Wednesday 18 March 2020

સંબંધ નું વર્તુળ

વર્તુળોમાં નું વર્તુળમાનું નાનું વર્તુળ બીજી રીતે  ભૂમિતિની ભાષામાં વેન આકૃતિઓ…
તમારા જુના નવા સંબંધોનું તોલમાપન શોધી આપે છે.
તમારી નૈસર્ગીક પ્રતિભાની ખીલેલી બુદ્ધિ નો માપદંડ બતાવી આપે છે..
આપણે સામાન્ય રીતે A U B U C કરીયે છે જયારે વાસ્તવિક જીવન માં છેદ જ જોવાયા છે.
યોગ ગમે તેવાનું પણ સંકલન કરે.
છેદ માત્ર પસંદગીના લોકોજ રાખે.
જો તમારી આત્મ સૂઝ હોય તો અને તોજ તમે બીજા પ્રતિભા શાળી ગણ ના સભ્ય બની શકો અથવા કોઈ તમને સામેથી સભ્ય બનાવે.
આપણે ભલે કાંઈ પણ કહીયે, જાત ના વખાણ કરીયે, પણ લોકો નું મગજ આપણી પોતાની ક્રિયા પ્રક્રિયા જોતું હોય છે અને તેથીજ સભ્ય સમાજ ના ન કહેલા પણ સદા રહેનારા માપદંડો માં લોકોની વાણી આપણને સારા કે ખરાબ ચીતરે છે.
ગોચર અગોચર વિશ્વ સદા આવકારતું રહે.
અભ્યર્થના…
જય હિન્દ
જય ગુરુદેવ દત્તાત્રેય
જીગર મહેતા / જૈગીષ્ય

No comments:

Post a Comment