મોતીચરો દેવ, મોટીઝરો ટાઇફોઇડ અને ચરોતર ના કણબી પટેલ
આદિવાસી ના મોતીચરો દેવ
વારતા : આદિવાસી કંઠીય ગાથાઓ
ધાર્મિક, સામાજિક અને.સાહિત્યિક સંદર્ભે
ઉત્તર ગુજરાતના આદિવાસી લોકવિદ્યાના સંશોધક-સંપાદક તરીકે ડાં. ભગવાનદાસ પટેલનું કોઈ મહત્ત્વપૂર્ણ અને સમાચિહ્ન છે, અરવલ્લીની ગિરિમાળાઓમાં વસતા ડુંગરી ભીલોના કંઠસ્થ પરંપરાના સાહિત્યને ધાર્મિક, સામાજિક અને નૃવંશશાસ્ત્રના અભ્યાસની દષ્ટિએ ડૉ. ભગવાનદાસ પટેલે ઘણું બધું શોધ કાર્ય કર્યું છે. એમના આ શોધ કાર્યની શૃંખલા અવિરતપણે વહેતી રહી છે. આ શૃંખલાના મણકારૂપ તાજેતરમાં પ્રકાશિત થયેલી “મોતીચરાની વારતા'ને ધાર્મિક,
સામાજિક અને સાહિત્યિક સંદર્ભથી તપાસવાનો અહીં ઉપક્રમ રાખ્યો છે,
અરવલ્લીની ગિરિમાળાઓમાં વસતા ડુંગરી ભીલોના જીવનચક્રમાંથી તેમનો સાંસ્કૃતિક, ધાર્મિક અને સામાજિક જીવનસંદર્ભ સહજપણે પ્રગટ થાય છે, ડુંગરી ભીલ આદિવાસીઓમાં જયારે શારીરિક બીમારી નાવે છે ત્યારે પણ કેટલાક દેવ-દેવીઓની ઉપાસના અને અનુષ્ઠાન કરવાના ધાર્મિક સંસ્કારો જોવા મળે છે. આવા દેવ-દેવતાઓને રીઝવવાથી શરીરની બીમારી દૂર થાય છે એવો ધાર્મિક ખ્યાલ તેમાં રહેલો છે.
'મોતીચરાની વારતા” એ આવા જ એક મોતીચરા દેવને રીઝવવા માટે ગવાતી લોકવારતા લોકાખ્યાન છે. આદિવાસી લોકપરંપરામાં ચોખા અને મેલા દેવનાં અનુષ્ઠાનો પ્રચલિત છે. ચોખાં અનુષ્ઠાનોમાં ધૂળાનો પાટ, મોતીચરા દેવ વગેરેનાં ધાર્મિક અનુષ્ઠાનો જોવા મળે છે તો મેલા દેવમાં કોબરિયા ઠાકોરની ઉપાસના થાય છે. આવાં ઉમય / ઉભય ધાર્મિક અનુષ્ઠાનોમાં ધાર્મિક શ્રદ્ધાનો ભાવ રહેલો છે. સાથે સાથે સમાજના નીતિનિયમોનું પોષણ સંવર્ધન થતું રહે છે.
‘મોતીચરો દેવ' એ ડુંગરી ભીલોનો ચોખ્ખો દેવ છે. તેને દૂધ ચડાવવામાં આવે છે. આથી તેને દૂધિયો વીર પણ કહેવામાં આવે છે.
જેના માથે મોતીચરો દેવ ઊતર્યો હોય એવા મોપાના ખોલરામાં આ દેવની સ્થાપના કરવામાં આવે છે. જે વ્યક્તિને શરીરમાં અને બહાર મોની જેવા સફેદ ફોલ્લા થયા હોય તેના શરીરમાં મોતીચરો દેવ પધાર્યો છે એમ માનવામાં આવે છે. આ દેવના પ્રભાવથી મુક્ત થવા માટે વૈશાખ માસમાં આ પ્રજા તેનું નૈવેધ કરે છે. આ દેવને ચૂરમું, શ્રીફળ, દૂધ અને ચાંદીનું પગલું ચડાવવામાં આવે છે. તે વખતે આગળના દિવસે સાધ દ્વારા તંબૂર પર ‘મોતીચરાની વારતા” ગાવામાં આવે છે, “મોતીચરાની વારતા" ને પદ્ય રૂપે તંબૂર પર ભજનના ઢાળમાં ગવાતી પદ્ય વારતા છે.
