Wednesday 26 June 2019

પુત્રી મન: સ્પન્દન પિતાનું

એક વાર પપ્પા સાથે ડેટ પર જવું છે...

થોડા સિક્રેટ્સ 
શેર કરવા છે, 
થોડી 
કબૂલાતો કરવી છે, 
એમણે આપેલી જિંદગીના બદલામાં, 
એમને એક સાંજ ધરવી છે. 
 
બાળપણમાં જે હાથ તેડીને ખભા પર બેસાડતો, 
એ જ હાથને 
વ્હાલ કરવું છે, 
એક વાર 
પપ્પા સાથે 
ડેટ પર જવું છે...

કોલેજમાં ગમતી છોકરીથી લઈને, 
એમની જાણબહાર પીધેલી દારૂ, 
કેટલું વજન લાગતું હોય છે યાર, 
એક નહિ કીધેલા સિક્રેટનું.

કેન્ડલ લાઈટ ડિનર પર લઈ જઈને, 
પપ્પાને એક ગુલાબ આપવું છે. 
આટલું વિશાળ હ્રદય સાચવીને, 
ચૂપચાપ બેઠેલી છાતીનું મારે ક્ષેત્રફળ માપવું છે.

એમણે મમ્મીને પ્રેમ કર્યો છે, 
એમનું નામ ઓસ્કાર માટે નોમીનેટ કરવું છે. 
એક વાર 
પપ્પા સાથે 
ડેટ પર જવું છે....

થોડો ટાઈમ કાઢીને મારે, 
એમના જીવતરમાં રહેલા અભાવ ગણવા છે.

અજવાળામાં જઈને, 
એમના શરીર પર થયેલા એક એક ઘાવ ગણવા છે...

કાયમ સાથે રહેવા માટે, 
ગીતા પર હાથ રાખીને એમને પ્રપોઝ કરવા છે.

ખાબોચિયા જેવી જાત લઈને મારી અંદર, 
મારે સમંદર જેવા પપ્પાને ભરવા છે.

હાથ પકડીને, 
આંખોમાં આંખો નાખીને 
એકવાર 
‘આઈ લવ યુ’ કહેવું છે,

એક વાર 
પપ્પા સાથે 
ડેટ પર જવું છે...!!

મારા તો પપ્પા દિવંગત થયા પણ
મમ્મી સાથેની તેમની પૌત્રી ની રમતની યાદોમાં
શબ્દ ની માયાજાળ
"પી તે પી"  મુક્ત મને
અંદનું ઈંદ, હા અંદનું ઈંદ
બતાવતા ગયા...

પણ હવે એ
પપ્પા નથી જીવનમાં
દિવંગત છે

અનુસરણ
પણ નથી મારું જ
એમના જેવું

ચસ્કો દૂર છે
ચડ્સ પણ નથી
યાદો ઘણી છે

ફિલ્મ જેવીકે
"બિસ સાલ બાદ" હેં?
હા નથી એવું

પણ ક્ષમતા,
દીકરી ની સમજ
ઊંચી જ જોઈ.

બેખબર જગતમાં મારી દીકરી
મજબૂત બની એવી ઠસોઠસ
નાઝુક હાથે કામ કરીને
રડીને પણ હાજરી ન બતાવી
મસ્ત માત્ર ટગર ટગર જોતી
ખુદની નિર્ણય શકિત થી
મૃગનયની ની ઝલક બતાવી
ખૂબ સારી ભણતરની
કેળવણી એ રહી...

Jigar Mehta / Jaigishya

No comments:

Post a Comment