Showing posts with label માહિતી. Show all posts
Showing posts with label માહિતી. Show all posts

Friday, 19 August 2022

બ્રહ્મપુત્રા નદ ના ચોખા યાની ડાંગર ની માહિતી

મનુષ્યના સ્વાદ અને રુચિ પર હવા, પાણી અને ભૌગોલિક પરિવેશનો પ્રભાવ હોય તે સ્વાભાવિક છે. અહોમ યા ત્સંગપો યા બ્રહ્મપુત્રા ના આજુબાજુ ના વિસ્તાર માં મુખ્ય ખેતપેદાશ ચોખાની વિવિધ જાતિઓ આહુ, બાઓ અને શાલિ છે. ચોખાની એક સ્વાદિષ્ટ જાત ‘જોહા' છે. 

તેમાં યાની જોહા ના પણ અનેક પ્રકાર છે. 

સફેદ ‘જોહા', 
કાળા ‘જોહા’, 
ખોરિકા જોહા’, 
મારી જોહા’, 
પ્રસાદભોગ જોહા’, 
મોહનભોગ જોહા’, ‘
રામપાલ જોહા’, 
ઘઉંની જોહ’, 
મણિકી મધુરી જોહા’, 
માલભોગ જોહા’, 
કુણકુણી જોહા' .....
વગેરે આ લાંબી યાદી પાદ કરતાં કરતાં ‘રામપાલ જોહા’ના રાંધેલા ભાતની સુગંધ અને સ્વાદ મારા મનમાં તાજા થઈ ગયા.

(ધાન) ડાંગર તો અસમની લોકસંસ્કૃતિનું અભિન્ન અંગ છે. ડાંગર માતૃશક્તિ અને પૌરુષ બન્નેનું પ્રતીક છે. ડાંગરના ગર્ભમાંથી જ ચોખા નીકળે છે. 

અહીંની યાની આહોમ આસામ યા બ્રહ્મપુત્રા ના કીનારા ના લોકોની લોકકથા અનુસાર પહેલાં ચોખા પર ડાંગરનાં ફોતરાં ન હતાં. એકવાર કોઈ લાલચુ બ્રાહ્મણને ખેતરમાં ઉગેલા છોડ પરથી જ ચોખા તોડીને ખાતો જોયા પછી લક્ષ્મીજીએ ચોખા પર ડાંગરનાં ફોતરાંનું આવરણ ચડાવી દીધું. તેવી અહીંના લોકો કોઠીમાં ડાંગર ભરીને ત્યાં દીપક પ્રગટાવે છે. કોણ જાણે ક્યારે ત્યાં લક્ષ્મીનો પ્રવેશ થઈ જાય ! કોઠીમાંથી ડાંગર કાઢતી વખતે પણ ત્યાં શરાઈ (વાતુ અથવા લાકડાની બનેલી થાળીમાં ગૉળ, ખાંડ, કેળાં, તાંબૂલ વગેરે નૈવેદ્ય રૂપે રાખવામાં આવે છે.)

Tuesday, 26 November 2019

માહિતી

26 નવેમ્બર ભારતીય બંધારણ દિવસ તરીકે ઓળખાય છે આજના  દિવસે બંધારણ નું ડ્રાફટિંગ પૂર્ણ થઈ તેનો સ્વિકાર કરવામાં આવ્યો હતો .

ભારતનું મૂળ બંધારણને પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ સુંદર અક્ષરો સાથે ફ્લોવિંગ ઇટાલિયન સ્ટાઇલ  માં લખ્યું હતું.  દરેક પાનાને શાંતિનિકેતન નામ ના કલાકાર દ્વારા સુંદર અને ડેકોરેટિવ ચિત્રો સાથે  બનાવવામાં આવ્યું હતું.

254 પેન અને 303 પેન ની નિબ ના ઉપયોગ દ્વારા 6 મહિના માં બંધારણ લખીને પૂરું થયું.

બંધારણનું સૌથી મહત્વપૂર્ણ  “પ્રિયમબલ” જેને બંધારણનું આમુખ પણ કહેવામાં આવે છે, તે  બિયોહર રામમનોહર સિંહા દ્વારા ડેકોરેટ કરવામાં આવ્યું હતું. તે પણ નંદલાલ બોસ નો સ્ટુડન્ટ હતો.

જ્યારે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને ચર્ચા અને વિચારણા માટે મૂકવામાં આવ્યો હતો, તેનો અંતિમ નિર્ણય લેવામાં આવે તે પહેલાં 2000 થી વધુ સુધારા કરવામાં આવ્યા હતા, 

ડો. રાજેન્દ્ર પ્રસાદ જી ભારતીય બંધારણ સભા ના ચેરમેન હતા.

ડો. ભીમરાવ રામજી આંબેડકર જી દ્રાફટિંગ કમિટિ ના ચેરમેન હતા.

ફાઇનલ ડ્રાફટિંગ થયા પછી, 26 નવેમ્બર 1949 ના રોજ ભારતનું બંધારણ સ્વીકારવામાં આવ્યું અને 24 જાન્યુઆરી, 1950 ના રોજ, બંધારણમાં 284 સભ્યોએ હસ્તાક્ષર કર્યા.

બંધારણ નું ડ્રાફટિંગ આખરે 26 નવેમ્બર, 1949 ના રોજ પૂર્ણ થયુ હતું. પરંતુ, 26 મી જાન્યુઆરી, 1950 ના રોજ બે મહિના પછી જ તેને કાયદેસર રીતે લાગુ કરવામાં આવ્યું. જે પ્રજાસત્તાક દિવસ તરીકે જાણીતું બન્યું.

 હસ્તલેખિત બંધારણ પર 24 મી જાન્યુઆરી, 1950 ના રોજ બંધારણ સભાના 284 સભ્યો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં 15 મહિલાઓનો સમાવેશ થતો હતો.  તે 26 જાન્યુઆરીના રોજ બે દિવસ પછી અમલમાં આવ્યો.

માત્ર જનહિત માટે... બીજેથી પ્રાપ્ત માહિતી પ્રસારિત કરેલ છે