Wednesday, 12 June 2019

સાબુ સાબુન સોપ

વર્ધિત સમ્યકત્વ ના
સમીકરણના
મૂલ્ય હ્રાસ (depreciation)
ગંજી થી ખમીસ,
ખમીસ થી કોટી
ક્રમાનુસાર જ
પ્રમાણિક ઘસારા થી
શરીર થી દુર હોય છે
લોખંડી ફ્રેમ વાળા
ચશ્માં થી દેખો પણ
કાન નો સાથ ના ભૂલો
ક્યારેક મીણ પણ
અગ્નિથી દૂર
ઘસાઈ ને પાણીથી
ખલાસ થાય છે

બરતન માટે ઘસાઈએ
તો ઉજળા થવાય
સાબુ સાહેબની બુ ને
ઓછી કરે જાત ઘસાઈને

સારૂ બોલતા આવડે
અઢાર કલાક કામ કરી શકો
નવી યોજનાઓ સૂઝે
લોકો તમારી વાત માને
વિદેશ યોગ બને
હંમેશા હસતા રહો

"આ" સાબુ થી નહાવા ના ફાયદા

સમયાંતરે પ્રેમ ની પરિભાષાનો
બદલાવની જરૂરિયાત સૂચવે જ છે


સાબુ

Jigar Mehta /  Jaigishya

No comments:

Post a Comment