26 નવેમ્બર ભારતીય બંધારણ દિવસ તરીકે ઓળખાય છે આજના દિવસે બંધારણ નું ડ્રાફટિંગ પૂર્ણ થઈ તેનો સ્વિકાર કરવામાં આવ્યો હતો .
ભારતનું મૂળ બંધારણને પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ સુંદર અક્ષરો સાથે ફ્લોવિંગ ઇટાલિયન સ્ટાઇલ માં લખ્યું હતું. દરેક પાનાને શાંતિનિકેતન નામ ના કલાકાર દ્વારા સુંદર અને ડેકોરેટિવ ચિત્રો સાથે બનાવવામાં આવ્યું હતું.
254 પેન અને 303 પેન ની નિબ ના ઉપયોગ દ્વારા 6 મહિના માં બંધારણ લખીને પૂરું થયું.
બંધારણનું સૌથી મહત્વપૂર્ણ “પ્રિયમબલ” જેને બંધારણનું આમુખ પણ કહેવામાં આવે છે, તે બિયોહર રામમનોહર સિંહા દ્વારા ડેકોરેટ કરવામાં આવ્યું હતું. તે પણ નંદલાલ બોસ નો સ્ટુડન્ટ હતો.
જ્યારે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને ચર્ચા અને વિચારણા માટે મૂકવામાં આવ્યો હતો, તેનો અંતિમ નિર્ણય લેવામાં આવે તે પહેલાં 2000 થી વધુ સુધારા કરવામાં આવ્યા હતા,
ડો. રાજેન્દ્ર પ્રસાદ જી ભારતીય બંધારણ સભા ના ચેરમેન હતા.
ડો. ભીમરાવ રામજી આંબેડકર જી દ્રાફટિંગ કમિટિ ના ચેરમેન હતા.
ફાઇનલ ડ્રાફટિંગ થયા પછી, 26 નવેમ્બર 1949 ના રોજ ભારતનું બંધારણ સ્વીકારવામાં આવ્યું અને 24 જાન્યુઆરી, 1950 ના રોજ, બંધારણમાં 284 સભ્યોએ હસ્તાક્ષર કર્યા.
બંધારણ નું ડ્રાફટિંગ આખરે 26 નવેમ્બર, 1949 ના રોજ પૂર્ણ થયુ હતું. પરંતુ, 26 મી જાન્યુઆરી, 1950 ના રોજ બે મહિના પછી જ તેને કાયદેસર રીતે લાગુ કરવામાં આવ્યું. જે પ્રજાસત્તાક દિવસ તરીકે જાણીતું બન્યું.
હસ્તલેખિત બંધારણ પર 24 મી જાન્યુઆરી, 1950 ના રોજ બંધારણ સભાના 284 સભ્યો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં 15 મહિલાઓનો સમાવેશ થતો હતો. તે 26 જાન્યુઆરીના રોજ બે દિવસ પછી અમલમાં આવ્યો.
માત્ર જનહિત માટે... બીજેથી પ્રાપ્ત માહિતી પ્રસારિત કરેલ છે
No comments:
Post a Comment