હાલરડું એક્ચ્યુલી શબ્દ છે કે જે બાળકો માટે મધર કે એમના લાગતા લાગતા સ્નહીજનો એમને ઊંઘ લાવવા માટે ગાતા હોય છે ...પરંતુ અહીં ભાવાર્થ નો તત્વાર્થ ઉંચો છે .. અહીં એવું કહેવા મંગાય છે કે જ્યારે મને એકલું લાગે ત્યારે મને કોકનો અવાજ જોઈએ અને આથી જ હે.. માં તું એવું કંઈક બોલ જેથી મને તારી સ્મૃતિ, મારી પાસે સતત સચેતન અવસ્થામાં રહેલી હોય એવો અણસાર થાય, નહીં તો હું રડીશ ....
અથવા તો તું ગીત ગા અને તારા અવાજથી હું નહીં રડું... પણ તારો પ્રેમ એવો છે કે જો તું નહીં ગાય તો પણ હું રડીશ માટે તું હાલ ગા અને ... શબ્દ "હાલ" એટલે ઓન ધ સ્પોટ તે સમયે..
અહીં કેટલાક હાલરડા આપેલા છે જે પ્રાચીન કે અર્વાચીન કહી શકાય..
1
હાલ વાલ ને હાલા ભાઈને હિંચકા બહુ વાલા વહાલા ભાઈ મારો ડાહ્યો પાટલે બેસી નહાયો
આટલો ગયો ખસી ભાઈ મારો ઉઠ્યો હસી
હાલ વાલને હાલા આંગણે વવડાવું ગલકી
ગલકી ના ફૂલ રાતા ભાઈ ના મામા નહતા
ભાઈના મામા આવે ભાઈ માટે લાવે લાવે ઝભ્લા ટોપી
જભલે ટોપીએ નવલી ભાત
ભાઈલો મારો પહેરે દાડો અને રાત
પેહેરી ઓઢી મેલા કર્યા
મોસાળે ધોવા ગયા
મોસાળ માં મામી ધુતારી
ભાઈના કપડા લીધા ઉતારી
હાલ વાલ ને હાલા ભાઈને હિંચકા બહુ વાલા વહાલા
2
કોને નિંદરડી ચોરી હો બેની તારી કોને નિંદરડી ચોરી
થાક્યા તાણીને દોરી હાથેથી ઝંપ્યા છે ઝાંપાના પંખી
પેલા વૈશાખના બપોરની શેરીમાં જાવું ત્યાં શીતળ છાંયડો
ઊંઘે છે ડાઘિયો અઘોરી, જોલા ખાતીતી ગાય ધોળી
પાણીડા ગઈતી હું તો પાદર અને વાડીએ
આંબાની મહેક મંજરીના ઝાડમાં ચકલા ચકોરી
હો બેની કોણે નીંદરડી ચોરી
સૌએ સંપી તારી નિંદરડી સંતાડી રાખી
નહીં ચિંતા થોડી
હો બેની કોણે નીંદરડી ચોરી
3
તું સુઈ જા રે બાલુડા ભઈલા તું સુઈ જા
તું રોઈશ તો તારા માતા મુજાશે
તું રહીશ તો તારા કાકા કચવાશે
તું રહીશ તો તારા ફોઈબા ફલ થાશે
તું રોઈશ તો તારા દાદા દુભાશે
તું રહીશ તો તારા બેન બોલાવશે
તું રોઈશ તો તારા બાપુ બૂમો પાડશે
તુ સુઇ જા રે બાલુડા ભાયલા તુ સુઈ જા
4
જુલો જુલો રે મારા બાલુડા વનરાજ
ઝાડની ડાળે ઝૂલતા મારા બાલુડા વનરાજ
ઝાડની ડાળે ઝુલતા ધરા પડી સુનકાર
રાજ ગયા ને પાઠ ગયા ભારે ભીડ પડી
મોટા થઈને ઘૂમજો બેટા પાછું મેળવો રાજ
જો રાજ મારા બાલુડા વનરાજ કેસરી જોને
કેવો કરે છે રાજ એવા થઈને ઘૂમજો બેટા
પાછું મેળવજો રાજ
જુલો જુલો રે મારા બાલુડા વનરાજ
5
પોઢો ને વિરલા કેમ રડો ભઈલા
ઝુલાવે બેનબા હાલરડુ ગાય
વીરા ની આંખલડી નીંદર ઘેરાય
હાથીડા ઝૂલે છે પોપટા બોલે છે
થનગનતા મોરલા કળા કરી જાય
વીરાની આંખલડી નીંદર ઘેરાય
ઘૂઘરીયો ઘમકે છે ખંજરીયો ખમકે છે
ઝાંઝરીયો ઝમકે છે ખનના ખનન થાય
વીરા ની આંખલડી નીંદર ઘેરાય
