Wednesday, 24 April 2024

મદારી

શિર્ષક: રીબુટ થઈ રોબોટ આઈ (Mobile AI)

પ્રાચીન મદારી ડમરુ સાથે આવતો હતો,
બીન વગાડી દોરડું ઊંચું કરી ચડતો હતો...

અર્વાચીન મદારી આવીને ઝમ ઊર લાવ્યો,
એક સાપ, નોળિયો, માંકડું અને ગરુડ લાવ્યો!

લોકો હતપ્રભ હતા જે કરતબથી તેના,
તે જ કૃત્ય સઘળાથી તે ખુબ કમાયો !!!

અતિ પ્રાચીન નવો નક્કોર મદારી લાકડી લઈ આવ્યો!?
વાત નિરાળી રહી કે, કરતબથી લોકોમાં તે ખુદ આવ્યો!!

સમજી વિશ્વ ને એક મંચ, દરેક વ્યક્તિ ના મનમાં સમાયો,
ધાતુના સિક્કા વ્હાલા કરી, કાગળથી દુર રહયો ને તો પણ ગમ્યો!!

કહેવાયું શું, એના વિશે એ વાત ભારે રહી, ભરત ખંડમાં જંબુ દ્વિપે
મદારી આવ્યો તો ખરો, પણ આવખતે નવુ DNA લાવ્યો!!!!

મદારીની કિમિયાગિરિની જ વાતે, બીજી એક નક્કર વાત સમજી લો તમે..
એ અતિ પ્રાચીન મદારીનું ઘર જૂનું છે, પણ સુનું તો નથી, એ જાણી લો તમે...

પાંચ આંગળીઓની મુષ્ટી અને પાંચ પાંખડીઓની પકડ ની વાતે
મુષ્ટિથી જ દાંડી પકડાશે અને મદારી નો હાથ પણ શોભશે !!!

ખૂશામદીન
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:

આને કલમ કરી કહેવાય
વિશ્વ પુસ્તક દિનની શુભેરછા 

જય હિંદ 


Saturday, 20 April 2024

લાકડું લોખંડ કે કાગળ

રામ અને રાવણ ના યુદ્ધ નો મુખ્ય ફેર શું??

રામ જટા બાંધીને અને રાવણ ખુલ્લા વાળ ઉપર ધાતુ ના મુગટ પહેરી યુદ્ધ કરતો હતો!!!

રામે પણ એના ભાઇ શત્રુઘ્ન થકી લવણ અસુર નો વધ મુગટ પહેરીને જ કરાવ્યો હતો!!!

મહાભારત મા લકડ રથ માં મનુષ્યના માથે ધાતુ નો મુગટ દર્શાવેલ છે જ...

બાળકોમા સાંકળ સત્તાળુમાં લાકડું કે લોખંડ ની રમત આજે પણ પ્રચલિત છે જ!!!

ઋષિ, મુનિ કાષ્ઠ દંડ પર હાથ રાખે તો લાંબે ગાળે અસમયી જગત માં નસ દબાતા હાથ બહેરો બને.. તો રાજા વેન નુ કામ સરલ રીતે પ્રતિપાદિત થાય.. જાત અનુભવ..

ખબર નથી પડતી ભ્રષ્ટ નેતાઓ કાગળ ના બનેલ રૂપિયા ને કેમ મહત્વ આપે છે???

બાકી જોક જોરદાર..
ગરમી એટલી બધી હતી કે બે થાંભલા કૂતરા માટે બાખડ્યા...

ખુશામદીન
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ 
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ

Monday, 12 February 2024

હિંદુકુશીય ઝલઝલા બાબત

Well today the whole topic is related to the linked based details here under given..




હિંદુ કુશ હિમાલય પર્વતમાળા પરના કેટલાક તથ્યો બાયોસ્ફિયર જોખમમાં: 3,500 કિમી પર્વતમાળા પરના તથ્યો કુલ 130 વૈશ્વિક નિષ્ણાતોએ હિંદુ કુશ હિમાલયને પતનની અણી પર જૈવક્ષેત્ર તરીકે જાહેર કર્યું છે, તેને બચાવવા માટે સાહસિક પગલાં અને નાણાકીય સહાયની વિનંતી કરી છે. અહીં હિંદુ કુશ હિમાલય પર્વતમાળા 3,500 કિલોમીટરથી વધુ અને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ચીન, ભારત, નેપાળ, મ્યાનમાર અને પાકિસ્તાન સહિત આઠ દેશોમાં વધુ ફેલાયેલી છે. 


હિંદુ કુશ હિમાલય એ વિશ્વના જૈવવિવિધતાના હોટસ્પોટ્સ પૈકીનું એક છે, જેમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની સમૃદ્ધ વિવિધતા છે.
આ પ્રદેશ 240 મિલિયનથી વધુ લોકોનું ઘર છે, અને 1.7 બિલિયન લોકો નદીના તટપ્રદેશમાં વસે છે, જ્યારે આ બેસિનમાં ઉગાડવામાં આવતો ખોરાક ત્રણ અબજ લોકો સુધી પહોંચે છે.
આ પ્રદેશમાં હિમનદીઓ ઓછામાં ઓછી 10 મોટી નદી પ્રણાલીઓને ખોરાક આપે છે, જે કૃષિ પ્રવૃત્તિઓ, પીવાનું પાણી અને જળવિદ્યુત ઉત્પાદન પર અસર કરે છે.

હિંદુ કુશ અને પામીર એ વિશ્વમાં સૌથી વધુ ભૂકંપની રીતે સક્રિય મધ્યવર્તી-ઊંડાણ ધરતીકંપ ક્ષેત્ર છે.
સ્વાત કોહિસ્તાનના પર્વતો વરસાદી ઉનાળાના ચોમાસાના પવનોના વિસ્તારની અંદર છે, અને મોટાભાગના પૂર્વીય હિંદુ કુશ તેમજ હિંદુ રાજ, ચોમાસાની એશિયાની અત્યંત પશ્ચિમી સીમા પર ચઢે છે.
આ પ્રદેશ વરસાદી અથવા બરફીલા ઉનાળો (જુલાઈથી સપ્ટેમ્બર સુધી) અને શુષ્ક શિયાળો અનુભવે છે. મધ્ય અને પશ્ચિમ હિંદુ કુશ, જોકે, ભૂમધ્ય આબોહવા ક્ષેત્રની સરહદ ધરાવે છે, જે ગરમ, શુષ્ક ઉનાળો અને ઠંડા શિયાળો દ્વારા વર્ગીકૃત થયેલ છે.

 *હિંદુ કુશ હિમાલય સમાચારમાં
કાઠમંડુમાં તાજેતરના જૈવવિવિધતા પરિષદમાં, 130 વૈશ્વિક નિષ્ણાતોએ હિંદુ કુશ હિમાલયને પતનની અણી પર જૈવક્ષેત્ર તરીકે જાહેર કર્યું.* 

ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (ICIMOD) એ આ ભયજનક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં આ પ્રદેશમાં પ્રકૃતિ અને વસવાટમાં થયેલા વિનાશક નુકસાનને પહોંચી વળવા બોલ્ડ પગલાં અને નાણાકીય સહાયની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ખોરાક અને પાણીની સુરક્ષા, આરોગ્ય, જૈવવિવિધતા અને આબોહવા પરિવર્તન વચ્ચેના જોડાણોની તપાસ કરવા માટે જૈવવિવિધતા અને ઇકોસિસ્ટમ સર્વિસિસ (IPBES) નેક્સસ એસેસમેન્ટ પર ઇન્ટરગવર્મેન્ટલ સાયન્સ-પોલીસી પ્લેટફોર્મની ત્રીજી લીડ ઓથર્સ મીટિંગ માટે ફેબ્રુઆરી 2024માં નિષ્ણાતોએ બોલાવ્યા હતા.

ઘોષણામાં પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે હિંદુ કુશ હિમાલય, આઠ દેશોમાં ફેલાયેલો અને 3,500 કિલોમીટરથી વધુ ફેલાયેલો છે, તે વિશ્વના 36 વૈશ્વિક જૈવવિવિધતા હોટસ્પોટ્સમાંથી ચાર, વૈશ્વિક 200 પર્યાવરણીય પ્રદેશોમાંથી બે, 575 સંરક્ષિત વિસ્તારો અને 335 મહત્વપૂર્ણ પક્ષી વિસ્તારોનું ઘર છે.

ICIMOD ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ઇઝાબેલા કોઝિલે ચેતવણી આપી હતી કે આ પ્રદેશમાં વેગવંતી કટોકટીને ઉલટાવવામાં "લગભગ મોડું થઈ ગયું છે".


ભારતના મુખ્ય ભૂસ્ખલન વિસ્તારો નીચે મુજબ છે

1. ઉત્તર-પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર - આ પ્રદેશમાં ભૂસ્ખલન આપત્તિને કારણે સૌથી વધુ નુકસાન થાય છે, તેથી તેને ઉંચાથી ખૂબ ઊંચા ભૂસ્ખલન વિસ્તાર કહેવામાં આવે છે. આ પ્રદેશમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.

2. ઉત્તર-પૂર્વીય પર્વતીય પ્રદેશ - ભારતના તમામ ઉત્તર-પૂર્વીય રાજ્યો 
 આ પ્રદેશમાં સમાવિષ્ટ છે. અહીં, વરસાદની મોસમ દરમિયાન ઉચ્ચ તીવ્રતાના ભૂસ્ખલનને કારણે જાનમાલનું વધુ નુકસાન થાય છે.

3 પશ્ચિમી ઘાટ અને નીલગિરી હિલ્સ - દ્વીપકલ્પના ભારતના પશ્ચિમ ઘાટ રાજ્યોનો દરિયાકાંઠાનો વિસ્તાર જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ રાજ્યો અને તમિલનાડુના નીલગિરી હિલ્સ વિસ્તારનો સમાવેશ થાય છે. અહીં મધ્યમથી વધુ તીવ્રતાના ભૂસ્ખલન થતા રહે છે.

4. પૂર્વી ઘાટ - કેટલીકવાર પૂર્વ ઘાટ રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય ભૂસ્ખલનની ઘટનાઓ બને છે. જે વરસાદની મોસમમાં વધુ નુકસાનકારક બને છે. ગંભીરતાના સંદર્ભમાં, તે ભારતની સૌથી નીચી છે. ભૂસ્ખલન વિસ્તાર ગણવામાં આવે છે.

5 વિંધ્યાચલ - અહીં, પ્રાચીન ટેકરીઓ અને ઉચ્ચપ્રદેશના વિસ્તારોમાં ઓછી તીવ્રતાના ભૂસ્ખલનની ઘટનાઓ બનતી રહે છે.


એવું બહાર આવ્યું છે કે 1988 થી 2022 ની વચ્ચે મિઝોરમમાં ભૂસ્ખલનની સૌથી વધુ 12,385 ઘટનાઓ નોંધાઈ છે. આ પછી, ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની 11,219, ત્રિપુરામાં 8,070, અરુણાચલ પ્રદેશમાં 7,689, જમ્મુ અને કાશ્મીરમાં 7,280, કેરળમાં 6,039 અને મણિપુરમાં 5,494, જ્યારે મહારાષ્ટ્રમાં ભૂસ્ખલનની 5,112 ઘટનાઓ નોંધાઈ છે.


લગભગ 15% ભારત ભૂસ્ખલનના જોખમો માટે સંવેદનશીલ છે. હિમાલય (ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ ભારત) અને પશ્ચિમ ઘાટ એ ઉચ્ચ સંવેદનશીલતાના બે મુખ્ય વિસ્તારો છે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ના હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC)ના અહેવાલ મુજબ, ઉત્તરાખંડના બે પહાડી જિલ્લા, રુદ્રપ્રયાગ અને ટિહરી, "દેશમાં ભૂસ્ખલનનું સૌથી વધુ જોખમ" ધરાવે છે.


સતત આગ કાઢતી ભારતીય કોલસાની ખાણ

ઝારખંડ માં આવેલા ઝરીયાની ભૂગર્ભીય કોલસા ની ખાણ કેમ સળગી રહ્યા છે? તે પેચીદો પ્રશ્ર્ન છે. ભૂગર્ભ કોલસા ક્ષેત્રની આગમાંથી આવતા ધુમાડા અને સળગતા અંગારા સાથે ઝરિયાની તે ખાણ લગભગ એક સદીથી સળગી રહી છે અને 100 હજાર લોકોના સ્વાસ્થ્યને વિસ્થાપિત અથવા જોખમમાં મૂકે છે. ઝરિયા કોલસાના ક્ષેત્રની આગ માટે પ્રખ્યાત છે...


પાકિસ્તાનના છેલ્લા દાયકામાં ઉપસી આવેલા ટાપુઓની યાદી 

બલુચિસ્તાન તટ:

અસ્ટોલા ટાપુ (હાફ્ટ તલાર તરીકે પણ ઓળખાય છે)
માલાન દ્વીપ - દરિયાકિનારે આવેલ જ્વાળામુખી માટીનો ટાપુ જે દેખાય છે, અદૃશ્ય થઈ જાય છે અને ફરીથી દેખાય છે

ઝાલઝાલા કોહ - એક નાનો ટાપુ જે 2013 માં બલૂચિસ્તાન ભૂકંપ દરમિયાન 2013 માં ગ્વાદરથી બહાર આવ્યો હતો

ચર્ના દ્વીપ તે બલુચિસ્તાનનો ભાગ છે, તે પ્રદેશોમાં આવે છે જે અરબી સમુદ્ર સાથે હબ નદીના જંકશન હેઠળ આવે છે. બલૂચિસ્તાનની સરકારે હાઈકોર્ટના નિર્દેશો પર તેને દરિયાઈ સંરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરવા માટે એક સારાંશ શરૂ કર્યો છે.

સિંધ તટ:

બાબા અને ભીટ ટાપુઓ
બુડો આઇલેન્ડ
બુક્કુર
બુંદલ ટાપુ
ક્લિફ્ટન ઓઇસ્ટર રોક્સ - નાના ટાપુઓ
ખીપ્રિયાવાલા ટાપુ
મનોરા (માનોરો તરીકે પણ ઓળખાય છે)
શમસ પીર
હોક્સબે
ધારી આઇલેન્ડ, કરાચી, સિંધ, પાકિસ્તાન
પિમો આઇલેન્ડ (ટીડો) કરાચી
ચુર્ના આઇલેન્ડ
વગેરે પણ અમૂક નિયત સમયે બહાર આવેલા છે.. જે ચિંતા નો વિષય બની શકે છે..

