તેમાં યાની જોહા ના પણ અનેક પ્રકાર છે.
સફેદ ‘જોહા',
કાળા ‘જોહા’,
ખોરિકા જોહા’,
મારી જોહા’,
પ્રસાદભોગ જોહા’,
મોહનભોગ જોહા’, ‘
રામપાલ જોહા’,
ઘઉંની જોહ’,
મણિકી મધુરી જોહા’,
માલભોગ જોહા’,
કુણકુણી જોહા' .....
વગેરે આ લાંબી યાદી પાદ કરતાં કરતાં ‘રામપાલ જોહા’ના રાંધેલા ભાતની સુગંધ અને સ્વાદ મારા મનમાં તાજા થઈ ગયા.
(ધાન) ડાંગર તો અસમની લોકસંસ્કૃતિનું અભિન્ન અંગ છે. ડાંગર માતૃશક્તિ અને પૌરુષ બન્નેનું પ્રતીક છે. ડાંગરના ગર્ભમાંથી જ ચોખા નીકળે છે.
અહીંની યાની આહોમ આસામ યા બ્રહ્મપુત્રા ના કીનારા ના લોકોની લોકકથા અનુસાર પહેલાં ચોખા પર ડાંગરનાં ફોતરાં ન હતાં. એકવાર કોઈ લાલચુ બ્રાહ્મણને ખેતરમાં ઉગેલા છોડ પરથી જ ચોખા તોડીને ખાતો જોયા પછી લક્ષ્મીજીએ ચોખા પર ડાંગરનાં ફોતરાંનું આવરણ ચડાવી દીધું. તેવી અહીંના લોકો કોઠીમાં ડાંગર ભરીને ત્યાં દીપક પ્રગટાવે છે. કોણ જાણે ક્યારે ત્યાં લક્ષ્મીનો પ્રવેશ થઈ જાય ! કોઠીમાંથી ડાંગર કાઢતી વખતે પણ ત્યાં શરાઈ (વાતુ અથવા લાકડાની બનેલી થાળીમાં ગૉળ, ખાંડ, કેળાં, તાંબૂલ વગેરે નૈવેદ્ય રૂપે રાખવામાં આવે છે.)
No comments:
Post a Comment