આ વારતા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકા, બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા અને રાજસ્થાન જિલ્લાના કોટડા તાલુકાના ભીલ આદિવાસી વિસ્તારોમાં ગાવામાં મોતીચરાની વારતા'ના આરંભે સંશોધકે ભૂમિકામાં ભીલ આદિવાસીઓની સામાજિક, ધાર્મિક અને લોકવિદ્યાનાં વિભિન્ન પાસાંઓને તપાસતાં ત્રણ બાબતોને વિગતે નિર્દેશ છે,
(૧) ભીલ આદિવાસી સમાજ ની તલસ્પર્શી અને અભ્યાસમૂલક વિચારણા રજૂ કરી છે.
(૨) ભીલ આદિવાસીઓની ધાર્મિકતાને દૃષ્ટિ સમક્ષ રાખીને પૂર્વકાલીન અને સમ કાલીન દેવી-દેવતાનો વિગતે પરિચય મૂક્યો છે.
(૩) ભીલ આદિવાસી લોકવિદ્યાનું સ્વરૂપ અને વિષયની દૃષ્ટિએ વર્ગીકરણ કરીને ઉદાહરણથી સમજાવ્યું છે,
“મોતીચરાની વારતા'ના આરંભમાં પુરા કથા રૂપે આ બ્રાહ્માડમાં થયેલા વ્યાપકે જળપ્રલયનો નિર્દેશ થયો છે.
જેમકે,
તરણ નતા અગાસ હા.... તૈયાં.... રા... ઝી....હો........
સાંદો નતા સુરઝ હા.... નૈયાં..... રા... ઝી....હો...ઝી...
પોણી નતા પવના હા.... નૈયાં....રા.......હો... ઝી...
ડરા નતા ડુંગરા હા.... નૈયાં... રા...ઝી....હો.. ઝી....
એતો તત્કાર હા....નૈયાં....રા.... ઝી...હો.. જી..
ઓતો ઝળકાર હા... નૈયાં... રા... ઝી...હો...ઝી...
હાતમેં પાતાળ હા ... નૈયાં... રા... ઝી...હો...ઝી...
ઝળુ કાર મા રમતા મા... નૈયાં.... રા. ઝી....હો....જી...
...રે પહેલા ભગવાનને એકવાર કશુંક નવું કરવાનો વિચાર આવે છે, તેર મા પાતાળે સૂતેલા ભગવાન સોનાના સિંહાસન પર બિરાજે છે, મા ગાવાને બાર વરસ સુધી જળમાં સૂવાનો નિયમ લીધો. નિદ્રાધીન ભગવાનની નાભિમાંથી કમળ દાંડી પ્રગટે છે ને
દાંડી સાતમા પાતાળ સુધી વિકસે છે, ભગવાને લીધેલા નિયમ પ્રમાણે બાર વર્ષ પૂરાં થવા આવ્યાં છે તેરમું વર્ષ શરૂ થયું છે. ભગવાન તપ પૂર્ણ કરીને જુએ છે. દેહ પર જમણો હાથ ફેરવે છે, હાથ માં કમળ દાંડીના સ્પર્શ થાય છે, મા ગાવાન દાંડીને નેરમાં પાનાળામાં રોપીને દાંડીએ. દાંડીએ ચડી સાનમાં પાનાળો આવે છે, ખરાબ ર વચ્ચે દાંડી પર મૌનાવીને નેક પગ ૫. ઊભા રહે છે, ભગવાન આજુબાજુ જોઈને જમણા પગની એડી દબાવે છે ત્યાંતો દાંડીમાંથી કમળ પ્રગટે છે. તે સમયે ચાંદો, સૂરજ, તારામંડળ, દેવ-દેવીઓ ન હતાં. ભગવાન એકલા જ હતા. તે દિવસે આ સૃષ્ટિમાં ભગવાને પ્રથમવાર કમળનું ફૂલ
પેદા કર્યું. ભગવાને કમળના ફૂલનું સિંહાસન બનાવ્યું. તેના પર બેસે છે......
વાર્તા આગળ વધે છે... પણ અહીં શબ્દ સમજ મુખ્યત્વે "મોતીચરા" અને "દૂધીયોવીર" માટે ની છે...
સામાન્ય સમજણ મુજબ મોતી છીપલા મા થાય છે અને ગુજરાત માં એક કહેવત છે... "આંખ છીપ મોતી ઠરે"
મોતીચરા ની સંધિ...
મોતી + ચર + અ
અં ઉત ઈ ચર
આ સ્વારૂપના મોતી નું ચર બિંદુ 'અ" કાર થી પકડી ચોક્કસ ગુણ પ્રવર્ધન કરાવવાની વાત તે જ મોતીચર દેવ....
....