Special notes

These details and now a days faced matter by Indian people regarding place uttarakhand is unique ways giving odd information to our government but the government not taking seriously and gave permission to building new Home Land at mountain areas...

Natural laws are unique way performing on earth.. not only India or Pakistan but China's flood details about river while raining season is full proof of slow time movement of Natural Disaster information..

Here not mentioned earthquake details of pas 20 years but it's true that Delhi and islamabad faced so many times earthquake in their belt areas..and effect touching to Afghanistan too..

As a common man Just write details which noticed by Google reference...but now the right time is appropriate for taking care of national geographic matter..

Happy Moments
Jay Gurudev Dattatreya
Jay HIND
Jigaram Jaigishya is a jigar:
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ 

Sunday, 27 August 2023

જોડકણાં

1  
એક બિલાડી જાડી  
તેણે પહેરી સાડી  
સાડી પહેરી ફરવા ગઈ  
તળાવમાં તે તરવા ગઈ  
તળાવમાં એક મગર  
બિલ્લીને આવ્યા ચક્કર  
સાડીમાં છેડો છૂટી ગયો  
મગરના મોમાં આવી ગયો  
મગર બિલ્લી ખાઈ ગયો

2  
સામે એક ટેકરી છે  
ત્યાં વડનું ઝાડ છે  
ઠંડી મજાની હવા છે  
કાલે ત્યાં જાશું ભાઈ  
ઉજાણી પણ કરશો ભાઈ  
જમીને પાછા આવશે ભાઈ  
કેવી મજા ભાઇ કેવી મજા

3  
લાંબો લાબો મગર  
જોતા આવે ચક્કર  
પાણીમાં તે તરતો જાય  
સરરર સરરરર તરતો જાય

4  
મોતિયા મોતિયા તું તું  
રોટલો રોટલો તુ તુ  
મારો મોતિયો આવતો  
બે પગેથી ઉભો થાય  
ઝડપ રોટલો ઝડપી જાય  
ખાઈને પાછો સુઈ જાય  
આખો દિવસ ઊંઘ્યા કરે  
રાતે જાગી ચોકી કરે

5  
મોર મોર આવજે  
સાથે ઢેલ લાવજે  
મારે આંબે બેસજે  
ડાળી ડાળે ફરજે  
દાણા નાખું ચરજે  
પાણી પાવું પીજે  
થઈ નાચજે  
લોકોને નચાવજે

6  
લાલ મજાનું ટામેટું  
ગોળ ગુલાબી ટામેટું  
રસ ભરેલું ટામેટું  
ખાવ મજાનું ટામેટું

7  
દડબડ દડબડ દોડું છું  
ચણા ઘાસ ખાઉં છું  
ગાડીએ જોડાવું છું  
કાંકરીએ જાઉં છું  
બધાને ઉપયોગી થાu છું  
બોલો હું કોણ છું.... ઘોડો

8  
એક હતી શકરી  
તેને પાળી બકરી  
શકરી ગઈ ફરવા  
બકરી ગઈ ચરવા  
ફરીને આવી શકરી  
ન જોઈ એણે બકરી  
રડવા લાગી શકરી  
આવી પહોંચી બકરી

9  
કુકડે કુક કુકડે કૂક  
ખેતરે જાવું  
દાણા ખાવું  
પાણી પીવું  
ઘરરરરર કરતા ઉડી જાવ

10  
બાજરોને બંટી  
હલકી થાય ભારે થાય  
જાડો ઝીણો લોટ દળાય  
દાણા નાખ્યા ગાળા માં  
લોટ પડે તે થાળામાં  
લોટનો તો રોટલો થાય  
રોટલા ખાઈને જાડા થવાય

11  
ડુંગર ઉપર ડોશી, એને તેડાવ્યો જોશી  
ડોશી કહે ઉપર આવ, જોશી કહે નીચે આવ  
નીચે તો હું આવું નહીં, ઉપર તો હું જાવું નહીં  
એમ બંને લડી પડ્યા, ડોશીમા તો ગબડી પડ્યા

12  
ઓ વાદળી વરસ વરસ  
લાગી છે બહુ તરસ તરસ  
ફોરા પડશે ટપક ટપક  
જીલી લઈશું લપક લપક  
ખારા પાણી સાગરના  
મીઠા પાણી ગાગરના

13  
મામા નું ઘર કેટલે?  
દીવો બળે એટલે.  
દીવો મેં તો દીઠો  
મામો લાગે મીઠો  
મામી મારી ભોળી  
મીઠાઈ આપે મોળી  
મોરી મીઠાઈ ભાવે નહીં  
રમકડા કોઈ લાવે નહીં....

14  
નાની મારી ખોલી  
આવે ત્યાં ખિસકોલી  
હળવેથી તે બોલી  
કોણ કહે હું ભોળી  
આડુ અવળું જોઉં છું  
નિશાન તાકી લઉં છું  
ઝટપટ દોડી જાઉં છું  
જે મળે તે ખાઉ છું

15  
ચકા રાણા ચક્કી રાણી  
નાખુ દાણા નાખુ ધાણી  
મારે બારણે આવો  
ચપ ચપ દાણા ખાવો  
દાણા ખાવો ધાણી ખાઓ  
થોડા થોડા લેતા જાવ  
લઈને જાવ માળે  
બચુડીયા બોલાવે  
બચુડીયા ને ધાણી આપો  
ધાણી સાથે પાણી આપો  
આપી પાણી પાછા આવો  
ધાણી દાણા ખાવો  
ઝાઝા ધાણી દાણા ખાવો  
ફરરરર કરતા ઉડી જાઓ

16  
સૌ છોકરા આવો  
ચાંદાપોળી ખાઓ  
નાના આવો મોટા આવો  
સાથે ભાઈબંધોને લેતા આવો  
નાના માટે નાની પોળી  
મોટા માટે મોટી પોળી  
એક ખાવ  
બે ખાવ  
ખાવી હોય તો ચાર ખાવ  
સરસ મજાની મીઠી પોળી  
નાની મોટી ચાંદાપોળી

17  
કેવું સુંદર છે ઘડિયાળ  
ટીક ટીક ટીક ટીક ચાલે ચાલ  
રાત દિવસ કે ચાલ્યા કરે  
અટકે તો કંઈ ગમ ન પડે

18  
કાગડાભાઈ કાગડાભાઈ  
કાગડાભાઈ કાકા કાકા  
ભલે તમે પાકા આજે નહીં ફાવો  
સીધા ઘરે જાઓ .. મારી પૂરી બાકી  
જોતા બેઠા તાકી ...  
જુઓ ... આ મોમાં ગઈ ...  
આવજો કાગડાભાઈ

19  
કુતરો બેઠો ઘરની બહાર સુંદર એના શોભે વાળ  
પૂંછડી એની લટપટ, એ છે અજાણ્યાના કામ  
શેરીનો સાચો રખવાળ, કુતરો સારો દ્વારપાળ..

20  
દીવાસળીના ખોખા લીધા તેના તો મેં ડબ્બા કીધા  
પહેલું ઊભું ખોખું બનાવી દીધું એન્જીન મોટુ  
છુક છુક છુક છુક એન્જિન આગળ જાય  
ડબ્બા પાછળ દોડતા જાય  
દોડતા દોડતા આવી ભીત  
ઘડાક કરતું અથડાયું એન્જિન  
એન્જિન ભાંગી ભૂકો થાય  
ડબ્બે ડબ્બા છૂટા થાય  
ડબ્બા મટીને ખોખા થાય  
રમત રમતા બાળ પર વારી જવાય

21  
પોષ મહિનો આવ્યો  
સાથે પતંગ લાવ્યો  
ખેંચી ખેંચી ખૂબ ચઢાવ્યો  
બાળકને મનમાં બહુ ભાવ્યો  
બજરંગી પતંગ લાવ્યો  
કિન્યા બાંધી ઊંચે ચઢાવ્યો  
જો પેલો પેચ લગાવે  
છો ને લાગે એ શું કાપે  
એ કટકા દોરી છોડ  
કપાય એ અટવાય

22  
એક હતી બિલ્લી  
જાય શહેર દિલ્હી  
દિલ્હીથી જાય કાશી  
જાય બિલ્લી માસી  
કાશીથી સુરત  
આવી પહોંચે તુરત  
ત્યાંથી જાય ઘેર  
કરે લીલા લહેર

23  
એક બે ત્રણ  
હોંશે હોંશે ગણ  
ચાર અને પાંચ  
ફરી ફરી વાંચે  
છ સાત આઠ  
થયા એના પાઠ  
નવ અને દસ  
હમણાં એટલું બસ

24  
એક દો તીન ચાર  
બાળક સૌ હોશિયાર  
જો જો ગરબડ નહીં થાય  
ગીત મધુરું ચાલુ થાય..

25  
બે બળદ નું ગાડું  
ઉપરથી ઉઘાડું  
ખડબડ બોલે  
ખેતીવાડી જોડે  
ગામડાની એ મોટર  
બળદને બે જોતર

26  
મેહુલા આવજે વાદળા લાવજે  
થાજે ગુદુદુ ગુદુદુ, ઝરમર આવજે  
વીજ ચમકાવજે ગાજે ઘુદુદુ ઘૂદુદુ  
છબછબિયા કરશો ખોબલે ભરશું  
હોડી પણ એ કાઢશું હુદુદુ હુદૂદુ

27  
મગર માછલા તરતા હતા  
જીણા ફૂલડા ખરતા હતા  
ફુલડે ફુલડે મધમાખી  
ગામને પાદર ઉતર્યા બાવાજી  
બાવાજી વગાડે મોઢે શંખ  
વીંછી મારે ઝેરી ડંખ

28  
ખિસકોલી નું દુખે પેટ  
રાતે આવ્યો એનો જેઠ  
જેઠને લાગી ભારે ભૂખ  
ગાડી ચાલે ભકચુક  
ગાડીની લાંબી લંગાર  
વ્હોરો કરે ભેગો ભંગાર  
ભંગારમાં બે ડબલા  
ફઈબા લાવ ઝભલા

29  
મનુ કનુ ઝાડે ચડ્યા, ગામના કુતરા પાછળ પડ્યા  
એક કૂતરે બટકું ભર્યું, ઝાડ ઉપરથી પાંદડું કર્યું  
પાંદડા ઉપર કીડી ચઢી, માસીએ ખાધી ખાટી કઢી

30  
પતાસાની પોળમાં  
15 પગથિયા ઉતરવા  
15 પગથિયાં ચડવા  
મહિ મહા દેવના દર્શન કરવા  
દર્શન કરતાં રાત પડી  
કાલે સાલ્લે ભાત પડી  
ભાત પાસે ઓટલો  
વાળો ગંગાજીનો ચોટલો  
પાર્વતી ને જડી રીસ  
પગથિયા થયા 30

31  
એકલ ખાજા  
રૂ રમીને તાજા  
તિન તડાક  
ચોગલ મોગલ  
પંચમ ગાલું  
છબ્બે છૈયા  
સત્તક પૂતળી  
અઠાક ધણલું  
નવાબ ઠળિયો  
અને દશાક પડિયો

32  
કુતરા સામસામે ભસ્યા  
બાએ ગોપી ચંદન ઘસ્યા  
ગોપી ચંદન પીળે રંગ  
રામજી ચાલ્યો નાહવા સંઘ  
મીઠા ગંગાજળના પાન  
ચંપકલાલ ની ચાલી જાન  
જોને જાનૈયા છે ઘણા  
ફળિયામાં દીઠા મીઠા  
મીઠું લાગે ખારું  
એકવીસ પૈસા હું હારું (odd case)

33  
મહેતાજીની ઘોડી, ત્રણ પગે ખોડી  
એક પગ હાલે ચાલે, પાતાળમાંથી પાણી કાઢે  
એ પાણીનું શું કરીએ  
મા બાપના પગ ધોઈને પીએ  
આજે દિવાળી કાલે દિવાળી  
ગામના છોકરા ખાય સુંવાળી  
મેઘ મેઘ રાજા જુઓ તમે  
દિવાળીના બાજરા તાજા માજા

34  
વાદળ કરજે ગરડ ગરડ  
બીજલી ચમકે ચમક ચમક  
વરસે ફોરા ટપક ટપક  
માટીની સોડમ સરસ સરસ  
દોડ્યા અમે ઝટપટ  
પાણીમાં કરીએ છબક છબક

35  
વાતોડિયા એક અમથાભાઈ  
કહેતા બહાદુરીના કામ  
નિશાળે બેઠા સોમવારે  
રજા પડી મંગળવારે  
પાટી લાવ્યા બુધવારે  
તોડી નાખી ગુરુવારે  
પેન લાવ્યા શુક્રવારે  
તોડી નાખી શનિવારે  
અમથા રામને પડી મઝા  
રવિવારે પડી રજા...

36  
નાની સરખી ખિસકોલી બાઇ જાત્રા કરવા જાય  
સૌથી પહેલી કાશી જઈને ગંગાજીમાં નહાય  
સ્ટેશન ઉપર ટિકિટ માંગતા માસ્તર, ગભરાઈ જાય  
છુકછુક કરતી ગાડી આવી બારણાં ખુલી જાય

37  
પી પી પી પી સીટી વાગે  
છુકછુક છુકછુક ગાડી આવે  
ટિકિટ કપાવો બેસી જાઓ  
નહિતર તમે રહી જાવ  
ટન ટન ટન ટન ઘંટા વાગે  
ત્યારે સુતેલા જબકીને જાગે

38  
મારા પ્રભુજી નાના છે  
દુનિયાના તે રાજા છે  
આભે ચઢીને ઊભા છે  
સાગર જળમાં સુતા છે  
યમુના કિનારે બેઠા છે  
મીઠી બંસી બજાવે છે  
પગમાં ઝાંઝર બાંધે છે  
છનનન છનનન નાચે છે

39  
એન્જિન બોલે ભકભક  
બોલે ચક ચક  
ચાંદો ચમકે ચમક ચમક  
બાબો ચાલે ઝટપટ જટપટ

40  
તાતા તાવડી  
મામા લાવ્યા રબડી  
રબડી તો કાચી  
નાની મામી નાચી

41  
માથું એનું અંગ છે  
રેતી જેવો રંગ છે  
રેતીનું એ વાહન છે  
એનું નામ શું છે  
ઊંટ ભાઈ ઊંટ ભાઈ

42  
આવ રે વરસાદ  
ઢેબરીયો પ્રસાદ  
ઊનીઊની રોટલી  
કારેલાનું શાક

43  
વાર્તા રે વાર્તા  
ભાભા ઢોર ચારતા  
ચપટી બોર લાવતા  
છોકરા સમજાવતા  
એક છોકરો રિસાણો  
કોઠી પાછળ સંતાયો  
કોઠી પડી આડી  
છોકરાએ રાડ પાડી  
અરરર રમાડી

44  
માધવજીનું મોટું નામ  
ઘરમાં થતું મોટું ધામ  
ધામે ઘરમાં ગુમડા થયા  
બેનના સાસુ સ્વર્ગે ગયા

45  
સ્વર્ગ ની લાંબી નિસરણી  
કોઈએ માળે નવરે ચણી  
ચણતા લાગ્યા ચાર જ વાર  
મૃતક ભાઈનો આવ્યો તાર

46  
ગામમાં ન મળે રહેવા ઘર ટૂંકી વહુનો લાંબો વર  
વરણી સીમમાં ખેતર નહીં સાઠે નાસી અક્કલ ગઈ  
અક્કલ હોત તો રાજા થાત ઘોડે બેસી ફરવા જાત  
ફરતા લાગ્યો થાકોડો કોરો ભાઈનો પહેરે પગે તોડો(ઘરેણું)

47  
અલાલીયો ગલાલીયો  
ગળતો મારો વીર  
ઘોઘા માં ઘર અને પાટણમાં પીર..

