હું હતો તો તું આવ્યો, હું હતો તો તું છે...
હું છું તો તું પણ છે, હું છું ને તું પણ છે...
હું નહિ હોઉં તો પણ તું હશે,
હું નથી તો તું અને કોઈક તો છે જ...
આ વાત હતી પિતા અને પુત્રની
આ વાત છે પિતા અને પૌત્રીની
આ વાત રહી પિતા અને પૌત્રી ની
આ વાત રહશે પુત્રી અને એના પિતાની
આમ તો હું ન ફરત પણ અલગ વિચાર મારફતે,
થયો અસ્વીકાર મારો નફરત કારણે દેવ મારફતે
બાકી, ફતેહ કરી સ્વર્ગથી કોણ અણગમાએ પાછું આવે?
માત્ર મિત્ર માટે ત્રિપંખીયા વ્યુહે?
કૃષ્ણ જેવું મોહક સ્મિત જાળવો
દુર્વાસા ઋષિ તૈયાર છે દરેક વાર ગુસ્સા માટે
પરંતુ જીવન જીવવા યાદ રાખો પપ્પાના શબ્દો
રામ હસ્યાં નથી અને કૃષ્ણ રડ્યા નથી
No comments:
Post a Comment