Wednesday 18 November 2020

હાલરડું

હાલરડું... હે માઁ, તારા પ્રેમ માટે હું રડું છું...

મતલબ ઊંચો છે.. નાના બાળકની ન કહેલી પણ એને શબ્દ સાક્ષાત્કાર મા સાંભળી ને માઁ ની અનુભૂતિ ની એક વિનવણી છે. જે બાળક કદી કહેતું નથી પણ લોકગીતો ના શબ્દો માં છુપાયેલી મમતાની સ્નેહ ગાંઠ છે.


...હાલરડું માને ગાવા થી બાળક રડતું અટકે એવું કહેવાય છે પણ હકીકત મા તો બાળક ને અપાતી માની સ્નેહ શુભાષીશ છે...


હાલરડું ... મતલબ ... "માઁ તું ગા, નહિ તો હું રડીશ" અથવા, "હું રડું છું માટે તું ગા" ... એમ નહિ પણ "તારો અવાજ મને ગમે છે, તારી હૂંફ મને છે, એ અહેસાસ મારી પાસે રહે એ આશય થી છે"


મારી દીકરી દ્વિજા માટે મારી પત્ની વૈભવી એના અવાજમાં હવા નહતી ભરાતી તો પણ પૂર્ણ રાગ સાથે ગાવાની કોશિશ કરતી હતી તે આ હાલરડું છે...એના શબ્દો ને યાદ નહતા પણ મુખડું યાદ હતું આથી નવા શબ્દો બનાવ્યા છે...


હાલરડું :- આલ વ્હાલ ને આલા......... આ...... લા...

આલ વ્હાલને આલા
દ્વિજાને હિંચકા ઘણા વ્હાલા..આ..લા 
આલ વ્હાલને આલા
દ્વિજાને ઊંઘ મા આવે સપના સારા..આ..લા
આલ વ્હાલને આલા
દ્વિજા ના માઁ બાપ છે સારા મા સારા..આ..લા
આલ વ્હાલને આલા
દ્વિજા ના ઝાંઝર છે તરોતાઝામાઝા..આ..લા
આલ વ્હાલને આલા
દ્વિજા ને બજરીયા છે લોખંડ જેવા..આ..લા
આલ વ્હાલને આલા
દ્વિજા ના દાદા દાદી હતા માખણ જેવા..આ..લા 

જય ગુરુદેવ દત્તાત્રેય

જય હિન્દ

જીગર મહેતા / જૈગીષ્ય

અનુક્રમે દ્વિજા, વૈભવી અને હું, વાલમ જૈન દેરાસર...

No comments:

Post a Comment