48  
ગપ્પીને ઘર ગપ્પી આવ્યા, આવો ગપ્પી જી  
બાર હાથનું ચીભડું ને તેર હાથનું બીજ!!!

49  
બટકો રોટલો થીજેલું ઘી, દરિયો ધૂણે રાત ને દિ

50  
ઘોઘા ઘોઘા ઘોઘા સલામ  
નાથી બાઈના વીર સલામ  
પહેરે પટોળા ઓઢે ચીર  
ગોદડીયા અને ગોળી વાગી  
જાય ગોદડીઓ નાઠો  
ઘૂઘરી નો ધમકાર  
ટોકરી નો ટમકાર  
આગલો બંદૂકદાર  
પાછલો ચોકીદાર  
આચલા કાચલા  
તેલ દે ધુપ દે  
બાબા ને બદામ દે,  
તેરા બેટા જીતા રહે...

51  
પાંચ પાપડ કાચા કાકા  
પાંચ પાપડ પાક્કા કાકા  
પાકા પાકા રાખો કાકા  
કાચા કાચા આપો પાછા

52  
રામ નામ લાડવા  
ગોપાલ નામ ઘી  
કૃષ્ણ નામ ખાંડ ખીર  
ઘોળી ઘોળી પી.

53  
ગણગણ સાંબેલું તેલ તેલ પળી  
ઊઠ રે લાલિયા ઝૂંપડી બળી  
બળતી હોય તો બળવા દેજે  
ઠરતી હોય તો ઠરવા દેજે  
સખી રોટલો ખાવા દેજે  
આવ રે કાગડા કઢી પીવા...

54  
મીંદડી ને માળો નહીં, ઉંદરને ઉછાળો નહીં  
નાગર બચ્ચો કાળો નહીં, ગરાસિયો ગોઝારો નહીં  
કણબીની નાત બહાર નહીં, ચાટવા ને ફાળ નહીં  
ઘર જમાઈને લાજ નહીં, દીકરાને કયારેક માં નહી..

55  
સોમવારે મેં દૂધ ભર્યું ને મેળવ્યું મંગળવારે  
બુધવારે મેં છાશ કરી ને માખણ ગુરુવારે  
શુક્રવારે ચૂલે ચઢાવ્યું તાપ્યું ઝીણા તાપે  
શનિવારે ભર્યો ગાડવો, મે અને મારા બાપે  
રવિવારની રજા નિશાળે, ઘેર મજાનું ઘી  
આવરે છગન આવ રે મગન  
ઉભો ઉભો પી...

56  
એક બોરડી નો કાંટો અઢાર હાથ  
તેની ઉપર વસ્યા ત્રણ ગામ  
બે ઉજ્જડ અને એક વસે નહિ  
તેમાં આવ્યા ત્રણ કુંભાર  
બે આંધળા ને એક દેખે જ નહીં  
તેણે ઘડી ત્રણ તોલડી  
બે ફૂટેલી ને એક સાજી નહીં  
તેમાં ઓરિયા ત્રણ મગ  
બે ગાંગડું ને એક ચડે નહીં  
તેમાં નોતર્યા ત્રણ બ્રાહ્મણ  
બે ઉપવાસી અને એક જમે જ નહીં  
તેને આપી ત્રણ ગાય  
બે વાંઝણી અને એક વિયાય નહી  
તેને આવ્યા ત્રણ આખલા  
બે ગાળીયા ને એક ચાલે જ નહીં  
તેણે વાવ્યા ત્રણ ભાઠોડા  
બેઉ ખર અને એકમાં ઉગે જ નહીં  
તેમાં આવ્યા ત્રણ કળતરું  
બે આંધળા ને એક દેખે જ નહીં  
તેને આપ્યા ત્રણ રૂપિયા  
બે બોદા અને એક ચાલે જ નહીં

Dedicated to my Indira baa and Gujarati muchhaali maa Gijubhai Badheka  
These all are from the old Montessori course study chapter...

હાલરડાં અને બાળગીત થકી ની પ્રાર્થના

હાલરડું એક્ચ્યુલી શબ્દ છે કે જે બાળકો માટે મધર કે એમના લાગતા લાગતા સ્નહીજનો એમને ઊંઘ લાવવા માટે ગાતા હોય છે ...પરંતુ અહીં ભાવાર્થ નો તત્વાર્થ ઉંચો છે .. અહીં એવું કહેવા મંગાય છે કે જ્યારે મને એકલું લાગે ત્યારે મને કોકનો અવાજ જોઈએ અને આથી જ હે.. માં તું એવું કંઈક બોલ જેથી મને તારી સ્મૃતિ, મારી પાસે સતત સચેતન અવસ્થામાં રહેલી હોય એવો અણસાર થાય, નહીં તો હું રડીશ ....
અથવા તો તું ગીત ગા અને તારા અવાજથી હું નહીં રડું... પણ તારો પ્રેમ એવો છે કે જો તું નહીં ગાય તો પણ હું રડીશ માટે તું હાલ ગા અને ... શબ્દ "હાલ" એટલે ઓન ધ સ્પોટ તે સમયે..
અહીં કેટલાક હાલરડા આપેલા છે જે પ્રાચીન કે અર્વાચીન કહી શકાય..

હાલ વાલ ને હાલા ભાઈને હિંચકા બહુ વાલા વહાલા 
ભાઈ મારો ડાહ્યો પાટલે બેસી નહાયો 
આટલો ગયો ખસી ભાઈ મારો ઉઠ્યો હસી
હાલ વાલને હાલા આંગણે વવડાવું ગલકી 
ગલકી ના ફૂલ રાતા ભાઈ ના મામા નહતા 
ભાઈના મામા આવે ભાઈ માટે લાવે લાવે ઝભ્લા ટોપી
જભલે ટોપીએ નવલી ભાત 
ભાઈલો મારો પહેરે દાડો અને રાત
પેહેરી ઓઢી મેલા કર્યા 
મોસાળે ધોવા ગયા 
મોસાળ માં મામી ધુતારી 
ભાઈના કપડા લીધા ઉતારી
હાલ વાલ ને હાલા ભાઈને હિંચકા બહુ વાલા વહાલા 

2
કોને નિંદરડી ચોરી હો બેની તારી કોને નિંદરડી ચોરી
થાક્યા તાણીને દોરી હાથેથી ઝંપ્યા છે ઝાંપાના પંખી
પેલા વૈશાખના બપોરની શેરીમાં જાવું ત્યાં શીતળ છાંયડો
ઊંઘે છે ડાઘિયો અઘોરી, જોલા ખાતીતી ગાય ધોળી
પાણીડા ગઈતી હું તો પાદર અને વાડીએ
આંબાની મહેક મંજરીના ઝાડમાં ચકલા ચકોરી 
હો બેની કોણે નીંદરડી ચોરી
સૌએ સંપી તારી નિંદરડી સંતાડી રાખી 
નહીં ચિંતા થોડી 
હો બેની કોણે નીંદરડી ચોરી

3
તું સુઈ જા રે બાલુડા ભઈલા તું સુઈ જા
તું રોઈશ તો તારા માતા મુજાશે
તું રહીશ તો તારા કાકા કચવાશે
તું રહીશ તો તારા ફોઈબા ફલ થાશે
તું રોઈશ તો તારા દાદા દુભાશે
તું રહીશ તો તારા બેન બોલાવશે
તું રોઈશ તો તારા બાપુ બૂમો પાડશે
તુ સુઇ જા રે બાલુડા ભાયલા તુ સુઈ જા

4
જુલો જુલો રે મારા બાલુડા વનરાજ
ઝાડની ડાળે ઝૂલતા મારા બાલુડા વનરાજ
ઝાડની ડાળે ઝુલતા ધરા પડી સુનકાર
રાજ ગયા ને પાઠ ગયા ભારે ભીડ પડી
મોટા થઈને ઘૂમજો બેટા પાછું મેળવો રાજ 
જો રાજ મારા બાલુડા વનરાજ કેસરી જોને
કેવો કરે છે રાજ એવા થઈને ઘૂમજો બેટા 
પાછું મેળવજો રાજ
જુલો જુલો રે મારા બાલુડા વનરાજ

5
પોઢો ને વિરલા કેમ રડો ભઈલા 
ઝુલાવે બેનબા હાલરડુ ગાય
વીરા ની આંખલડી નીંદર ઘેરાય 
હાથીડા ઝૂલે છે પોપટા બોલે છે
થનગનતા મોરલા કળા કરી જાય 
વીરાની આંખલડી નીંદર ઘેરાય
ઘૂઘરીયો ઘમકે છે ખંજરીયો ખમકે છે 
ઝાંઝરીયો ઝમકે છે ખનના ખનન થાય
વીરા ની આંખલડી નીંદર ઘેરાય

લોકગીત નો પણ પર્યાય ઊંચો છે .. લોકગીત એટલે કે લોકોના શબ્દોથી લોકોના મનથી લોકોએ જે જોયેલી આજુબાજુની ઘટના હોય તેના થકી ઉપજેલા મનની અવસ્થા દ્વારા બોલાયેલા શબ્દોને સૂરમાં ઢાળી અને લાંબી વાત ને ટુંકણમાં પતાવાની એક તજવીજ

અહીં કેટલીક પ્રાર્થનાઓ પણ સાથે જોઈ લઈએ

1
અમે વંદન કરીએ તમને પ્રભુ આશિષ દેજો અમને
અમે બહાદુર બંકા થઈએ અમે કોઈથી ના ડરીએ 
અમે વંદન કરીએ તમને અમે ડાહ્યા થઈને રહીએ 
અમે સારા કામો કરીએ અમે વંદન કરીએ તમને

2
અમે તારે ખોળે રમતા બાળ
પ્રભુ કરીએ અમે તુજને પ્રણામ 
અન્ને પાણી હવા તે દિધી 
સુરજ ચંદ્ર તારલિયા દીધા 
અમે ફિકર ન કરીએ કાંઈ જરા 
પ્રભુ કરીએ અમે તુજને પ્રણામ 
પશુ-પક્ષી જીવજંતુ બનાવી 
રંગભરી દુનિયા તે સજાવી 
અમે આનંદે રહીએ મસ્તાન 
પ્રભુ કરીએ અમે તુજને પ્રણામ

3
ઓ દુનિયા રચનાર બધે વસનાર 
ભગવાન અમારા અંતરમાં વસજો પ્યારા 
જગતપતિ જગતે સુંદર રચ્યું 
રચના જોઈ મારું મન વસ્યું 
રચનામાં રચનાઓ એ ખેલ તમારા 
દેજો સહારા અંતરમાં વસજો પ્યારા
અમે પાંખ વિનાના પંખીડા 
મન ઉડે પવનસા વેગીલા 
મારે જોવા ખેલ તમારા 
દેજો સહારા અંતરમાં વસજો પ્યારા 
ઓ દુનિયાના રચનાર બધે વસનાર ભગવાન અમારા

4
પ્રભુ એક પ્રેમનું વિશ્વ બનાવ 
અલૌકિક સ્નેહની દ્રષ્ટિ સુહાવ 
પ્રેમના મંદિર 
પ્રેમની પ્રતિમા 
પ્રેમના પૂજક 
પ્રેમના પૂજન 
પ્રેમના દિપક પ્રગટાવ હે પ્રભુ એક પ્રેમ નું વિશ્વ બનાવ
પ્રેમની વીણા 
પ્રેમના સૂરો 
પ્રેમના સંગીત 
પ્રેમના પુષ્પો 
પ્રેમની ધૂન મચાવ પ્રભુ એક પ્રેમ નો વિશ્વ બનાવ
પ્રેમની સેવા 
પ્રેમની ભક્તિ 
પ્રેમના જીવન 
પ્રેમની મુક્તિ 
પ્રેમની જ્યોત જગાઓ પ્રભુ એક પ્રેમ નો વિશ્વ બનાવ

5
મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સરજન હારાં રે
પળ પળ તારા દર્શન થાય દેખે દેખનહારાં રે
નહિ પૂજારી નહિ કોઈ દેવા નહી મંદિરને તાળા રે
નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સુરજ તારા રે
વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિ ગણ ધીરા રે
મંદિરમાં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરા રે

6
ઓમ તત સત શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુતુ,
સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક સવિતા પાવક તું,
બ્રહ્મજદ તું, પર શક્તિ તું, ઈસુ પ્રતિ પ્રભુતુ,
વિષ્ણુ તું રામ તું કૃષ્ણ તું રહીમ તું તાઓ તું 
વાસુદેવ ગોવિંદ સ્વરૂપ તુ હરી પણ તું
અદિત્ય તુ, અદ્વિતીય તું, અકાળ નિર્ભય આત્મલિંગ તું 
ઓમ તત સત શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુતુ,

7
ઓ ઈશ્વર ભજીએ તને 
મોટું છે તુજ નામ 
ગુણ તારા નીત ગાઈએ 
થાય અમારા કામ
હેત લાવી હસાવ તું
સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે
તો પ્રભુ કરજો માફ
કાલાઘેલા બાળ અમે
નમીએ નમાવી શીશ
સાચી સમજણ આપજો
ઓ મોટા જગદીશ





