Friday 26 July 2019

કન્યા વિક્રય વાર્તા

કશ્મીર માં, આસામ માં દહેજ નથી હોતો ત્યાં કન્યા વિક્રય હોય છે.

મતલબ બાપની પાસે થી કન્યા દાન નહિ પણ વેચાતી લેવાની..., વહુ આવે તો સસરા ના ખોળે બેસાડવાની, હજી આસામ અરુણાચલ સિક્કિમ કે પછી પર્વતીય પ્રાંતો માં જુના રિવાજો નું છૂટું છવાયું ચલણ છે જ્યાં સાંમ રિવાજ છે ત્યાં કદાચ કે બે પુરુષ એક સ્ત્રી, બે સ્ત્રી એક પુરુષ... જેને દશરથ અથવા દ્રૌપદી જેવો પરિવાર કહી શકાય...

જુના રિતરીવાજમાના લઘુમતી કોમ વાળા માં ઓછી કન્યાઓ ને વધુ છોકરાઓ હોય ત્યાં આવું બને છે...

એકવાર દૂરદર્શન પર એક કહાની માં આવેલું વાર્તા પરથી સહેજ ...

સારાંશ

એક બાપને દીકરી પરણાવવી હતી, શરત એવી કે 4 તોલા સોનાની નથણી પહેરાવે દીકરીને તેનેજ દીકરી આપવી. ઘણા વખત પછી દૂરથી એક ભાઈએ શરત સ્વીકારી, ને તે મુજબ એના દીકરાના લગ્ન કરાવ્યા. દીકરા દીકરીના લગ્ન બાદ ધંધો સરસ ચાલ્યો તો સસરા ભાઈ એ દર વર્ષે એક તોલા વધારી નવી નથણી કારી અપાવી. યુગલને છોકરા પણ થયા. વખત જતા નથણી 10 તોલા ની થઈ...

જુના જમાના માં ઘરનું બધું કામકાજ સ્ત્રીજ કરતી, ... જુના જમાનામાં એક તોલા એટલે 11 ગ્રામ આથી

હવે પરિસ્થિતિ એવી થઈ કે 111 ગ્રામ નાના નાક પર વજન કેટલી ખમે અને સાથે કામ કરવાનું...

જ્યારે તમે નાક કાન વીંધવો ને રોજ કૈક પહેરો તો લાંબે ગાળે કાણું મોટું થઈ જાય...

નાક નું કાણું ખૂબ મોટું થઈ ગયું. અને નાકને ચીરી નાખી નથણી પડી ગઈ અને એ પણ એનાજ છોકરા જે તોફાન કરતા હતા એને મારવા જતા... ત્યારે તેણે તેના બાપને ખૂબ સંભળાવ્યું... જો તેણે 4 તોલા સોના ની જીદ ના રાખી હોત તો તે કદાચ વધૂ સુખી હોત....

જીગર મહેતા / જૈગીષ્ય

No comments:

Post a Comment