Tuesday 19 January 2021

ઋ નાનો ऋ મોટો





જય ગુરુદેવ દત્તાત્રેય

જય હિન્દ

જીગર મહેતા / જૈગીષ્ય

ઋ નાનો ऋ મોટો જાણતા પહેલા થોડી વિશિષ્ઠ વાત યાગ્યવલકય ના યજુર્વેદ પ્રમાણે જોવી જોઈએ...


શિવ એટલે પરબ્રહ્મ અને લિંગ એટલે ચિહન. તેથી શિવલિંગ એટલે પરબ્રહ્મનું ચિન્હ અથવા પ્રતીક.


કેટલાક વામણા અને દૃષ્ટિહીન વિદ્વાનોએ એવી વાત વહેતી મૂકી છે કે શિવલિંગ તે શિવ ના શિશ્નનું પ્રતીક છે. પરંતુ વહેતો મુકાયેલો આ વિચાર અનુચિત અને ત્યાજ્ય છે.


લિંગ પદનો અર્થ અહીં ચિહન છે અને શિશ્ન નથી જ.


વેદમાન્ય ભારતીય પરંપરામાં શિશ્નપૂજા કે યોનિપૂજાને કોઈ સ્થાન નથી. ભારતીય પ્રજાએ યોનિપૂજા કે શિશ્નપૂજાનો ક્યારેય સ્વીકાર કર્યો નથી. શિવપૂજા તો ભારતમાં સર્વમાન્ય, ગણમાન્ય અને સાર્વભૌમ ગણાય છે. આવી સાર્વભૌમ ધાર્મિક વિધિને શિશ્નપૂજા જેવું ગણબાહ્ય અને કુત્સિત સ્વરૂપ ગણવામાં આવે તે માત્ર ભૂલ જ નથી, પરંતુ અપરાધ પણ છે.


આપણા માટે આ સૂર્ય જેવું સ્પષ્ટ અને પહાડ જેવું નિશ્ચિત સત્ય છે કે શિવલિંગ પરબ્રહ્મ પરમાત્માનું પ્રતીક છે.


રુદ્ર એક એવા મહાસમર્થ દેવ છે, જે શત્રુને શમાવે છે, જે દોષને હણે છે, અને જે જગ્યા એ સ્તંભન થયું હોય તે અગ્નિ ધ્વજ ગણી આજુબાજુ ઇમારત ચની દો તો મંદિર તે પણ માંડ માંડ મન્દ્ ગતિ માં શરીર ની પ્રાપ્તિ એવો અર્થ છે જેને કાયા નો અગ્નિ કહે છે. એ પણ બ્રહ્મ સ્વરૂપે.


....યજુર્વેદ માં સોળમો અધ્યાય શત રુદ્ર નો છે...


આ રહસ્ય જાણવું જોઈએ.


ઋષિઓએ શતરુદ્ર યજન ના રહસ્યને રજૂ કર્યું છે.


આ શતરુદ્રીય તો રહસ્યવિદ્યા છે, ઉપનિષદ છે. સૌથી પ્રથમ પ્રજાપતિએ આ હોમનાં દર્શન કર્યા તેથી પ્રજાપતિને રુદ્રનો ભય લાગતો નથી.


આ શતરુદ્રીયમાં ત્રણ પ્રકારના હોય છે.


સાથળ સુધી પહોંચી શકે તેવા ભાગમાં ઊભા રહીને પહેલો હોમ કરવો. આ હોમ પૃથ્વીમાં વસતા રુદ્રદેવને શાંત કરે છે.


બીજો હોમ નાભિ સુધી પહોંચે એવા ખાડામાં ઊભા રહીને કરવામાં આવે છે. આ હોમ અંતરિક્ષમાં વસતા રુદ્રદેવને શાંત કરે છે.


ત્રીજો હોમ ચિબુક-દાઢી સુધી પહોંચે એવા ખાડામાં ઊભા રહીને કરવામાં આવે છે. આ હોમ સ્વર્ગમાં વસતા રુદ્રદેવને શાંત કરે છે.


આ ત્રણ સ્વરૂપના હોમથી ત્રણેય લોકમાં વસતા રુદ્રગણો અને રુદ્રદેવને શાંત કરવામાં આવે છે.