Darkness of eyes kiki facing Big Sun

Our pure thoughts come from darkness and if it's positive then giving shining to other or whole society on implementation of it's working criteria.. 
Our eyes inner kiki is always black with surroundings covered by different colours but mainly normally healthy white colour... 
These is odd Truth and needed time for understanding truth's flame...
સંમોહિત અથવા સંમોહન ની વાત છે ત્યાં સુધી શૂન્ય નો અથવા શૂન્ય માંથી સર્જિત ૧ અને એ જ એક નો બીજો અડધો તથા તે જ એકનો નો પૂર્ણ બીજો તે વાતે ...
મહાદેવ થી શુક્રાચાર્ય (મૂળ રૂપ જે બીજાની દૃષ્ટિ થી જુએ વિચારે તે અડધો) અને શુકદેવજી (પોતાની બુદ્ધિ ને સથવારે જુએ વિચારે તે પૂર્ણ એક) ના સથવારે અંધક(અમુક સમય સુધી શુક્રાચાર્ય સાથે રહી ઉમર લાયક થઈ સત્તા ની વાતે સત ને ભૂલે તે પૂર્ણ બીજો)
સમજવું અટપટું છે પણ સત્ય છે...
અથીજ તો જે સત્ય છે તે જ આલા, અવ્વલ છે.. તેજ ગોડ, પ્રભુ, ભગવાન, અલ્લાહ કે કેવલ કે ઈસુ કે અશો જરથુષ્ત્ર પણ માત્ર કેવલ માનવતા વાદી દયા સહિત નમતો સતગુણી વ્યક્તિ...જ આગળ હોય છે..
સાદી ભાષા માં "તમારા માં નો સારા માં સારો સમાજ ઉપયોગી વિચાર તે જ તમારો પ્રભુ"
કૃષ્ણ એ પીતાંબર છોડુયું નથી અને મહાવીરે વસ્ત્ર જ પહેર્યું નથી તો પણ ધર્મ તો સ્થાપ્યો જ છે
अ+स्त्र
श+स्त्र
(स+त+र)/(सत:)
अश+र=अर्श (सत से दूर या पास)
अर्श का कल्प सूत्र से शब्द हे "अर्षकल्प"
वर्तमान में बैद्यनाथ कंपनी की दवाई के तौर से मशहूर हे।
अस्त्र शस्त्र का उपर आसमान में जाके वापिस आनेके बादकी प्रवृत्तिसे ही प्रभावित दैवी प्रकोप पूर्ण युद्धाभ्यास में लोगों का हनन औचित्य से भरपूर है।
जय गुरुदेव दत्तात्रेय
जय हिंद 
જીગર ગૌરાંગભાઈ મહેતા 
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
Jigaram Jaigishya is jigar:
ॐ दिगंबराय विद्महे योगी(શ્વરાય)  धीमही। 
तन्नो दत: प्रचोदयात'।।
Remember.. this "X" is a big symbolic sentence..yes sentence..
Whatever comes from your inners .. is always small in front of you but it's Karma theory maybe very biggest as it's only alark..
Maintain your Karma.. dimensional way only once in a life This ex "X" is coming
Jay HIND

Saturday, 26 August 2023

લાંબા બાળગીતો

1
અમારા ભગલા કાકા ભમ ભમ
એનું પેટ મોટું ઘણું થાય 
ખાય ખાટું મોળું ચમ ચમ 
છેવટે છાશ પીએ છમ છમ
ધિબે ઢોલ ધમધમ 
ચટાક ચાલે ચમ ચમ
ટીખળ કરે ટમ ટમ 
ઊંઘમાં બોલે ઘમ ઘમ
અમારા પગલા કાકા ભમ ભમ

2
નાની સરખી કીડી જાત્રા કરવા જાય 
સૌથી પહેલા કાશી જઈને ગંગાજીમાં નહાય
હર હર ગંગે હર હર ગંગે
નમામિ ગંગે નમામી ગંગે
સ્ટેશન ઉપર ટિકિટ માંગતા કીડી ગભરાઈ જાય
છુકછુક કરતી ગાડી આવી કીડી ગભરાઈ જાય
નાની સરખી કીડી ઝટપટ ઝાડ પર ચડી જાય

3
હું તો ચાલુ ત્યારે ચાલે મારો પડછાયો
મારી સાથે સાથે ચાલે મારો પડછાયો
હું બેસું ત્યારે બેસે મારો પડછાયો 
હું ઉભો થવું ત્યારે ઉઠે મારો પડછાયો
ખરું ફેર ફુંદરણી તારે ફરે મારો પડછાયો
રમુ ભમરડા ત્યારે રમે છે મારો પડછાયો
હું દોડું ત્યારે દોડે મારો પડછાયો 
હું ઉભો રહું તો ઉભો રહે મારો પડછાયો
થયું અંધારું ખોવાયો મારો પડછાયો 
અજવાળીએ આવે મારો પડછાયો

4
બધા બાળકો ફરી મળીને 
દોડમ દોડા કરી કરીને 
હસી હસીને ફરી કૂદીને 
ખૂબ રમીશું ખૂબ રમીશું 
ખેતરપાદર ફરી ફરીને 
નદી સરોવર ઘુમી ઘુમી ને
પહાડ ખેતર ખૂંદી ખૂંદીને 
ખૂબ રમીશું ખૂબ રમીશું 
હસી રમીને ભમી ઘુમી ને
બીકણ બિલાડી મટી જઈને 
બધા બાળકો હળી મળીને 
ખૂબ રમીશું ખૂબ રમીશું

5
સૌ છોકરા આવો 
ચાંદા પોળી ખાઓ 
નાના આવો મોટા આવો 
ભાઈબંધોને સાથે લાવો 
નાના માટે નાની પોળી 
મોટા માટે મોટી પોળી 
ખાવ સરસ મજાની મીઠી પોળી 
નાની મોટી ચાંદા પોળી

6
ચકલી બેઠી ચક ચક ચી ચી ગાય 
દાણાની વીણી ઝટ પટ ખાય
ચી ચી બચ્ચા માટે કરે 
ચણા લઈને ચાંચ ભરે 
પાસેથી જઈને પંપાળે વાળ
હૈયુ તેનું છે રૂપાળું ઘડીક જઈને બેસે ડાળ 
ઘડીકમાં બેસી બારીમાં ડોકાય 
દેખી દર્પણ માં ત્યાં રોકાય 
દર્પણમાં દેખે રૂપ અને કરે ગોતવા માથાકૂટ 
ચૂપચાપ આવી ગમ્મત કરે પણ થાકી ને ઉડી જાય

7
આતો નતો અને ફતો
શોખ ત્રણેયમાં હતો 
જમી કરીને ઉઠ્યા સોપારી ખાવા છૂટ્યા
આ તો સોપારી લાવ્યો
ન તો સુડી લઈ આવ્યો
ફ તો કાપવા બેઠો
થાકીને હેઠો બેઠો
ત્રણેય પછી તો છટક્યા
સુડી ઉપર લટક્યા
જોર કર્યું ત્યાં એવું
બટાક થયું ભાઈ કેવું
સોપારી ભાંગી કડાક
પડ્યા ત્રણેય જણા ધડાક

8
મારા આંગણ માં નાચે મોર 
પૂછે મોરને ઢેલ અને ઢેલ ને પૂછે મોર
કોણ આવ્યો તો ચોર?
એ તો નંદનો કિશોર!
છેલ છબીલો પાઘડી વાળો કોણ આવ્યો તો ચોર?
ખભે લાકડી હાથમાં વાંસળી કોણ આવ્યો તો ચોર?
એ તો નંદનો કિશોર..

9
હું દિપક કોલેજમાં જાઉં છું હું હોસ્ટેલનું ખાવાનું ખાવું છું
તોય હું રહ્યો કુંવારો 
મારો નાનો ભાઈ છે જરાકાળો મારો મોટો ભાઈ છે જરા જાડો અને હું છું રૂપાળો
મારા પપ્પા છે પંજાબી મમ્મી છે મદ્રાસી તોય રહ્યો છું હું કુંવારો
પપ્પા લાવે સાયકલ ગાડી મમ્મી લાવે મોટર ગાડી તોય રહ્યો છું હું કુંવારો
મમ્મી લાવે નવી સાડી પપ્પા લાવે નવી પાઘડી તો એ રહ્યો છું હું કુંવારો
હું દિપક કોલેજમાં જાઉં છું હોસ્ટેલનું ખાવાનું ખાવું છું તોય રહ્યો છું કુવારો

10
અમે ફેર કુદરતી ફરતા હતા ફેર કુદરડી ફરતા હતા
બેસી જવાની કેવી મજા ભાઇ કેવી મજા
અમે સાત તાળી રમતા હતા અને દોડમદોડી કરતા હતા 
દોડમદોડી કરતા કરતા પડી જવાની કેવી મજા ભાઇ કેવી મજા
અમે સંતાકૂકડી રમતા હતા અને ખોળમ ખોળા કરતા હતા 
સંતાઈ જઈ પાછા મળવાની કેવી મજા ભાઇ કેવી મજા
અમે ઉંદર બિલ્લી રમતા હતા અને ઊંચું મ્યાઉ મ્યાઉ કરતા હતા 
નાસી જઈ પાછા આવવાની કેવી મજા ભાઇ કેવી મજા
અમે આમલી પીપળી રમતા હતા અને ઝાડે ડાળીએ ચડતા હતા. 
ઝાડે ચડીને પાછા નીચે આવવાની કેવી મજા ભાઈ કેવી મજા
અમે એન્જિન ગાડી રમતા હતા છુક છુક છુકછુક કરતા હતા
છુક છુક છુકછુક કરતાં કરતાં પાવો વગાડવાની કેવી મજા ભાઇ કેવી મજા
અમે ફેર કુદરતી ફરતા હતા ફેર કુદરડી ફરતા હતા
બેસી જવાની કેવી મજા ભાઇ કેવી મજા

11
બાલુડા સૌ સાથ મળી 
રમવા કૂદવા આવોને
તાળી પાડીએ હાથ વડે 
તાલ દઈને પગ વડે
ફરરરર ફરરરર ફરો ફરો 
એકબીજાના કાન ધરો ધરો
ચપટી વગાડો ચટ ચટ 
ફરરરર ફરરરર ફરો ફરો 
એકબીજાના કાન ધરો ધરો
આંબા ડાળે ઝૂલો સૌ 
સરોવર પાળે બેસો સૌ
ફરરરર ફરરરર ફરો ફરો 
એકબીજાના કાન ધરો ધરો

12
ફરો રે બાળક ફુદરડી, 
ચકરડી ને ભમરડી
ઘમ્મર ઘમ્મર ઘમ્મરડી 
જેમ ચાર ફરે ચકરડી
જેમ પૃથ્વી ફરે ફુંદરણી 
ચાંદો ફરે સુરજ ફરે 
ફરો બાળક ફુંદરણી

13
ચૂપચાપ બેસી જાઓ છાનામાના બેસી જાઓ 
રમીએ પકડ દાવ આવો ભાઈ રમીએ પકડ જાવ
સંતાઈ જાઓ ફલાણાબેન ભીખાભાઈ નો દાવ છે
ભાગી જાઓ ભગાય ત્યાં નહિતર તારી વાત છે
બુમાબૂમ કરશો ના દોડાદોડ કરશો ના
રમીએ પકડ દાવ આવો ભાઈ રમીએ પકડ જાવ
વાદળના ગોળામાં તારા સંતાઈ ગયા 
જાણે આકાશમાં ક્યાં એ છુપાઈ ગયા
ચાંદા મામા છો ને એકલા શોધવાને દોડતા
રમીએ પકડતા આવો ભાઈ રમીએ પકડતા આવો

14
આંબા ડાળે જુલો રે ઝુલો 
સરોવર પાળે જુલો રે ઝુલો
આંબલીયાની ટોચે જઈ 
પાછા ફરો રે ફરો
વીણી તારલી પોત ખોળે ભરી 
ભેગા કરો રે કરો..આંબા
ચમક ચમક ઝાંઝર ઝમકે 
ઝાંઝરને ઘેર આં બાન શાન
પુતળી એ જમાડી શાન થી જાન.. આંબા
સરખી સાહેલી મળી ગરબે ઘૂમો 
તાળી દેતા ગરબે ઘૂમો આંબા તળે ઝુમો રે ઝૂમો

15
અમે રેતીમાં રંગભેર રમતા હતા 
અમે ભાઈ બહેન સૌને ગમતા હતા
અમે શેરીમાં સાત તાળી રમતા હતા 
અને હસીને સૌને હસાવતા હતા... અમે 
અમે ચાંદાની ચાંદણીમાં રમતા હતા 
અને ધીમા ટમટમ તારલા ગણતા હતા... અમે 
અમે માટીના મહેલ બનાવતા હતા 
એ જોઈ અમે આનંદે નાચતા હતા... અમે

16
બાગમાં ફરવા ગયા હતા કે ઢીંગલી બાઈ લપસી પડ્યા
હું તો મારી ઢીંગલીને ગોળીયે સુવાડુ
હું તો મારી ઢીંગલીને માટે ડોક્ટર બોલાવું
પાટા બાંધીને થાય સાજા કે ઢીંગલી બાઈ લપસી પડ્યા
શીરો ખાઈને થાય તાજા કે ઢીંગલી બાઈ લપસી પડ્યા
હું તો મારી ઢીંગલીને લાડ લડાવુ
હું તો મારી ઢીંગલીને લાડુ ખવડાવવું
લાડુ ખાઈને થાય જાડા કે ઢીંગલી બાઈ લપસી પડ્યા
બાગમાં ફરવા ગયા હતા કે ઢીંગલી ભાઈ લપસી પડ્યા

17
મારી ગાડી ઘરરર જાય
બળદ શીંગડા હલાવતા જાય 
ડોશીમા ડોશીમા ચાલ્યા ક્યાં 
મારી ગાડી માં બેસી જાવ તમે 
રાજી રાજી થઈશું અમે...
રાજુભાઈ ક્યાં ચાલ્યા 
કોદાળી લઈને ક્યાં ચાલ્યા
મારી ગાડીમાં બેસો તમે 
રાજી રાજી થઈશું અમે
બળદ શિંગડા હલાવતા જાય 
બાળક રાજી રાજી થતા જાય
મારી ગાડી ઘરરર જાય...

