ઉપનિષદ : શબ્દ સમજ

ઉપનિષદ

યોગિક રીતે

ઉપ એટલે પાસે, નિ એટલે સંનિષ્ઠ, સદ એટલે બેસવું

કઠોપનિષદ માં જગદગુરુ શંકરાચાર્ય થકી નો અર્થ…

सदेह धातोविशरण गत्या वसादनार्थस्योपनिपूर्वस्य कविप प्रत्ययान्तस्य रूपमुपनिशदिति।

ઉપસર્ગ વાળા કે જે ગતિ થકી વિનાશક હોઈ શકે તેને બેસાડવું अथवा યોગ્ય માર્ગદર્શન થી શિથિલ  (અવસાદન) કરવું

ઉપ એટલે વ્યવધાન રહિત, નિ એટલે સંપૂર્ણ, સદ એટલે જ્ઞાન.

જાતને પરમ તત્વની પાસે પહોંચાડી બેસી જવું, વિરામ લેવો… અથવા ચોક્કસ પ્રશાખાનું સંપૂર્ણ જ્ઞાન લાઇ, સર્વજ્ઞ થઈ બેસવું કે બેસી ને બીજાને દોરવું…

પોલદોયસન મુજબ ઉપનિષદ એટલે ગૂઢ વિદ્યા

ઇ સેનારત મુજબ knowledge

M r bodas મુજબ ઉપનિષદ એટલે sitting down near the sacrificial fire

J W hayer કહે છે mystrious wisdom obtain by tapas and meditation

મારા મત મુજબ જોઉં તો માતૃકા ને સંધી વિગ્રહ થકી…

“ઉપ” એટલે પંચ મહાભૂત શરીર નો નાનો રક્ષક

“નિ” એટલે જે અમારી ઈચ્છા (સંસ્કાર) થી પ્રેરિત હોય

“ષ” કે જે ક્યારેય જ્ઞાન વગર ના હોય

તેવા માંથી “દ” મતલબ બ્રહ્મા નો આપેલો પ્રથમાક્ષર કે જેને દેવ, દૈત્ય, દાનવ સાથે સંલગ્ન કરી પરજોતપતિ થકી નવા અમારા સંસ્કરણ ને અનુરૂપ, સંસ્કૃતિય ગુણો વાળા ના વિવર્ધનાર્થે બાળક રૂપે કલ્પવું…ગુણ સિંચન બાળક માં કરવું કરાવવું….

જય ગુરુદેવ દત્તાત્રેય

જીગર મહેતા / જૈગીષ્ય