બહુ સુંદર 
પૂરું થયું મારું કામ 
લે જાદુગરજી ઈનામ 
એક હતો રાજા, એક હતી રણી 


52
પંખી નાના થવું ગમે, ઊંચે ઊંચે ઉડવું ગમે 
ઘરમાં ના પુરાવું ગમે પંખી નાનું થવું ગમે
જરમર મેહુલો ગમે છત્રી લઈને ફરવું ગમે
ઘરમાં ના પુરાવું ગમે પંખી નાનું થવું ગમે
ઉંદર બિલ્લી રમવું ગમે , છું છું મ્યાઉં મ્યાઉં કરવું ગમે ઘરમાં ના પુરાવું ગમે,પંખી નાનું થવું ગમે
વાદળોમાં રમવું ગમે જાડેજાડે કૂદવું ગમે
ઘરમાં ના પુરાવું ગમે,પંખી નાનું થવું ગમે

53
ઢીંગલી તારા માંડવા રોપ્યા ઢોલ વાગે ઢમ ઢમ
લાલિયો મહારાજ લાડવા વાળી શાક કરે છમ છમ
ચાખવા લીનાબેન બેઠા છે જીભલડી ચમચમ
પેમલો પેલો વાગાડી ફૂકે પીપૂડીમાં પમ પમ
જૂનાગઢની જાન આવી છે જાનડીઓ રમઝમ
ઢીંગલી બાઈનો પગમાં ઝાંઝર નાચે રે ઝમ ઝમ
ઢીંગલી જશે સાસરે આંસુડા પડે દ મ ડ મ
લાગશે કેવા ઘર અને શેરી સુનારે સમસમ
ઢીંગલી તારા માંડવા રોપિયા ઢોલ વાગે ઢમ ઢમ

54
પોષ મહિનો પતંગ લાવ્યો 
કીના બાંધી ઉંચે ચડાવ્યો 
ખેંચી ખેંચી ખૂબ લડાવ્યો 
જોજો પેલો પેચ લડાવે 
છો ને લડાવે આવે એ શું કાપે
દોરી છોડી દોરી છોડી 
જો કાંટા જો કટા 
પોષ મહિનો પતંગ લાવ્યો 
બોર લાવ્યો જામફળ લાવ્યો 
તલના સાંકળી લાડુ લાવ્યો 
જોજો પેલી તુક્કલ આવે 
પટાદારને સાથે લાવે 
દોરી છોરી દોરી છોડી 
એ કાટા એ કાટા 
પોષ મહિનો પતંગ લાવ્યો

55
અમે ઢીંગલા ઢીંગલી 
બાબાને બેબી ની માનીતા અમે ઢીંગલડા
બકરી આવી બે બે બે 
કુતરો આવ્યો ભવ ભવ 
બાવો આવ્યો અલખ નિરંજન 
નૃત્ય કરતી આવી ઢીંગલી 
અમે સૌ થયા થઈ થઈ 
અમે ઢીંગલ ઢીંગલ ઢીંગલ ઢીંગલડા..

56













No comments:

Post a Comment