18
ગાડાવાળા રે ગાડાવાળા તારું ગાળું ધીરે હંકાર
મામાને ઘરે જાવું છે રસ્તો ઘણો દૂર છે
વચ્ચે સાબરમતી નદી છે તેમાં ઘણા પૂર છે
મારે જલ્દી મામાના ઘરે જાવું છે
ગાડાવાળા અને ગાડાવાળા તારું ગાડું ધીરે હંકાર

19
ચાલો જોવા જઈએ નવી જાતનું સર્કસ ભાઈ
ભાત ભાત ના સુર તાલના જાતજાતના ગીતો ગવાય
સૌની આગળ ચકલી ચાલે ચી ચી કરતી 
આગળ પાછળ બતક ભાઈ કરતા કિં કિં
મ્યાઉ મ્યાઉ બિલ્લી કરતી હોંચી હોંચી ગધાભાઈ
હુકી હુકી કરતા શિયાળભાઈ 
અંભા આંભા કરતી ગાતી ગાય 
હુપ કરતા વાંદરા ભાઈ છોકરાઓને ગમ્મત થઈ ભાઈ
ચાલો જોવા જઈએ નવી જાતનું સર્કસ ભાઈ

20
ચૂં ચું કરતા દોડતા ઉંદર ભાઈ 
રાત્રે ફરતા પેટ પણ ભરતા 
બિલ્લી થી બહુ ડરતા 
ચું ચું કરતા ઉંદર ભાઈ
ખાતા છાના માના રે ઉંદર ભાઈ 
અમે રાતના રે રાજા 
અમે એક નહીં પણ ઝાઝા 
કંઈ ખડખડતા નાસી જાતા 
એવા બહાદુર રાણા રે ઉંદર ભાઈ
અમે કરતાં દોડાદોડી 
અમે ખાતા ઘીને પોળી 
કઈ ન મળે તો કપડાં શોધે 
એમાં કાણા ના કારણ રે ઉંદર ભાઈ

21
ફુગ્ગા વાળો આવ્યો ભાઈ ફુગ્ગા વાળો આવ્યો
બે પૈસામાં નાનો ફુગ્ગો એક આનામાં મોટો ફુગ્ગો
ફુગ્ગા અને ફુલાવી જીવો આકાશે ઉડાવી જુઓ
ફર ર ફર ર ઉડશે એ તો પતંગની જેમ ફુગ્ગા ઉડશે
ફુગ્ગામાં પીપૂડી વાગે પીપી પીપી પીપુડી વાગે 
સુતા સૌ બાલુડા જાગે ફુગ્ગા લઈને મેદાને ભાગે 
ફુગ્ગા વાળો આવ્યો ભાઈ ફુગ્ગા વાળો આવ્યો ભાઈ

22
ટપક ટપક થોડા પડતા અમે બારીમાં બેસીને જોતા હતા
ભીની માટી મીઠી સુગંધે અમે ખુશ ખુશ થઈ જાતા હતા
સરરર સરરર વરસાદના ઝાપટા આવ્યા 
જટ બંધ કરીને બારી અમે ઘરમાં જઈને બેઠા
હવે શું કરીશું? 
હા યાદ આવ્યું
જુના છાપાના કાગળ લઈને અમે હોડી બનાવવા બેઠા
ધીરે રહીને બારી ખોલી જાય પાણી દોડી દોડી
રસ્તે જાણે નદીઓ નાની-નાની ધીમી રહી કપડા સંકેલી
અમે નદીમાં હોળી છોડી જાય હોળી દોડી દોડી
આવજો બાય બાય ટાટા

23
અલ્યા મોતિયા રે તારી પૂંછડી તો છે વાંકી 
હવે મુક કરવી શેખી..તારે રોફ કરવાનો ખોટો
પાછળ દોડીને અમને ડરાવવા આવતો 
દેખી ડંડૂકો કેવો ભાગ્યો!!!
ગધેડા ભાઈ ભુકવા ગયા પણ લાત એક વાગી ગુલાટ ખાધી
ગાય માતાની સામે રોફ કર્યો પણ શિંગડે કેવા ઉછાળ્યા!!
બકરી બાઈને બીવડાવવા ગયા પણ શિંગડાની અણી કેવી વાગી!!!
ભગરી ભેંસને ભસવા ગયા પણ ભાળ્યા એના પણ શીંગડા અને ભાગ્યા...
હાહાહાહા

24
આવો મેઘરાજા
વગડાવો વાજા
પી પી પી પી પમ પમ
આવો મેઘરાજા
મુશળધાર મુશળધાર
વરસે પાણીડા ની ધાર
છબ છબ છમ છમ
આવો મેઘરાજા
રેલમ છેલ રેલમ છેલ
નદીનાળા રેલમ છે
સરરર સરરર સુમ સમ
આવો મેઘરાજા

25
અમે નદી કિનારે રમતા હતા 
અમે રેતીની પોટલી બનાવતા હતા 
અમે રેતીના દેરા બનાવતા હતા 
અમે રેતીના લાડવા બનાવતા હતા 
અમે ઘડીએ ઘડીએ હાથ ધોતા તા 
અમે માછલીનો નાચ રૂડો જોતા હતા 
અમે પાણીમાં છબછબિયા કરતા હતા 
અમે ભાખરીને છુંદો ખાતા હતા 
અમેં ખોબલે ખોબલે પાણી પીતા હતા 
અમે મીઠું મીઠું પાણી પીતાતા 
અમે ગીત ગાતા ગાતા ઘરે આવતા હતા

26
પસા પટેલના ખેતરમાં
 મજા મજા ભાઈ મજા મજા
છાણનું તો ખાતર નાખ્યું 
હળથી તો ખેતર એ ખેડયું
સારા સારા દાણા વાવ્યા 
મજા આવી ભાઈ મજા આવી
ઝરમર ઝરમર મેહુલો વરસ્યો 
ખેતર આખું લીલુંછમ થાશે 
મોતી જેવા ડુંડા ઝુલશે 
મજા આવી ભાઈ મજા આવી
દાણા ખાવા પંખી આવશે 
ચકલી આવશે ચીંચી કરશે 
કાગડો આવશે કાકા કરશે 
ચાડિયો મોટા ડોળા બતાવશે
પસા પટેલ ના ખેતરમાં 
મજા આવી ભાઈ મજા આવી

27
રમકડા લો રમકડા 
જાત જાતના લો રમકડા
નાના ને મોટા ચાવીથી ચાલતા 
પાણીમાં તરતા, હવામાં ઉડતા
ઘરમાં ચાલતા, હાથથી ચલાવતા
રમકડા લો રમકડા
સાયકલને મોટર ચાવીથી ચાલે
પાટા ઉપર સીધી આગગાડી ચાલે
એન્જિનમાં નીકળે ધુમાડો 
નાની મોટી ઢીંગલી રે લેજો 
બેબી બેન માટે ઘૂઘરો રે લેજો 
ભાઈ ને વગાડવા ઘંટીને માટે 
જાતજાતના રમકડા
ભાત ભાતના રમકડા
રમકડા લો રમકડા

28
ઘંટવા ગયો ટન ટન
ચાલો છૈયા ફરવા જઇએ
દોડાદોડી કુદા કૂદી ગમ્મત કરીએ
ચાલો છૈયા નાહવા જઈએ 
ખોબેખોબે પાણી ઉડાડી ગમ્મત કરીએ
ચાલો છૈયા વડલે જઈએ 
ડાળે ડાળે ફરતા કૂદતા 
ટોચે જઈએ

29
તને ચકલી બોલાવે 
તને પોપટ બોલાવે 
તને બોલાવે કૂતરું કાળું
એ તો વાંકી પૂંછડીવાળું
નાના નાના ચાર ગલુડિયા એના ચાલે છાનામાના
દરબાર દરબાર દોડી આવે ભૂલકાઓનું ટોળું સથવારે
કોઈ કહે આ મારું કોઈ કહે આ તારું
નથી આ તારું નથી આ મારું છે સૌનું મજિયારુ

30
લાકડાનો ઘોડો મારો એ તો ચાલે છાનોમાનો
તરસ એને ના લાગે મારે એને ના વાગે 
દિવસ રાતે જાગે અંગે અંગ મજાનું છે એનું
લાકડાનો ઘોડો મારો નાનો નાનો છે મસ્તાનો
મધુરા મધુરા તાલે તબડક તબડક ચાલે 
હાથ ફેરવું એને વ્હાલે લાખોના મન લુભાવે 
જાય નહિ એ શાણો શાન થી  ઉભો એ મહેલે.

31
પાટા ઉપર ગાડી દોડે દોટો કાઢી
વાંકી ચૂકી ઊભી આડી પાટા ઉપર ગાડી
ભપક ભપક ભપક ભપક
જંગલ આવે ઝાડી આવે 
નદી ઝરણાના નીર કુદાવી 
કાળી ચીસો પાડી મોટા ડુંગર ફાડી નાખી
વાંકી ચૂકી ઉભી આડી પાટા ઉપર ગાડી
વડોદરા આવે સુરત આવે 
ગોધરા આવે, મુંબઈ આવે
પપ્પાજી આવે મુંબઈથી અલકા માટે ફૂલકો લાવે
બકુલ માટે બિસ્કીટ લાવે મીના માટે કેક લાવે
સતીશ માટે જામફળ લાવે બેલા માટે બંગડી લાવે
બધા માટે ચોકલેટ લાવે 
પાટા ઉપર ગાડી દોડે દોટો કાઢી

32
હું ઘોડા ગાડી વાળો 
મારો ઘોડો ઘડો રૂપાળો
મારી ગાડી ને બબ્બે પૈડા
એમાં બેસે બાળક ઘરડા.. મારો ઘોડો ઘણો રૂપાળો
મારી ચાબુક ચબાક વાગે 
ઘોડો ભડકી ને ના ભાગે 
ખનન ખનન ઘૂઘરા વાળો ... મારો ઘોડો ઘણો રૂપાળો
મેને ખાયા તુને ન ખાયા
ધોળા અંગે  કાળા ચાઠા વાળો
તું છે નખરા વાળો... 
ખન ખન ઘૂઘરા વાળો હું ઘોડા ગાડી વાળો 
મારો ઘોડો ઘણો રૂપાળો

33
બા પેલા બાગમાં દોડી જવ નાના છોડવાને પાણી પાવ
આંબાની ડાળે બાંધ્યો છે હિંચકો 
હીંચકે હીંચકા ખાઓ ખાઓ ખાઓ
હરિયાણા બાગમાં નાચે છે મોરલો
મોરલો બોલે છે ટેહુંક તેહુંક ટહુંક
આંબાના કુંજમાં બોલે કોયલડી 
કોયલની સાથે ગાઉ ગાઉ ગાઉ

34
સાગર માં નાવ મારી સરરર જાય
કાઠે ઉભા ઝાડ કેવા નાના નાના થાય
સફેદ સદમાં કેવો પવન ભરાય
હલેસા મારું દોડી દોડી જાય
દૂર દૂર પંખીઓ નો કલરવ થાય
સમીર ની મંદ મંદ વાંસલડી વાય
ઊંચું ભુરુ આકાશ શું વિશાળ
નીચે કાળા પાણી જોયા ન જાય
તોફાનમાં નાવ મારી ડગુ મગુ થાય
પ્રભુને સ્મરુ ત્યાંના સરરર જાય
સાગર માં નાવ મારી સરરર જાય

35
ગાડી ચાલી ગાડી ચાલી ગાડી ચાલી રે
છુકછુક છૈયા છુકછુક છૈયા ગાડી ચાલી રે
કોઈ ચડતું કોઈ ઉતરતું 
જગ્ગા માટે કોઈ ઝઘડતું 
કોઈ જાતુ મુંબઈ કોઈ જા તું સુરત ગાડી ચાલી રે
ગાડીમાં કોઈ ખાતા પીતા 
હસે મીના હસે રીટા 
કોઈ જા તુ દિલ્હી 
કોઈ જા તુ અમદાવાદ ... ગાડી ચાલી રે
મીનાબેન સૌથી પાકા 
સાથે એના મનુ કાકા 
કોઈ જાતુ ઘોઘા...
અજય ભાઈ તો મોંઘા..ગાડી ચાલી રે

36
કાગડાભાઈ કાકા કરે કોયલ કુકુ કરે 
કાબર બેન નો કલબલ કરતાં 
તેહુકતેહુક તો મોર કરે 
ચકલી ચી ચી કરે
પેલા કબૂતરું ઘુ ઘૂ કરતા 
સીતારામ પોપટ પણ બોલે 
પાંખો ફફડાવી પંખી આવતા 
ચોકમાં દાણા ચણે 
કોયલ કૂ કૂ કરે ચકલી ચી ચી કરે

37
હા રે અમે બાલ મંદિરના બાળકો 
રમીએ દટા પેટીઓ 
બંગલાઓ બાધીયે ને તોડીએ
અમે મોતી ની માળા બનાવીએ... અમે
અમે ચિત્રો દોરીને રંગ પુરીએ 
અમે ગીતો ગઇને રાસ ખેલીએ 
અમે રમી જમીને ખૂબ કૂદીએ.. અમે
બોલે પોપટ એમ બોલીયે 
મોર નાચે એમ નાચીએ 
ગાય કોયલ એમ ગઈ રે.. અમે
અમે કાગળની હોડી બનાવીએ 
અમે લાકડાની ગોરી દોડાવીએ 
અમે બાળકની ગાડી ચલાવીએ .. અમે બાલમંદિર 

38
મારે ફૂલડાની સંગાથ વસવા કુંજોમાં જાવું છે 
મારે પોપટની સંગાથ વસવા કુંજો માં જવું છે
રંગ રંગની પાંખ ધરીને 
ફૂલ ફૂલ પર ઉડી ઉડીને 
ભમરાની સંગાથ રસના ગુંજનમાં જાવું
મારે ફૂલડાની સંગાથ વસવા કુંજોમાં જાવું છે
કોયલ ના ગીત કાનેધરવા 
વચમાં વચમાં ટહુકા કરવા
મોર સાથે નાચ અંગમાં ભરવાને જાવું છે 
મારે ફૂલડાની સંગાથોમાં કુંજો માં જાવું છે

39
રજા પડી ભાઈ રજા પડી રમવાની બહુ મજા પડી
રેખા આગળ એન્જિન થાય છૂક છૂક છૂક છૂક છૂક છૂક બોલે
પાછળ ડબ્બા વળગી જાય ગર દડબડ દડબડ દોડે
જનાર જલ્દી બેસી જાય સીટી વાગી પૂપ 
ગાડી ચાલી ગાડી ચાલી 
છુક છુક છુક છુક છુક છુક છુક છુક છુક છુક

