આતો એક પુત્રની વાત છે.
મમ્મી નથી અને તહેવાર છે.
એવું નથી કે મમ્મી સાવ નથી.
એ મમ્મી મામા ના ત્યાં છે.
અને મારો પણ એક પતિ, પિતા
તરીકેનો અલગ વહેવાર પણ છે.
દૂરના સગાંઓ ફોન નથી ઉપાડતા
નજીકના ને ફોન હું નથી કરતો.
મિત્રો ને પોસ્ટ કાર્ડ લખી
જવાબની રાહ પણ નથી જોતો.
લખેલું વંચાય છે કે નહીં
તે પણ હવે તો બેદરકારી રાખી.
માત્ર લખું છું, વિચારોથી ઉર્જાને
તેજવાનથી વેગવાન અને
અસરકારક મનોવિજ્ઞાનથી
વ્યહવાર કુશળ બનાવા મથું છું.
"મહેતા" અટક ક્યારે "મેં હતા"
કરી ગઈ તે અસમય શોધું છું.
સમય સમય ને માન છબીએ,
છબી જ હવે તો બની ગઈ
કૂટ પ્રશ્નથી પ્રશ્ન ચિહ્નનની ચિત્રફૂટે.
અનુપમ ગીત છે જ ડેડી (ફિલ્મ)નું
આયના મુજસે મેરી પહેલી સી સુરત માંગે
મેરે અપને અપને હોને કઈ નિશાની માંગે...
જીગર મહેતા / જૈગીષ્ય
No comments:
Post a Comment