Friday, 20 March 2020

ગળથુથી

ગળથુથી

વાચક વર્ગ માટે કદાચ નવીન શબ્દ હોઈ શકે.

પણ ઘણા જુના ઘરડાં લોકોને વાત સુધ્ધા ખબર હોઇ શકે.

બાળક જન્મે ત્યારે માં અથવા પિતા માંથી કોઈ એક પરિવાર જન તરફથી આ ક્રિયા થતી હોય છે.

સામાન્ય રીતે રાજ બાળકની પર આ નાની અમથી વાત વિશેષ ભારથી વજન વાળી વાતે જોવાય છે.

જેમાં સામાન્ય રીતે તાજા જન્મેલ બાળક ને અઠવાડિયા બાદ અથવા તરતજ બાળકને મધ ચટાડવાનું હોય છે.

તાંત્રિક વિધિ માં અથવા ચોક્કસ પ્રયોજન રૂપે અવતરનાર બાળકને અથવા ઉપયોગમાં લીધેલા બાળકને જે તે તાંત્રિક પોતાની એકી સાથે મધ આપે છે જેને લોકો ગળથુથી શબ્દથી ઓળખે છે.

સભ્ય સમાજ માં આ વાત સમ્માનય રીતે જ આલેખાઈ છે. પણ જુના રાજ કારણ માં વિવિધ હેતુ સભર બાળકને ગોપનીય રીતે બચાવવા, બીજા કોઈ શત્રુ રાજ્યના તાંત્રિક ક્રિયાથી બચવા બચાવવા આ નાનપણ મા થયેલી નાની અમથી વાત બાળકના યુવા સમય સુધી મદદ ગાર સાબિત થતી હોય છે. 

આ વાત મુખ્યત્વે વાસ સાથે સંકળાયેલ છે...

વધારે નથી કહેતો પણ નાનપણ મા રાક્ષસો ની વાત માં સ્લોગન આવતું હતું...જેમાં રાક્ષસ કહેતો હોય છે કે " માણસ ગંધાય, માણસ ખાઉં"

હવે જો બાળકની વાસ જ ભિન્ન હોય તો બાળકનું મૂળ સ્થાયી રૂપ દ્રષ્ટિ ગોચર બની જ ના શકે.

(શબ્દ ભેદ સમજવો)

જય ગુરુદેવ દત્તાત્રેય

જય હિન્દ

જીગર મહેતા / જૈગીષ્ય

No comments:

Post a Comment