40
ઘડિયાળ મારું નાનું નાનું એ તો ચાલે 
ટક ટક ટક ટક ટક ટક ટક ટક ટક ટક ટક 
એ તો કેવી અજબ જેવી વાત છે
નથી એને પગ પણ એ તો ચાલે ઝટપટ
ખાવાનું નહીં ભાવે પણ ચાવી આપે ચાલે
ટક ટક ટક ટક ટક ટક ટક ટક ટક ટક ટક
અંધારે અજવાળે સૌના વખત એ સંભાળે
દિવસ રાત ચાલે પણ જગાએથી ના હાલે
તક તક કર તું બોલે પણ મોઢું જરા ન હાલે
ઘડિયાળ મારું નાનું એ તો ચાલે
ટક ટક ટક ટક ટક ટક ટક ટક ટક ટક ટક

41
એક કહેતા ઉભા થઈએ
બે કહેતા ઊંચે હાથ
ત્રણ કહેતા માથે હાથ
ચાર કહેતા ખભે હાથ
પાંચ કહેતા કમરે હાથ
છો કહેતા ઢીંચણે હાથ
સાત કહેતા ઘૂંટણે હાથ
આઠ કહેતા અંગુઠા પકડો
નવ કહેતા નમન કરો
દસ કહેતા બેસી જાવ

42
લાલ અને પીળા તમે આવો પોપટજી
મીઠી બોલી સંભળાવો પોપટજી
કંઠે છે કાંઠલો કાળો પોપટજી
ચાંચ નમણી ને રાતી પોપટજી
વનમાં જઈને રહેજો પોપટજી
સૌને સીતારામ કહેજો પોપટજી

43
લાલ લાલ મોટર
મોટર ની પાછળ છે નંબર 
આગળ બેસે છે ડ્રાઇવર 
પાછળ બેસે છે બેલા બેન
મોટર ચાલે જોશભેર... લાલ લાલ મોટર
સામે આવે પીળી મોટર
મોટર નો થાય એકસીડન્ટ
ડ્રાઇવર ભાઈ તો ગભરાયા 
બેલાબેન તો રોવા લાગ્યા.. લાલ લાલ મોટર

44
બા મેં તો બાગમાં બાંધી નિશાળ 
ભણવા આવે છે ચકલીઓ ચાર 
નાની ખિસકોલી ભણવામાં પહેલી 
આવે છબીલી સૌથી એ વહેલી 
જરાય ના બોલે એ તો ના શરમાય 
કલબલિયા કાબરને છેલ્લે બેસાડુ 
કલબલ કરે તો તેને આંખો બતાવવું 
બા મેં તો બાદમાં બાંધી નિશાળ

45
ઉડે પતંગ રંગ લાલ આભમાં 
લાલિયોને પીળિયો ધોળો અને ભુરીયો
લપેટ તો ને દોર લેતો જાય.. ઉડે પતંગ રંગ લાલ આભમાં
ચાંદાને ચોકડીનો જામ્યો છે પેચ અલ્યા
ચાંદો ગયો ભરદોર ગગનમાં.. ઉડે પતંગ રંગ લાલ આભમાં
જોને મગનીયા દોરીમાં ગૂંચ પડી 
લૂંટજો લૂંટજો અલ્યા લૂંટજો 
જોજો ના આંગળી કપાય હાથની.. ઉડે પતંગ રંગ લાલ આભમાં

46
અલ્યા છોકરા રે આવ્યો મદારી પોળમાં 
કેવું જાદુ ભર્યું છે એના ઢોલમાં
રતન વાંદરી ને નાથીયો વાંદરો 
બકરી બહેનો સાથે અલ્યા છોકરા રે આવ્યો મદારી પોળમાં
છુપાઈ મારે છે કાંકરા રે 
પોળ ના છોકરા ભેગા મળીને 
મોરલી મદારીની ઘેલી ઘેલી વાગે 
તાલ દેતા બાળ સૌ ઊભા આજે આગે આગે
નાચે છે છોકરા જોરમાં રે
નાથિયો વાંદરો ચાકરીએ ચાલ્યો 
લાકડીનો છેડો હાથમાં ઝાલ્યો 
બકરી ઉપર બેઠો છે રોફ મારે 
રતન વાંદરી ઓઢણી રે માગે
નાથિયો તેનું કહ્યું ના માને 
હશે છે છોકરા જોર મા રે 
રતન ડોસીએ રૂસનુ રે લીધું 
ખાવા પીવાનું છોડી રે દીધું 
લપાઈ બેઠા છે ગોખમાં રે 
વાંદરા વાંદરીનો ખેલ ભાઈ કેવો 
વાંદરા સેનાને ખૂબ ગમે એવો 
હસે છે છોકરા જોશ મારે.. અલ્યા

47
માં એક નિસરણી આપો તો માં
ચાંદો પકડવાની કેવી મજા માં
માં નાની હોળી આપો તો માં
દરિયો કરવાની કેવી મજા માં
નાની પાંખો આપો તો માં
ઉડી જવાની કેવી મજા માં
એક નિસરણી આપો તો માં
ચાંદો પકડવાની કેવી મજા માં

48
ચાલો ચાલો ને છોકરાને રમવાને 
વન વાડી બગીચા ભમવાને
લાલ પીળા પતંગિયા ઉડે છે.. 
મન ઘેલા બની આનંદ છોડે છે
આવે ફૂલ આવે સુગંધ, મન દહોલે
ચાલો ચાલો ને છોકરાને રમવાને 
વન વાડી બગીચા ભમવાને

49
વસંતભાઈ ની ગાડી ચાલી છુક છૂક છૂક
ગયો જમાનો છુક છુક ગાડી નો, હવે તો આવ્યું એરોપ્લેન
ઉડો હવામાન છુકછુક ગાડી ને પડતી મુકો બેન,
હવે તો આવ્યું એરોપ્લેન
તેમાં ભણતા ટોળેટોળી લાખો તારક બાળ 
વાદળ વરસે વીજળી ચમકે લઈને
હવે તો આવી એરોપ્લેન
સાથે સાથે મસ્તી કરવા આવ્યો છે પવન 
બાળકો ને મસ્તી માટે મોટું છે ગગન 
સુરજ સાથે રમશું એન ઘેન દીવા ઘેન
હવે તો આવ્યું એરોપ્લન

50
ચલી મેરી ગાડી છુકછુક 
શિયાળે એ ચાલી જાય 
ઉનાળે એ ચાલી જાય 
ચોમાસે પણ દોડી જાય 
ધુમાડા કરતી છુક્કા છુક ...ચાલી મેરી ગાડી
દાળ ભાત ખાય નહીં 
રોટલી શાક ખાય નહીં 
કોલસા એ ખૂબ ખાય 
કાળું છે એનું મુખ મુખ મુખ..ચલી મેરી ગાડી
ગુજરાતી એ બોલે નહીં 
મરાઠી એ બોલે નહીં 
બોલી એની જુદી 
પાવો વગાડતી ભૂખ ભૂખ ભૂક... ચલી મેરી ગાડી
નદી ડુંગર જુએ નહીં
રાત દિવસ જુએ નહીં 
જંગલમાં ઝાડવે
વાંદરાઓ કરતા હૂપ હુપ હુપ... ચલી મેરી ગાડી

51
એક હતો રાજા એક હતી રાણી 
મોટા મોટા મહેલોમાં રહેતા રાજા રાણી 
નાના નાના કુંવર કોરી 
રમતા ભમતા સાથે મળી 
બોલે મીઠી વાણી ભાઈ બોલે મીઠી વાણી
એન ઘેન દીવા ઘેન
તારા મનમાં કોણ છે??
એન ઘેન દહીનો ઘોડો 
પાણી પીતો છુટો 
હાથમાં લાકડી કમર કાકડી 
જેમ દોડાય તેમ દોડજે 
નહીં તો પાછો આવજે
લડતા વળતા ભેગા મળતા 
બોલે મીઠી વાણી ભાઈ
એન ઘેન દીવા ઘેન
તારા મનમાં કોણ છે
ભર દરબારે બેઠા ભાઈ 
દરબારને જઈને કહી વાત 
બહાર ઉભો જાદુગર 
કરતો એ તો છુ મંતર
મોર પોપટ મેના ચકલી 
બનાવી ઊંટ અને બકરી 
હાથી ને હાથે જકડી 
સિંહ ને ચલાવે કાંડ પકડી
માગે રજા એ મહેરબાન 
અંદર આને દે દરવાન
જી હજૂર જી હજૂર
ગયો સિપાઈ જોડી કર 
લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ 
અંદર આવ્યો જાદુગર 
જી હજૂર જી હજૂર
તુ હે ક્યાંનો જાદુગર 
હાજી ગરીબ પરવર 
દેખે આજ તમાશા હમ 
કરો શરૂ ખેલ એકદમ 
જી હજૂર જી હજૂર
બચ્ચે લોગ બચાવો તાલી
દેખો મેરા દિબ્બા હે ખાલી
એક દો તીન ચાર
ડબ્બાને દરવાજા બહાર 
દરવાજે દરવાજે દીવા 
રાજાની ની છોકરીના વિવાહ 
કુંવરની નીચે વર્ષગાંઠ 
પાંચ છ સાત આઠ 
શું શું જુઓ આમાં શું છે ભાઈ 
વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ 
સિંગ ને સાકર ચણા દાણા 
ખાટી મીઠી ખાય ઘણા 
નાના મોટા નીકળ્યા ફુલકા 
ફુલાવીને ફાટે ફુલકા 
ફટફટ ફટ ફટ 
જબરો છે ભાઈ જાદુગર 
ખેલ કરે છે બહુ સુંદર 
પૂરું થયું મારું કામ 
લે જાદુગરજી ઈનામ 
એક હતો રાજા, એક હતી રણી 


52
પંખી નાના થવું ગમે, ઊંચે ઊંચે ઉડવું ગમે 
ઘરમાં ના પુરાવું ગમે પંખી નાનું થવું ગમે
જરમર મેહુલો ગમે છત્રી લઈને ફરવું ગમે
ઘરમાં ના પુરાવું ગમે પંખી નાનું થવું ગમે
ઉંદર બિલ્લી રમવું ગમે , છું છું મ્યાઉં મ્યાઉં કરવું ગમે ઘરમાં ના પુરાવું ગમે,પંખી નાનું થવું ગમે
વાદળોમાં રમવું ગમે જાડેજાડે કૂદવું ગમે
ઘરમાં ના પુરાવું ગમે,પંખી નાનું થવું ગમે

53
ઢીંગલી તારા માંડવા રોપ્યા ઢોલ વાગે ઢમ ઢમ
લાલિયો મહારાજ લાડવા વાળી શાક કરે છમ છમ
ચાખવા લીનાબેન બેઠા છે જીભલડી ચમચમ
પેમલો પેલો વાગાડી ફૂકે પીપૂડીમાં પમ પમ
જૂનાગઢની જાન આવી છે જાનડીઓ રમઝમ
ઢીંગલી બાઈનો પગમાં ઝાંઝર નાચે રે ઝમ ઝમ
ઢીંગલી જશે સાસરે આંસુડા પડે દ મ ડ મ
લાગશે કેવા ઘર અને શેરી સુનારે સમસમ
ઢીંગલી તારા માંડવા રોપિયા ઢોલ વાગે ઢમ ઢમ

54
પોષ મહિનો પતંગ લાવ્યો 
કીના બાંધી ઉંચે ચડાવ્યો 
ખેંચી ખેંચી ખૂબ લડાવ્યો 
જોજો પેલો પેચ લડાવે 
છો ને લડાવે આવે એ શું કાપે
દોરી છોડી દોરી છોડી 
જો કાંટા જો કટા 
પોષ મહિનો પતંગ લાવ્યો 
બોર લાવ્યો જામફળ લાવ્યો 
તલના સાંકળી લાડુ લાવ્યો 
જોજો પેલી તુક્કલ આવે 
પટાદારને સાથે લાવે 
દોરી છોરી દોરી છોડી 
એ કાટા એ કાટા 
પોષ મહિનો પતંગ લાવ્યો

55
અમે ઢીંગલા ઢીંગલી 
બાબાને બેબી ની માનીતા અમે ઢીંગલડા
બકરી આવી બે બે બે 
કુતરો આવ્યો ભવ ભવ 
બાવો આવ્યો અલખ નિરંજન 
નૃત્ય કરતી આવી ઢીંગલી 
અમે સૌ થયા થઈ થઈ 
અમે ઢીંગલ ઢીંગલ ઢીંગલ ઢીંગલડા..

56













Sunday, 20 August 2023

મહામંથન ચુંટણી ટાણે વોટ માટે

ચૂંટણી ટાણે વોટ માટે મહમંથન 

શહેરોમાં જ્યાં જોઈએ ત્યાં ઉંચી ઈમારતો બને છે. ધંધો શરૂ કરનાર થોડા સમયમાં મિલકતોના ભાડાથી થાકી જાય, બંધ થાય અને ફરી કોઈ નવું સાહસ કરવા આવે. નવા બનેલા બિલ્ડિંગમાં પણ ઓફિસ-દુકાનો ખાલી હોય. મહામંથન કરીશું, શું નેતા-અધિકારીઓના પૈસે જ બાંધકામમાં તેજી છે?

સારો વિષય મહત્તમ પગારદાર માત્ર સરકારી અધિકારીમાં જ હોય છે અને હજુ પણ કેટલીક કંપનીઓમાં લઘુત્તમ વેતન ધારા ધોરણ નથી આપતી.. જેઓ લઘુત્તમ 50 કર્મચારીઓ ધરાવતા હોય તેમના માટે પ્રોવિડન્ટ ફંડના નિયમો કરતાં વધુ લાગુ પડે છે. અટલ પેન્શન યોજના અને ESIC લાભો માટે કોઈ જાણકારી નથી..

ખાનગી કંપની કર્મચારીઓને બદલી દે છે, જો ખાનગી નફાકારક વ્યવસાય માટે યોગ્ય ન હોય તો..
સરકાર તેમના ધારાસભ્યો, IAS, IPS સાથે વિચિત્ર વસ્તુઓ કરી શકતી નથી દરેક તબક્કે સત્યની વિચિત્રતા છે..
એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ પર જરૂરી વિચારવું, કારણ કે ગુણોત્તર યોગ્ય રીતે પૂર્ણ ભરાયો નથી.....