જે સમયે મહાવેદી પર ઇષ્ટિકાઓનાં ચયન થાય છે, તે જ સમયે અગ્નિ જન્મ ધારણ કરે છે. જન્મ ધારણ કરતાં જ અગ્નિ પોતાનો ભાગ ધારણ કરે છે. જેમ વાછરડુ જન્મે ને તરત જ તે ગાયના સ્તતનને ઇચ્છે છે, તેમ જ જન્મ ધારણ કરતાં જ અગ્નિ અધ્વર્યું અને યજમાન તરફ જુએ છે. તે વખતે ગૃહસ્થ શતરુદ્રીય હોમ કરે છે, તેમ તે અગ્નિને તેનો ભાગ આપીને શમાવે છે.


મહાવેદીનાં ચયન પૂરાં થયા પછી અગ્નિનો નવો જન્મ થાય છે. શતરુદ્રીય હોમ કર્યા પછી અગ્નિને બધા સંસ્કાર આપવામાં આવે છે. આ સંસ્કારોથી અગ્નિ સાક્ષાત્ રુદ્રદેવ બને છે.


બ્રહ્મવાદીઓ રૂદ્રના સ્વરૂપ વિશે એક કથા કહે છે વાયુપૂરાનમાં...


પ્રજાપતિ ના અંગો ઢીલા થતા સર્વ દેવો એમને છોડી ચાલ્યા તો માત્ર "મન્યુ" જ એમની પાસે રહ્યો. (અડધા મન નું યજન કરનાર) બ્રહ્મા ના આંસુથી મન્યું દેવ જે અંદર થી વિસ્તાર પામ્યા હતા તેઓ રુદ્ર (રઉદર) (થોડુક સમઝં માં ભારે છે પણ વેદિક ગૂઢાર્થ સમજાવવાની કોશિષ) એ સમગ્ર રુદ્ર ને સાહસ્ત્ર શિર, કવચ, આંખો હતી... વેદોમાં મન્યૂ એટલે બાળકનો ગુસ્સો કહેલ છે... દ્રૌપદી યુધિષ્ઠિર ને કતુવચન માં શું તમારા માં મન્યું નથી? એવા સવાલ પૂછે છે... ચર્ચા અલગ ઓછી અહી...


યજુર્વેદ ના  સોળમા અધ્યાયને શતશિર્શ રુદ્ર શમન હોમ પણ ખે છે.


શુક્લ યજુર્વેદ સંહિતાના મંત્રોમાંથી જ રુદ્રાષ્ટધ્યાયી બને છે. આપણી પરંપરામાં. કર્મકાંડ અને ઉપાસનામાં આ રાષ્ટ્રધ્યાયીનો અપરંપાર મહિમા છે.


રુદ્રાષ્ટધ્યાયીના પ્રથમ અધ્યાયમાં શિવસંકલ્પસૂક્ત છે.


દ્વિતીય અધ્યાયમાં પુરુષસૂક્ત છે.


તૃતીય અધ્યાય અપ્રતિરથ-સૂક્ત છે.


ચતુર્થ અધ્યાયમાં સપ્તદશ મંત્રો છે, જે મૈત્રસૂક્ત તરીકે પ્રસિદ્ધ છે.

રુદ્રાધ્યાયીના પાંચમા અધ્યાય તરીકે પ્રસ્તુત શત રુદ્રિય છે.

આ શતરુદ્રીય સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે.


'રુદ્રષ્ટાધ્યાયી'નો ષષ્ઠમ અધ્યાય ‘મહચ્છિ૨' તરીકે ઓળખાય છે. સુપ્રસિદ્ધ મહામૃત્યુંજય મંત્ર આ અધ્યાયમાં છે.


સપ્તમ અધ્યાયને “જટા' કહેવામાં આવે છે. ક્યાંક ક્યાંક સામવેદ માં પણ જટા પાઠ નો મહિમા છે જ... આ અધ્યાયના અમુક મંત્રો દ્વારા અત્યેષ્ટિ-ઠિયામાં ચિતાહોમમાં આહુતિઓ આપવામાં આવે છે, તેથી કેટલાક વિદ્વાનો અભિષેકમાં તે મંત્રોનો વિનિયોગ કરતા નથી.


'રુદ્રાષ્ટધ્યાયી'નો અષ્ટમ અર્થાત્ અંતિમ અધ્યાય ‘ચમકાધ્યાય' કહેવાય છે. આ અધ્યાયમાં કુલ ૨૯ મંત્રો છે. પ્રત્યેક મંત્રમાં ‘ચ'કાર અને ‘મે’નું બાહુલ્ય હોવાથી આ અધ્યાયને ચમકાધ્યાય કહેવામાં આવે છે.


