Monday 20 January 2020

સરમા

હું ખૂબ રડ્યો છું આજે. મારી ખાસમ ખાસ મિત્ર કે જે સાચેજ કંઈ વધુ નહતી સમજી પણ માત્ર મારી સામે જોતી હતી, તે તેના ભૌતિક સ્વરૂપમાં આજે નિહાળવા મને ના જ મળી. ૨૦૨૦ ની ઉત્તરાયણ બાદ મને તે નથી નીરખી શકી તે કુદરતી કર્મ મને જુગુપ્સ રીતે લખવા પ્રેરે છે. એનું ખુમારી વાળું મુખ હજી યાદ છે. એની આંખનો લાલ રંગ જે અનિમેષ પલકથી મને તાકતો હતો. તે હું હજી નથી ભુલ્યો. મને ખુબ વિષાદ થયો. એના સાથી દારો પણ ચૂપ હતા. પરંતુ તે જે જગ્યાએ એક વાર બેઠી હતી, તે ખાલી જગ્યા ને ઝાપેથી નિહાળી, બિલાડીને નમન કરતી જોઈ.
હા , મને આજે સરમા નું ધ્યાન હજી છે. આગળ પણ આવી રીતે ઘણા પશુઓ નજર સમક્ષથી ગાયબ થેનોસ ની ચલચિત્ર મુજબ થયા છે જેનો હું અકળ રહેતી દ્રષ્ટિ વિષયક કર્મથી પૃથ્વી પરનો ગજ સાક્ષી છું.
જીગર મહેતા / જૈગીષ્ય
અનામી સુતેલી શ્વાન ખોવાઈ છે

No comments:

Post a Comment