વધુમાં કોર્પોરેટમાં એવા નિયમો છે કે તેઓ કર્મચારી તરીકે તેમની પેઢીમાં કામ કરતી વખતે અન્ય કંપનીઓ અથવા અન્ય કોઈ ખાનગી પેઢી અથવા વ્યવસાયમાં જોડાવા નહીં.

સરકારી કર્મચારીઓ આ માપદંડોમાં ફીટ થતા નથી.. તેઓ મોટાભાગે સત્તાવાર જાહેરાતની અંદર અને વગર કમાણી કરતા હોય છે.

જો કે ભારતમાં સ્નાતકની ડિગ્રીમાં શિક્ષણ વ્યવસાયમાં 77% પાસિંગ રેશિયો છે (કદાચ ભારતીય શિક્ષણ ગુણોત્તર) પરંતુ વ્યવસાય અથવા નોકરીનો ગુણોત્તર ભવિષ્યના વિકાસની ગેરંટી વિનાનો છે કારણ કે નવી પેઢીને સામાન્ય નિયમોની કોઈ જાગૃતિ નથી જેનાથી માત્ર તેમને જ ફાયદો થાય છે!!

દૂધ ની મલાઈ, મલાઈ થી ઘી
દૂધ નું દહીં અને દહીં ની છાશ
છાશ માંથી માખણ જે બ્રેડ પર જ લાગે??
ગુજરાતી કહેવત
દૂધ માં મલાઈ જય તો વહુ ફૂવડ કહેવાય, પારસી તો સાકર ભેળવી દે ગલ્યું બને.. પણ મૂળ દૂધ ને ઉકાળી ને ગરમ કરવા ની કડાકૂટ નું ધ્યાન રાખવુ જરૂરી છે.. મલાઇ થી ઘી માટે.. જેથી પ્રભુ (માતાજી!?) નો અખંડ દીવો ચાલુ રહે 

સરકાર... હા જી... એમને કોન્ટ્રાક્ટ ની જરૂર જણાશે પૈસા બચાવવા..
મિલકત વેચ્યા કરતાં કોન્ટ્રાક્ટ?!?!
ભારતીય પોસ્ટ ઓફિસ 
BSNL 
doordarshan..
ભરતી તપાસો 
ઘણા વખત થી બાળકો રાહ જુએ છે ઇલેક્શન ની.. વોટ આપવા માટે.. કોને આપશે???

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
Jigaram Jaigishya is jigar:

આનંદી બેન ગૂજરાતના ચીફ મિનિસ્ટર ની પોસ્ટ થી નીકળી ઉત્તર પ્રદેશ મા રાજ્યપાલ ના દરજ્જા માટે એમના ભત્રીજા હાર્દિક ને કારણે ગયા છે, 
એવું કોણ કહી શકે??

Saturday, 19 August 2023

કૃપાળુ મહારાજની ક્ષુબ્ધ અવસ્થા



આજે હું જૂના ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું કે જ્યારે શ્રી કૃપાલુ મહારાજે તેમના પ્રવચનમ અને અર્થ કર્યા હતા જ્યારે એઓ એમની ક્ષુબ્ધ અવસ્થા કુદરતી નિયમો દ્વારા આપોઆપ બની હતી ... એઓ કંઇજ બોલી નહતા શકતા માત્ર આંખ થી આંસુ નીકળતા હતા..  તેઓ ખૂબ રડ્યા અને બીજા કોઈ શબ્દ નહીં પરંતુ માત્ર રડ્યા હતા...આ વિડિયો અત્યારે યુટ્યુબ પર ઉપલબ્ધ છે પણ ચેનલ પર મને મળી રહ્યો નથી...

આ ક્ષણને સમજાવવી ખૂબ જ મુશ્કેલ છે પરંતુ આજે હું મારા કાકાની વિગત ભાળી કહી રહ્યો છું. તેઓ ક્ષુબ્ધ બની સાંન ભાંન વીસરી, આંખો ના ડોળા ઊંચે ચડાવી દેતા દવાખાને દાખલ કર્યા હતા..પણ એમને કોઈ વાત નો છોછ નહતો..નિખાલસ વાતો મારી અને મમ્મી સાથે તેઓએ કરીછે ત્યારબાદ તો..

અતિશય ધાર્મિક રહેલી વ્યક્તિને ખરેખર જો ક્યારેક સારું કામ કરવું જ હોય તો તે ચોક્કસ કર્મના એક ભાગના કર્મ રૂપે એ જૂની વાતોને યાદ કરી જો પસ્તાતા કરે છે તો એને એની ચોક્કસ સંયોગીકરણ યોગીક અવસ્થામાં પણ એનું ભાન થતા એ આંસુ રૂપે બહાર નીકળી જતી હોય છે અને એનું જીવન ચોખ્ખું થતું હોય છે..

મને કૃપાળુ મહારાજ વિષય વધારે ખબર નથી પણ નિત્યાનંદજી મહારાજની વાતો youtube માં સમાચારમાં ઝલકતી રહેતી હોય છે..

કોઈ જ માણસ સતત સારા વિચાર તો ક્યારેય પણ કરી શકતો નથી અને જો તે કરી શકતો હોય તો તે પોતાની મૂળ અવસ્થામાં નથી .. આ વૈશ્વિક ધારા ધોરણનો, મારો અપનાવેલો નિયમ છે અને આથી જ કર્મ અકર્મ વિકર્મ સાથેની પ્રકૃતિની અંદર ચોક્કસ પ્રકારના કૃત્યનો આપણે દરેક જણ ભોગ બનતા હોઈએ છીએ..

ઘણાને શુદ્ધ ક્ષુબ્ધ અવસ્થા આવતી હોય છે અથવા તો ઘણાને લો પ્રેશર થઈ જતું હોય છે અથવા તો ઘણાને હાઈ બ્લડ પ્રેશર થઈ જતું હોય છે પણ રક્તચાપની જે સ્થિતિ આપણે મેળવતા હોઈએ છીએ, તેમાં આપણા વિભાગીય સ્પંદનો જે તે અવસ્થાના ચરમસીમાના સંકળાયેલા બીજા સજીવોના મનચક્ષુ તથા મન:અવસ્થા ના કૃત્યનો એક પ્રકારના ભાગ કે ભોગ ની રીતે આપણે પણ એના તાદાત્માના સાધ્ય અવસ્થાની અંદર વિભાગીય સ્પંદન થી આપણે આપણી પોતાની સ્થિતિ અનુરૂપ અનુભવી શકીએ છીએ અને એની અનુભૂતિ પણ કરીએ છીએ.. 

સાચે જ આ વાણી ની ભાષા સમજવી કઠણ છે પણ આધ્યાત્મિક સંજોગોમાં રહેલા ચોક્કસ પ્રકારના મનુષ્યો આ વાત સમજી શકશે.. જો આ માટે હું અહીં એક ઉદાહરણ પણ આપી રહ્યો છું જે ઇસ્કોન દ્વારા ભક્તિ વેદાંત સ્વામીની ભગવદગીતા ના પુસ્તકની અંદર ચિત્રોના ફળ સ્વરૂપે આપેલી છે...
સજીવ સૃષ્ટિનું સંચાલન પ્રભુ કરે છે એ વાતમાં કોઈ મીનમેખ નથી.. પણ સંચાલનના તબક્કામાં દર્શાવતો સમયનો ગાળો અથવા તો જે તે પ્રકારનું ક્ષેત્ર અને એક ક્ષેત્રનો ક્ષેત્રજ્ઞાન જે પણ રીતે આપણી સાથે તાદાત્મક કરે છે શું આપણે એને ઓળખી શકીએ છે ના કદાચ એ ઓળખવા માટે તો બહુ પ્રભુ કૃપા ની સંમતિ જરૂરી છે..

મને તો હજી મારા કામવાસના આવેગ ની અંદર શિશ્ન ઉત્તેજિત થયું છે કે પછી કોઈ બીજા થકી પ્રેરિત થઈને સ્તભન થયું છે એ પણ ખબર નથી પડતી...

શુદ્ધ અવસ્થા નું સંતુલન જે પણ કોઈ કરતા હોય તે પરમ સત્ય તત્વોને મારા પ્રણામ

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
Jigaram Jaigishya is jigar:




Sunday, 18 June 2023

આદિવાસી ના દેવ રામ નથી

આ બહુ ચર્ચિત બે ત્રણ મહિના પહેલાં નો કિસ્સો છે કે જેમાં જજ ભાઈએ વકીલની જે એપ્લિકેશન હતી એ એની ઉપર ફુલ સ્ટોપ મૂકી દીધું અને કેસ ખારીજ કરી કાઢ્યો.  લિંક વિડિયો જુઓ..


અજાણ વસ્તુથી સીધા દોરવાઈને કોર્ટ રૂમમાં કોઈ જ વખત ઊંચા અવાજે ના બોલાય.  
દુનિયાભરની અંદર વિવિધ પ્રકારની રામાયણ છે એમાં ફિલિપાઇન્સ આવી ગયું સિંગાપુર આવી ગયું મલેશિયા આવી ગયું જૈન સમાજ આવી ગયો આર્ય સમાજ આવી ગયો અને એવા ઘણા કે જ્યાં દરેક જગ્યાએ વિવિધ પ્રકારના રામાયણની અંદર પોતાના ધર્મની ચોક્કસ આનુસંગિક બાબતોને સાચવવા માટે રામાયણના પાત્રો અને રામાયણની કથા વસ્તુ સાથે સહેજ ભિન્ન ભિન્ન પ્રકારની વાતોનો સમન્વય અને વિવિધતા મળે છે.  
સામાન્ય રીતે ચોક્કસ પ્રકારના આદિવાસીઓ એ રામાયણ મહાભારત કથા વાર્તાથી જોજો ને દૂર છે અને એ લોકો માત્ર અને માત્ર પોતાના ત્યાંના ચોક્કસ પ્રકારના એવા વ્યક્તિઓ કે જેમણે એમને બચાવ્યા હોય એ લોકોને એ લોકો દેવ માનતા હોય છે.  
દાખલા તરીકે બિરસા મુંડા, જીથરો ભાભો, મોતીચેરો દેવ વગેરે...

દેશ સ્વતંત્ર થયો ત્યારે પંદરસોથી વધુ ભાષાઓ બોલાતી હતી. તેમાંથી ફક્ત પંદર જ ભાષાઓને સરકારની માન્યતા મળી. તે પછી કેટલાક લોકોએ બહુ જ જીદ લીધી એટલે બીજી ત્રણ ભાષાઓ તેમાં ઉમેરવામાં આવી. સરકાર તરફથી શાળા-કૉલેજોને મળતા અનુદાનો ફક્ત આટલી જ ભાષાઓ માટે મળશે તેમ નક્કી થયું. વીસેક વર્ષમાં આ અન્ય ભાષાઓ પૈકી તેરસો પચાસ ભાષાઓ લુપ્ત ગઇ. એ બોલનારા ફક્ત બે– પાંચ જણા જ બાકી રહ્યા. ૧૯૭૧ના વર્ષમાં સરકારી કૃપા ધરાવતી ભાષાઓ બાદ કરતાં બીજી નેવું ભાષાઓ જીવંત હતી. આજે એ આંક સીત્તેર સુધી ઊતરી ગયો છે. આવ વીસ-પચ્ચીસ વર્ષમાં તે પણ લુપ્ત થઇ જશે. આ બધી મારી નાંખવામાં આવેલી ભાષાઓ છ આદિવાસીની હતી..

ભાષા જ ન હોય, તો તે ભાષામાં સાચવી રાખેલ ગીતો – કથાઓ કેવી રીતે રહે; તેમાં રહેલી પોતાની સંસ્કૃતિની સ્મૃતિ પણ ક્યાંથી રહે ?

હાલમાં જે ભાગવત કથા વંચાય છે કે રામાયણ કથા વંચાય છે તે ઋષિ થકી / દ્વારા અપાયેલા ચોક્કસ પ્રકારના સમાજના ન્યાયની પાલિકાની જે વાત છે, એના અનુસંધાનમાં, સૌના આંખોને અને કાનોને દ્રશ્ય શ્રવણ થકી શાતા મળે, અને આર્ય સમાજ ની સર્વોપરિતા રહે, એ રીતની ગોઠવેલી રામાયણ અને મહાભારતની કથા વાર્તા છે..

આ વાત એક જ મુદ્દાઓ પરથી સમજી શકાય છે, કે જ્યાં વેદોની અંદર ઇન્દ્રને સર્વ શક્તિશાળી, સર્વજ્ઞ દેવ કહ્યો છે, તે જ ઈન્દ્રને પુરાણ કથાઓમાં ધૂર્ત, લંપટ, સ્વાર્થી, શ્રી અથવા પર સ્ત્રી ગમન કરનારો એવો પણ કહ્યો છે..

આ ચોક્કસ પ્રકારની આનુસંગિક બાબતોનો આધાર લઈ અને જો વકીલ ત્યાં એ લોકોની આદિવાસી સમાજની પિતીશન હતી એના ઓથોરાઈઝેશન સાથે ગયો હોત તો કદાચ ચોક્કસ જીતી શકત....

રામ ના પિતા દશરથ ખુદ રંગનાથ પ્રભુ ની પૂજા અર્ચના કરતા હતા. પછી રામ ને સ્થાપિત કરાયા.

જય ગુરુદેવ દત્તાત્રેય  
જય હિંદ  
જીગર ગૌરાંગભાઈ મહેતા

Thursday, 15 June 2023

3.5 trillion business economy is Indian Joke

•Colourful Indian map with different states is right.. how foreign agency and Google (CEO Indian Mr Sunder Pichai)showing the wrong map of Indian territory in different weather app and live setelite communication??
•The USA will give 21 fart respect to the Indian PM!!!
•Still there is a confusing matter after removing 370 from J&K?!
•So many foreign companies are getting maximum businesses from India.. but why are they not showing or obeying Indian rules??!
•Still people unknown from their own exim policies of India, but India getting or crossing 3.5 trillion business economy.. but maximum is only Russian petrolium share business.....
But main points are..
•Still Vostro account of Indian RBI are mostly empty.. USA and EU Still doing business in dollars, pounds or Euro... WHY???
•Our friend is also facing problems as rupees currency transaction is not showing good results.. The government needs to make force on all other countries, who ever are interested in Russian petrolium products, doing business in rupees with Vostro account only.. then our forex reserves fund should be getting higher volume..!!??
Jay Gurudev Dattatreya 
Jay HIND
Jigaram Jaigishya is a jigar:
Jigar Gauraangbhai Mehta

Saturday, 27 August 2022

દત્ત પ્રાવધાન

સંમોહિત અથવા સંમોહન ની વાત છે ત્યાં સુધી શૂન્ય નો અથવા શૂન્ય માંથી સર્જિત ૧ અને એ જ એક નો બીજો અડધો તથા તે જ એકનો નો પૂર્ણ બીજો તે વાતે ...
મહાદેવ થી શુક્રાચાર્ય (મૂળ રૂપ જે બીજાની દૃષ્ટિ થી જુએ વિચારે તે અડધો) અને શુકદેવજી (પોતાની બુદ્ધિ ને સથવારે જુએ વિચારે તે પૂર્ણ એક) ના સથવારે અંધક(અમુક સમય સુધી શુક્રાચાર્ય સાથે રહી ઉમર લાયક થઈ સત્તા ની વાતે સત ને ભૂલે તે પૂર્ણ બીજો)
સમજવું અટપટું છે પણ સત્ય છે... પણ ઓળખવું સત્ય, તે જરૂરી છે.. 