આ અષ્ટમ ‘ચમકાધ્યાય'ના ઋષિ દેવ' સ્વયં છે અને દેવતા અગ્નિ છે. તેથી આ અધ્યાયને ‘અગ્નિદૈવત્ય' અથવા યજ્ઞદૈવત્ય’ માનવામાં આવે છે. આ અધ્યાયના


પ્રત્યેક મંત્રના અંતમાં "યજ્ઞેન કલ્પતામ" આ પદસમૂહ આવે છે.


'રુદ્રાષ્ટાધ્યાયી'ના ઉપસંહારમાં ‘ઋચમ વાચં  પ્રપદ્ય


ઈત્યાદિ ચોવીશ મંત્રો શાંતિ-અધ્યાયના રૂપમાં પ્રયુક્ત થાય છે  અને સ્વસ્તિપ્રાર્થના તરીકે પ્રયુક્ત થાય છે.


વિદ્વાનોની પરંપરા પ્રમાણે રુદ્રાષ્ટાધ્યાયી પંચમાધ્યાય-રુદ્રાધ્યાય અર્થાત્ ‘શતરુદ્રીય'નાં એકાદશ આવર્તન અને શેષ સાત અધ્યાયોના એક આવર્તનથી અભિષેક થાય તો એક ‘રુદ્ર’ કે ‘રુદ્રી' કહેવામાં આવે છે. આને જ ‘એકાદશિની' પણ કહેવામાં. આવે છે. એકાદશ રુદ્રીથી એક લઘુરુદ્ર અને એકાદશ લઘુરુદ્રથી એક મહારુદ્ર અને એકાદશ મહારુદ્રથી એક અતિરુદ્રનું અનુષ્ઠાન થાય છે. આ સર્વનાં અભિષેકાત્મક,.પાઠત્મક અને હોમાત્મક, એમ ત્રિવિધ વિધાન મળે છે.


આમ, રુદ્રાષ્ટધ્યાયી ખૂબ મૂલ્યવાન છે. પરંતુ તેમાં પણ શતરુદ્રીયનું મૂલ્ય તો અપ્રતિમ છે. મહીધર પોતાના ભાષ્યમાં ‘રુદ્ર’ શબ્દની વ્યાખ્યા ત્રણ રીતે સમજાવે છે


રુત્ = જે દુ:ખને ઓગાળી દે છે તે


રુ ગત ઔ = ગતિ મય જ્ઞાન આપનાર


રુદ્ર = રડનાર, ચીસો પાદનાર, ગર્જના કરનાર (બાળક)


હવે આપણે આપણું મૂળ તથ્ય વાતનું પકડીએ તો...


ઋ નાનો ऋ મોટો


પહેલા ઋ નાનો


ભણવા માં આવતા મૂળાક્ષર ને સમજતા 43 યર્સ થયા...


ગાયત્રી ચાલીસા ની કડી યાદ છે...


ઋષિ મુનિ યતી તપસ્વી જોગી


આરત અર્થી ચિંતિત ભોગી...


અહીં જે મંત્ર દૃષ્ટા થયા પહેલાની પળ માં વ્યક્તિ વિશેષ ની ઓળખ માટે નાના ઋ ને ભણવા માટે ના ચાર તબક્કા  છે અને તે આ મુજબ છે.... મુનિ, યતી, તપસ્વી, જોગી નાના "ઋ" થી સંબોધી શકાય...


મંત્ર દ્રષ્ટા થયા બાદ આવતો શબ્દ સંકલ્પ સૂત્ર માટે નાના ને મદદ કરવા ઊભા રહેતા મોટા ऋ ની કલ્પના સાતત્ય સભર છે....


ગૂગલ ની કી બોર્ડ ની અલ્પતા કારણે હિન્દી મોટો ऋ લખેલ છે.


યજ્ઞ ના યૂપ ની કલ્પના, પૃથ્વી તત્વ ના ચોક્કસ ક્ષેત્ર માં શૂન્ય નું પ્રમાણ યજ્ઞ યજણ યતિ, તપસ્વી, જોગી, મુનિ ને નાના ઋ ની પદવી આપે છે. ત્યાર બાદ દેવ નાગરી લીપી થી ઉપર અક્ષર ઊર્જા ચડાવા મતલબ પરમ ધિષ્ણ ઈન મેળવવા મોટો ऋ મદદ કરે છે. એનું પણ ક્ષેત્ર વેદોક્ત કથન માં છે...


ચિત્ર જુઓ



જય ગુરુદેવ દત્તાત્રેય

જય હિન્દ.  

જીગર મહેતા / જૈગીષ્ય



No comments:

Post a Comment