મોતીઝરો એટલે ટાઇફોઇડ
ગુજરાતી ગામઠી ભાષી શબ્દ, ખાસ કરીને મેડિકલ ક્ષેત્રે લોકો એને ટાઇફોઇડ થી ઓળખે છે. જેને મોતીઝરો થયો હોય તે ખાઈ નથી શકતો, તાવ લાગે, અશક્તિ અનુભવે, પથારી માંથી ઉભા થવાની ઈચ્છા ન થાય... વગેરે....
પેટ માં ચોક્કસ ગરમી થી નિષ્પન્ન મોતી ની રચના તમારા સમગ્ર દેહ માં ગરમી તે નાના વિષાણુ થઈ પ્રસારાવતી હોવાથી શારીરિક તકમાં (તાવ નો સંસ્કૃત શબ્દ) ને પિછાણ થતી રહી ઓસડ અપાય અને તે પણ ચોક્કસ માત્રા માં તે થકી તે દાણા અથવા મોતી નું નેસ્ત નાબૂદ થવાની ક્રિયા થાય તેને મોતીઝરો થકી પંકાવવામાં આવતી રીત કહે છે.
જઠર માં મોટી ના દાણા જેવી રચના થતી હોય છે જે થકી હરોળ માં દેખાતા આવા દાણા ને કારણે તેને મોતીઝરો કહેવાય કે જે દરમ્યાનની દવા કે ઓસડ થકી તે મોતીનીકળી જાય અને જઠર ચોખ્ખી થાય તો તાવ પણ નીકળે અને પાચન શક્તિ વધવાથી જમવાનું પણ જમાય...
ચરોતર ના કણ બી પટેલ
ગુજરાત નો આ પ્રદેશ ખૂબ મોટો છે અને તમાકુ માટે જગવિખ્યાત છે...
"ચરોતર ના પટેલ" આ શબ્દ પટેલ લોકો માટે વપરાય છે અને ખાસ કરીને તેમાં એક ભાતીગળ સમાજ ના ચોક્કસ સંપ્રદાય ને કણબી પટેલ કહેવાય છે અને આખું સામાજિક શબ્દ કંઈક આવો હોય છે...
ચરોતર ના કણબી પટેલ...
કણબી મતલબ જે જીવિત સૂક્ષ્મ સજીવ કણ "અ" કાર દેવ રૂપ છે તેનું "બ" સ્વરૂપ માં ફેરવવાનું થતું વિશિષ્ટ ક્રિયા પ્રક્રિયા એ પણ જમીન ના ક્ષેત્ર થકી, તે જ વૈદિક અને વેદ નું વેધક જ્ઞાન...
તમાકુ ની વિશિષ્ટ જાત થકી ચોક્કસ માત્રીય નિકોટીન મેળવી ચોક્કસ ગુણ પ્રવર્ધન ને પોતાના તાબા માં રાખી મોતીઝરો શારીરિક ગરમી થી ઉભો કરી, દવા કરી ઓસડીયા ની માત્રા નિયત કરી તેને દેવ માં ખપાવવા ભુવા શબ્દ નો પણ ઉપયોગ કરાય છે અને એ પણ વિવિધ ક્ષેત્રો માં કે જ્યાં લોકો વધુ ભણેલ ન હોય ત્યાં .. તેને મોતીચરો દેવ કહેવાય છે...
એવું નથી કે મોતી જેવી જ રચના હોય, તે તલ, મસો, બળેલો કોઈ શારીરિક ભાગ નો અંશ, વગેરે હોઈ શકે છે... મારે પગ માં તલ હતો ગાયબ થયો અને મારી દીકરી ના પગમાં આવેલ છે... એ કોઈ આનુવંશિક લક્ષણ નથી જ... પણ માનવીય સમઝ થી પરે ની આ ખાનગી વાત આજના લેખ મા ટાંકી છે....
જ્યાં વીદેશીઓ એલિયન, UFO જેવા શબ્દો વાપરે ત્યાં આદિવાસી આને દેવ દેવી નો કોપ મનથી માને અને ડોરા ધાગા કરે કરાવે... કેમકે ગરીબ નો બેલી દેવ...
શ્રદ્ધા અને વિશ્વાસ જ્યાં છે ત્યાં ભલભલા દાક્તરો એ તેમના ચોપડા જ્ઞાન નીચે મુકેલ છે...
સરળ વાત....
કોવિડ 19 કોરોના કાળ મા કોઈ ગાંડા ને કોરોના થયો હોય એવું ભાગ્યેજ જણાયું છે... વ્હોત્સએપ પર આવા મેસેજ હાસ્ય આપે પણ સમજણ શક્તિ નો પર્યાય ઊંચો જ છે.
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિન્દ
જીગર મહેતા / જૈગીષ્ય
No comments:
Post a Comment