Saturday, 27 August 2022
દત્ત પ્રાવધાન

Friday, 26 August 2022
રુદ્રી માહિતી
... બ્રાહ્મણો તેમજ શિવઉપાસકો માટેનો શિવને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ પાઠ એટલે રુદ્રી.
વાયુ પુરાણ માં રડતા બાળકો ને રુદ્ર રૂપે કલ્પેલા છે...
રુદ્રી વિશે કહેવાય છે કે 'રુત દ્રાવ્યતિ રુદ્ર' એટલે કે,
ગૂઢાર્થ
ઋત યાની "ર" કાર વાળા શરીર ની આંખો ના ક્ષેત્ર ના પરિપ્રેક્ષ્ય થકી શરીર માંથી નીકળતા કચરા થી મેળવાતી મનુષ્ય ની ઉત અવસ્થા...
... રૂદ્રની આ સ્તુતી, રુદ્રીમાં મુખ્ય આઠ અઘ્યાય હોવાથી તેને અષ્ટાધ્યાયી કહે છે. આ સ્તુતીમાં રુદ્રની જે મુખ્ય આઠમુર્તિઓ છે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, ચંદ્ર, સૂર્ય અને આત્મા, તેના સ્વરૂપોનું વર્ણન છે.
રુદ્રી ની સ્થૂળ રીતે આ અધ્યાયોમાં:
- પ્રથમ અધ્યાયમાં ગણપતિની સ્તુતી છે.
- બીજા અધ્યાયમાં ભગવાન વિષ્ણુની સ્તુતી
- ત્રીજા અધ્યાયમાં ઈન્દ્રની સ્તુતી છે,
- ચોથા અધ્યાયમાં સૂર્યનારાયણની સ્તુતી છે.
- પાંચમો અધ્યાય તે હાર્દ છે તેમાં રુદ્રની સ્તુતી છે.
- છઠ્ઠા અધ્યાયમાં મૃત્યુંજયની સ્તુતી છે.
- સાતમાં અધ્યાયમાં મરૂત દેવતાની સ્તુતી છે
અને,
રુદ્રી વિશે કહેવાય છે કે રુતદ્રાવ્યતિ ઈતિ રુદ્ર' એટલે કે, રુત એટલે સમયાવધિ, તાસ..
- આઠમા અધ્યાયમાં અગ્નિ દેવતાની સ્તુતી છે. કે દુઃખ અને દુઃખનું કારણ, તેને જે દૂર કરે છે, નાશ કરે છે તે રુદ્ર છે અને આવા શિવના રુદ્ર સ્વરૂપને પ્રસન્ન કરવા માટેની સ્તુતી એ રુદ્રી...
... શિવલિંગમાં સર્વ દેવોનો સમાવેશ થઈ જતો હોય શિવલિંગ પર અભિષેક કરતા આ આઠે - આઠ અધ્યાય બોલી શકાય છે.
પંચમ અધ્યાયે કે જે આ સ્તુતીનો મુખ્ય ભાગ છે, તેમાં ૬૬ મંત્ર છે. એકથી ચાર અધ્યાય ત્યારબાદ પાંચમા અધ્યાયનું અગિયાર વખત આવર્તન અને ત્યારબાદ છથી આઠ અધ્યાયના પઠનથી એક રુદ્રી થઈ ગણાય.
મુખ્ય વસ્તુ રુદ્રના પાંચમા અધ્યાયનો અગિયાર વખત પાઠ કરવો એ હોય તેને એકાદશીની પણ કહે છે. શિવ સમક્ષ ઉચ્ચારણથી બોલવામાં આવે તેને પાઠાત્મક રુદ્રી કહે છે. આ પઠનની સાથોસાથ શિવલિંગ પર જલ કે અન્ય દ્રવ્યનો અભિષેક ચાલુ હોય તો તેને રુદ્રાભિષેક કહે છે અને આ રીત યજ્ઞ કરતા હોય તો હોમાત્મક રૂદ્રી થઈ ગણાય, બદલે તેનો આઠમાં અધ્યાય સાથે સંપુટ લેવાની પધ્ધતિને નમકમ - ચમકમ કહે છે. હવે જો પંચમ અધ્યાય ૧૨૧ વખત આવર્તન થયો હોય તો તેને લઘુરુદ્ર કહે છે.
લઘુદ્રના ૧૧ આવર્તનને મહારૂદ્ધ અને * મહારૂદ્રના ૧૧ આવર્તનને અતિદ્ર કહે છે.
* રુદ્ર ના ૧ પાઠથી બાળકોના રોગ મટે છે.
* રુદ્રના ૩ પાઠથી મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે. રુદ્રના ૫ પાઠથી ગ્રહોની નકારાત્મક અસર થતી નથી.
* રુદ્રના ૧૧ પાઠથી ધનલાભ તથા રાજકીય લાભ મળે છે.
* રુદ્રના ૩૩ પાઠથી ઈચ્છાઓ પૂર્તિ થાય છે તથા શત્રુનાશ થાય છે.
* રુદ્રના ૯૯ પાઠથી પુત્ર, પૌત્ર, ધન, ધાન્ય, ધર્મ, અર્થ તથા મોક્ષ પ્રાપ્તિ થાય છે.
રુદ્રાભિષેક એ શિવ આરાધનાની સર્વ શ્રેષ્ઠ રીત છે, કેમકે વૈદિક મંત્રોના શ્રવણ અને મંદિરની ઊર્જાથી સાધક તન્મય થઈ જતો હોય સાધકમાં શિવ તત્વનો ઉદય થાય છે.
જીગર ગૌરાંગભાઈ મહેતા
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ

hidesign

Wednesday, 24 August 2022
મુખ્ય ઉપનિષદ માહિતી

Tuesday, 23 August 2022
I, me, my self busy with smaller "i" who is actually JIGAR G

Friday, 19 August 2022
બ્રહ્મપુત્રા નદ ના ચોખા યાની ડાંગર ની માહિતી

Tuesday, 16 August 2022
सूर्य की उपासना मंत्र एवं सूर्य किरण माहिती स्त्रोत
