GSEB ની પરીક્ષા માં 1000/- ₹ નો એક ટકો%

એક શાળા હતી, નામ નથી લખવું, પણ વાત 1990 થી 1995 સુધીની છે, અને તેમાં વિદ્યાર્થી ઓના ભણતરની ચકાસણી માટે બે વર્ગ ભેગા કરવા ની વિચારણા કરેલી કે જેથી કોણ વધુ સફળ હોશિયાર છે તે શાળાની અંદરની પરીક્ષાથી સાહેબને માલુમ થાય. અને જ્યાં બે વર્ગખંડ ના 30 – 30  બાળકો હતા તેના એકજ ખંડ માં 60 કર્યા.
બહુ વધારે ડીપ માં નથી લખતો … પણ ત્યાં બોર્ડ એક્ઝામ ની કોમ્પિટિશન માં માર્ક લાવવાની મહેનતની સખત રીતે વધતા, શિક્ષકોને સારું ભણાવવાની ફરજિયાત ફરજ પડી. સાચે જ સારું ભણાવ્યું…
આલાગ્રાન્ડ કહી જ શકાય…
અપૂર્વ, કવિતા, અલ્પેશ જ્યાં 85 થી 90% માટેની મહેનત થી જોવાતા હતા ત્યાં કશ્યપ, પ્રણવ જેવા 95% ઉપરની અપેક્ષા થી જોવાતા હતા…
પ્રિન્સીપાલની ચિંતા શાળાના 100% પરિણામ ની હતી.
અને
પરિણામ આવ્યું જ, શાળાના 100% બાળકો પાસ.
પ્રિન્સીપાલ અને શિક્ષકો ખુશ, ખૂબ જ ખુશ…
પણ ગુસપુસ બાળકોમાં જોઈ…
યાર મારા 98% આવ્યા અને મારા પપ્પાને મારા ટકાની કિંમત 204/-₹ રૂપિયે 1%…
કેમકે તેના પિતા એ શાળા અને પ્રાઇવેટ ટ્યૂશન ની ફી ત્યારના સમયે 20000/-₹ ચૂકવી હતી….
કેવી જોરદાર વાત!!!!!
સૌ ખુશ થયા. પણ વખત જતો હતો અને 1000 રૂપિયા નો 1% જેવી કિંમત ચૂકવાતી થઈ. આજે શાળા અને ખાનગી ટ્યૂશન ભેગા મળી 90000/-₹ થતા હોય છે બોર્ડ ની પરીક્ષા માટે થઈને….
“ખાનગી કલાસ અને ટ્યૂશન ના સાહેબોએ જે રીતે ભણાવ્યું તે કાબિલે તારીફ હતું”
વિચારો મિત્રો…
સમજીને પોતાની શાળા ને વંદન કરો…
સરકાર ટ્યૂશન બંધ કરવાની વાત વિચારે છે, નિયમો પણ ઘડે છે પણ તોય ખાળે ડૂચા અને દરવાજા ઉઘાડા જેવી સ્થિતિ છે અને ચોકકસ ફિસ નિયમન નથી કરતી… ખાનગી ટ્યૂશન બાળકો માટે તે સરાહનીય નથીજ…
દરેક ટ્યૂશન વાળાની ફિસ અલગ હોય છે અને તે પણ હજારોમાં મતલબ પાંચ આંકડામાં…
આજની તારીખમાં જોઇએ તો શાળાની સરકારી નિયમન વાળી 26000/- ₹ ફિસ ની સાથે ટયુશન ફિસ 55000/-₹ થી 60000/-₹….
આથી કુલ ફિસ 85000/-₹ અને બીજો પુસ્તકો, ચોપડા, અસાઈનમેન્ટ વગેરે માટે 5000/-₹ આથી 90000/-₹ સહેજે પહોંચે છે
આથી જો બાળકના ત્યારે 90% પણ આવે તો પણ એમજ કહેવાય કે 1000/-₹ નો એક ટકો…
જાગો મિત્રો,
સંવત 2076 ના ફાગણ મહિનામાં bjp ના જ મહેસુલી મંત્રી નિતીનભાઈને કે જે S Y Bcom વાળા છે તેવા મહેસૂલી મંત્રીને સમાન્ય સમજ નહિ હોય???
મોંઘવારી બાબતની????
હું તો કહુંજ છું …
જય હિન્દ
જય ગુરુદેવ દત્તાત્રેય
જીગર મહેતા / જૈગીષ્ય
ગુરુકુળ રોડ મેમનગર ખાતે BSNL ના વાયર ની અંડર ગ્રાઉન્ડ સેફ્ટી નું લોખંડ નું ઢાંકણું… નેનો ઓપ્ટિલ ફાઈબર ના જમાના માં પણ મજબૂત ઢાંકણુ