લોકગીત નો પણ પર્યાય ઊંચો છે .. લોકગીત એટલે કે લોકોના શબ્દોથી લોકોના મનથી લોકોએ જે જોયેલી આજુબાજુની ઘટના હોય તેના થકી ઉપજેલા મનની અવસ્થા દ્વારા બોલાયેલા શબ્દોને સૂરમાં ઢાળી અને લાંબી વાત ને ટુંકણમાં પતાવાની એક તજવીજ
અહીં કેટલીક પ્રાર્થનાઓ પણ સાથે જોઈ લઈએ
1
અમે વંદન કરીએ તમને પ્રભુ આશિષ દેજો અમને
અમે બહાદુર બંકા થઈએ અમે કોઈથી ના ડરીએ
અમે વંદન કરીએ તમને અમે ડાહ્યા થઈને રહીએ
અમે સારા કામો કરીએ અમે વંદન કરીએ તમને
2
અમે તારે ખોળે રમતા બાળ
પ્રભુ કરીએ અમે તુજને પ્રણામ
અન્ને પાણી હવા તે દિધી
સુરજ ચંદ્ર તારલિયા દીધા
અમે ફિકર ન કરીએ કાંઈ જરા
પ્રભુ કરીએ અમે તુજને પ્રણામ
પશુ-પક્ષી જીવજંતુ બનાવી
રંગભરી દુનિયા તે સજાવી
અમે આનંદે રહીએ મસ્તાન
પ્રભુ કરીએ અમે તુજને પ્રણામ
3
ઓ દુનિયા રચનાર બધે વસનાર
ભગવાન અમારા અંતરમાં વસજો પ્યારા
જગતપતિ જગતે સુંદર રચ્યું
રચના જોઈ મારું મન વસ્યું
રચનામાં રચનાઓ એ ખેલ તમારા
દેજો સહારા અંતરમાં વસજો પ્યારા
અમે પાંખ વિનાના પંખીડા
મન ઉડે પવનસા વેગીલા
મારે જોવા ખેલ તમારા
દેજો સહારા અંતરમાં વસજો પ્યારા
ઓ દુનિયાના રચનાર બધે વસનાર ભગવાન અમારા
4
પ્રભુ એક પ્રેમનું વિશ્વ બનાવ
અલૌકિક સ્નેહની દ્રષ્ટિ સુહાવ
પ્રેમના મંદિર
પ્રેમની પ્રતિમા
પ્રેમના પૂજક
પ્રેમના પૂજન
પ્રેમના દિપક પ્રગટાવ હે પ્રભુ એક પ્રેમ નું વિશ્વ બનાવ
પ્રેમની વીણા
પ્રેમના સૂરો
પ્રેમના સંગીત
પ્રેમના પુષ્પો
પ્રેમની ધૂન મચાવ પ્રભુ એક પ્રેમ નો વિશ્વ બનાવ
પ્રેમની સેવા
પ્રેમની ભક્તિ
પ્રેમના જીવન
પ્રેમની મુક્તિ
પ્રેમની જ્યોત જગાઓ પ્રભુ એક પ્રેમ નો વિશ્વ બનાવ
5
મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સરજન હારાં રે
પળ પળ તારા દર્શન થાય દેખે દેખનહારાં રે
નહિ પૂજારી નહિ કોઈ દેવા નહી મંદિરને તાળા રે
નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સુરજ તારા રે
વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિ ગણ ધીરા રે
મંદિરમાં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરા રે
6
ઓમ તત સત શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુતુ,
સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક સવિતા પાવક તું,
બ્રહ્મજદ તું, પર શક્તિ તું, ઈસુ પ્રતિ પ્રભુતુ,
વિષ્ણુ તું રામ તું કૃષ્ણ તું રહીમ તું તાઓ તું
વાસુદેવ ગોવિંદ સ્વરૂપ તુ હરી પણ તું
અદિત્ય તુ, અદ્વિતીય તું, અકાળ નિર્ભય આત્મલિંગ તું
ઓમ તત સત શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુતુ,
7
ઓ ઈશ્વર ભજીએ તને
મોટું છે તુજ નામ
ગુણ તારા નીત ગાઈએ
થાય અમારા કામ
હેત લાવી હસાવ તું
સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે
તો પ્રભુ કરજો માફ
કાલાઘેલા બાળ અમે
નમીએ નમાવી શીશ
સાચી સમજણ આપજો
No comments:
Post a Comment