અંગ્રેજી શબ્દ સરસ છે HIDESIGN... હાઇડ સાઈન કે હાઈ ડિઝાઇન???

અથીજ તો જે સત્ય છે તે જ આલા, અવ્વલ છે.. તેજ ગોડ, પ્રભુ, ભગવાન, અલ્લાહ કે કેવલ કે ઈસુ કે અશો જરથુષ્ત્ર પણ માત્ર કેવલ માનવતા વાદી દયા સહિત નમતો સતગુણી વ્યક્તિ...જ આગળ હોય છે..

સાદી ભાષા માં "તમારા માં નો સારા માં સારો સમાજ ઉપયોગી વિચાર તે જ તમારો પ્રભુ"...

કૃષ્ણ એ પીતાંબર છોડુયું નથી અને મહાવીરે વસ્ત્ર જ પહેર્યું નથી તો પણ ધર્મ તો સ્થાપ્યો જ છે...

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા

ॐ दिगंबराय विद्महे योगी(શ્વરાય)  धीमही। 
तन्नो दत: प्रचोदयात'।।


અનુસંધાન લેખ ફેસબુક પરથી .. જે નીચે મુજબ છે...

🚩ॐ दिगंबराय विद्महे योगीश्रारय् धीमही। तन्नो दत: प्रचोदयात'।।
દત્તાત્રેયમાં ઇશ્વર અને ગુરુ બંને સંમોહિત છે તેથી તેમને પરબ્રહ્મમૂર્તિ સદ્ગગુરુ અને શ્રી ગુરુદેવદત્ત કહેવામા આવે છે.તેમને ગુરુ વંશના પ્રથમ ગુરુ, સાથક, યોગી અને વૈજ્ઞાાનિક માનવામા આવે છે.હિન્દુ માન્યતાઓે અનુસાર દત્તાત્રેયે પારદથી વ્યોમયાન ઉડ્ડયન શક્તિની શોધ કરી અને ચિકિત્સા શાસ્ત્રોેમા ક્રાંતિકારી અન્વેષણ કર્યુ હતુ.હિન્દુ ધર્મના ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પ્રચલિત વિચારધારા વિલય માટે ભગવાન દત્તાત્રેયે જન્મ લીધો તેથી તેમને ત્રિદેવનુ સ્વરુપ કહેવામા આવે છે. દત્તાત્રેયને શૈવપંથી શિવનો અવતાર અને વૈષ્ણવપંથી વિષ્ણુનોે અવતાર માને છે. દત્તાત્રેયને નાથ સંપ્રદાયના નવનાથ પરંપરાના અગ્રેસર માનવામા આવે છે. એવી માન્યતા છે કે રસશ્વેર સંપ્રદાયના પ્રર્વતક પણ દત્તાત્રેય હતા.

શિક્ષા અને દિક્ષા
ભગવાન દત્તાત્રેયે તેમના જીવનમા અનેક લોકો પાસેથી શિક્ષા મેળવી છે.દત્તાત્રેયે અન્ય પશુઓના જીવન અને તેમના કાર્યકલાપોમાંથી પણ શિક્ષા ગ્રહણ કરી છે. દત્તાત્રેયજી કહે છે કે મને જે પ્રાણીઓ અને લોકો પાસેથી શિક્ષા મળી તેમને હું મારા ગુરુ માનુ છું. આ પ્રકારે મારા 24 ગુરુ છે.પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્રમા, કપોત, અજગર, સિંધુ, પતંગ, ભ્રમર, મધમાખી, હાથી, હરણ, માછલી, કુરરપક્ષી, પિગંલા, બાળક, કુંવારી, સાપ, શરકૃત, મરધી અને માંકડ. બ્રહ્માજીના માનસપુત્ર મહર્ષિ તેમના પિતા અને ઋષિની ક્ધયા સતી અનસૂયા તેમની માતા હતા.પુરાણો અનુસાર તેમના ત્રણ મુખ, છ હાથવાળા ત્રિદેવમયસ્વરુપ છે. દત્તાત્રેય ભગવાનના ફોટામા તેમની પાછળ એક ગાય અને આગળ ચાર કૂતરા હોય છે. ઔદુબંર વૃક્ષ નજીક તેમનો નિવાસ બતાવવામાં આવ્યો છે.વિવિધ મઠ, આશ્રમ તથા મંદિરોમા તેમના આવા જ દર્શન થાય છે.

દત્તાત્રેયના શિષ્ય
તેમના મુખ્ય ત્રણ શિષ્યો હતા અને તે ત્રણેય રાજાઓ હતા. બે યોદ્ધા જાતિના હતા અને એક અસુર જાતિના હતા. તેમના શિષ્યમા ભગવાન પરશુરામનુ પણ નામ છે. ત્રણ સંપ્રદાય વૈષ્ણવ, શૈવ અને શાક્તના સંગમ સ્થળના રૃપમાં ભારતીય રાજય ત્રિપુરામા તેમને શિક્ષા દિક્ષા આપવામા આવી હતી. આ ત્રિવેણીના પ્રતિક સ્વરૃપે તેમના ત્રણ મુખ દર્શાવામા આવે છે પરંતુ હકીકતમા તેમને ત્રણ મુખ ન હતા. માન્યતા અનુસાર દત્તાત્રેયે પરશુરામજીને શ્રી વિદ્યા મંત્ર પ્રદાન કર્યા. એવી માન્યતા છે કે શિવપુત્ર કાર્તિકેયને દત્તાત્રેયે અનેક વિદ્યા શીખવાડી હતી. ભક્ત પ્રહલાદને અનાશક્તિ યોગનો ઉપદેશ આપીને તેને શ્રેષ્ઠ રાજા બનાવનો શ્રેય દત્તાત્રેયને જાય છે. મુનિ સાંકૃતિને અવધૂત માર્ગ, કાર્તવીયર્જુનને તંત્ર વિદ્યા અને નાગાર્જુનને રસાયણ વિદ્યા તેમની કૃપાથી પ્રાપ્ત થઇ હતી.ગુરુ ગોરખનાથને આસન, પ્રાણાયામ,મુદ્રા અને સમાધિ-ચતુરંગ યોગનો માર્ગ ભગવાન દત્તાત્રેયની ભક્તિને પ્રાપ્ત થાય છે.
ગુરુ, પાઠ અને જાપ
દત્તાત્રેયનો ઉલ્લેખ પુરાણોમા કરવામા આવ્યો છે. તેમના નામે બે ગ્રંથ છે અવતાર ચરિત્ર અને ગુરુચરિત્ર જેને વેદતુલ્ય માનવામા આવે છે. દત્તાત્રેયના ભક્તો આ ગ્રંથોના પાઠ કરે છે. બાવન અધ્યાયમાં કુલ 7491 પંકતિઓે છે. તેમા શ્રીપાદ, શ્રી વલ્લભ અને શ્રી નરસિંહ સરસ્વતીની અદ્ધુત લીલાઓે અને ચમત્કારોનુ વર્ણન છે. દત્ત પાદુકા : એવી માન્યતા છે કે ભગવાન દત્તાત્રેય કાશીમા નિત્ય પ્રાત: કાશીમાં ગંગાજીમા સ્નાન કરતા હતા. આ કારણે કાશીના મણિકર્ણિકા ઘાટની દત્ત પાદુકા દત્ત ભક્તો માટે પૂજનીય સ્થાન છે. આ સિવાય મુખ્ય પાદુકા સ્થાન કર્ણાટક બેલગામમાં સ્થિત છે. દેશમા ભગવાન દત્તાત્રેયને ગુરુના રૂપમા માનવામા આવે છે અને તેમની પાદુકાઓને નમન કરવામા આવે છે.
#ૐ_શિવોહમ્ 
#ગુરૂ_દેવ_દત્ત 
#જ્યોતિષાચાર્ય_લલિતદાદા


Friday, 26 August 2022

રુદ્રી માહિતી

... બ્રાહ્મણો તેમજ શિવઉપાસકો માટેનો શિવને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ પાઠ એટલે રુદ્રી.

વાયુ પુરાણ માં રડતા બાળકો ને રુદ્ર રૂપે કલ્પેલા છે...

રુદ્રી વિશે કહેવાય છે કે 'રુત દ્રાવ્યતિ રુદ્ર' એટલે કે,

ગૂઢાર્થ
ઋત યાની "ર" કાર વાળા શરીર ની આંખો ના ક્ષેત્ર ના પરિપ્રેક્ષ્ય થકી શરીર માંથી નીકળતા કચરા થી મેળવાતી મનુષ્ય ની ઉત અવસ્થા...

... રૂદ્રની આ સ્તુતી, રુદ્રીમાં મુખ્ય આઠ અઘ્યાય હોવાથી તેને અષ્ટાધ્યાયી કહે છે. આ સ્તુતીમાં રુદ્રની જે મુખ્ય આઠમુર્તિઓ છે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, ચંદ્ર, સૂર્ય અને આત્મા, તેના સ્વરૂપોનું વર્ણન છે.

રુદ્રી ની સ્થૂળ રીતે આ અધ્યાયોમાં: 

- પ્રથમ અધ્યાયમાં ગણપતિની સ્તુતી છે.

- બીજા અધ્યાયમાં ભગવાન વિષ્ણુની સ્તુતી

- ત્રીજા અધ્યાયમાં ઈન્દ્રની સ્તુતી છે,

- ચોથા અધ્યાયમાં સૂર્યનારાયણની સ્તુતી છે.

- પાંચમો અધ્યાય તે હાર્દ છે તેમાં રુદ્રની સ્તુતી છે.

- છઠ્ઠા અધ્યાયમાં મૃત્યુંજયની સ્તુતી છે. 

- સાતમાં અધ્યાયમાં મરૂત દેવતાની સ્તુતી છે 

અને,

રુદ્રી વિશે કહેવાય છે કે રુતદ્રાવ્યતિ ઈતિ રુદ્ર' એટલે કે, રુત એટલે સમયાવધિ, તાસ..

- આઠમા અધ્યાયમાં અગ્નિ દેવતાની સ્તુતી છે. કે દુઃખ અને દુઃખનું કારણ, તેને જે દૂર કરે છે, નાશ કરે છે તે રુદ્ર છે અને આવા શિવના રુદ્ર સ્વરૂપને પ્રસન્ન કરવા માટેની સ્તુતી એ રુદ્રી...

... શિવલિંગમાં સર્વ દેવોનો સમાવેશ થઈ જતો હોય શિવલિંગ પર અભિષેક કરતા આ આઠે - આઠ અધ્યાય બોલી શકાય છે.

પંચમ અધ્યાયે કે જે આ સ્તુતીનો મુખ્ય ભાગ છે, તેમાં ૬૬ મંત્ર છે. એકથી ચાર અધ્યાય ત્યારબાદ પાંચમા અધ્યાયનું અગિયાર વખત આવર્તન અને ત્યારબાદ છથી આઠ અધ્યાયના પઠનથી એક રુદ્રી થઈ ગણાય.

મુખ્ય વસ્તુ રુદ્રના પાંચમા અધ્યાયનો અગિયાર વખત પાઠ કરવો એ હોય તેને એકાદશીની પણ કહે છે. શિવ સમક્ષ ઉચ્ચારણથી બોલવામાં આવે તેને પાઠાત્મક રુદ્રી કહે છે. આ પઠનની સાથોસાથ શિવલિંગ પર જલ કે અન્ય દ્રવ્યનો અભિષેક ચાલુ હોય તો તેને રુદ્રાભિષેક કહે છે અને આ રીત યજ્ઞ કરતા હોય તો હોમાત્મક રૂદ્રી થઈ ગણાય, બદલે તેનો આઠમાં અધ્યાય સાથે સંપુટ લેવાની પધ્ધતિને નમકમ - ચમકમ કહે છે. હવે જો પંચમ અધ્યાય ૧૨૧ વખત આવર્તન થયો હોય તો તેને લઘુરુદ્ર કહે છે.

લઘુદ્રના ૧૧ આવર્તનને મહારૂદ્ધ અને * મહારૂદ્રના ૧૧ આવર્તનને અતિદ્ર કહે છે.

* રુદ્ર ના ૧ પાઠથી બાળકોના રોગ મટે છે.

* રુદ્રના ૩ પાઠથી મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે. રુદ્રના ૫ પાઠથી ગ્રહોની નકારાત્મક અસર થતી નથી. 

* રુદ્રના ૧૧ પાઠથી ધનલાભ તથા રાજકીય લાભ મળે છે.

* રુદ્રના ૩૩ પાઠથી ઈચ્છાઓ પૂર્તિ થાય છે તથા શત્રુનાશ થાય છે.

* રુદ્રના ૯૯ પાઠથી પુત્ર, પૌત્ર, ધન, ધાન્ય, ધર્મ, અર્થ તથા મોક્ષ પ્રાપ્તિ થાય છે.

રુદ્રાભિષેક એ શિવ આરાધનાની સર્વ શ્રેષ્ઠ રીત છે, કેમકે વૈદિક મંત્રોના શ્રવણ અને મંદિરની ઊર્જાથી સાધક તન્મય થઈ જતો હોય સાધકમાં શિવ તત્વનો ઉદય થાય છે.

જીગર ગૌરાંગભાઈ મહેતા

જય ગુરુદેવ દત્તાત્રેય

જય હિંદ



hidesign

Words of Sanskrut are unique
पणि, पणिनी, Means present tense and available person with live Life.. and for food survival matter doing or supporting thief experience.. just like children.. whatever available nearby him or her, take or covered by hand and put in to mouth.. either good or bad... As per child lable don't know the trade...
पक्राति, प्रक्राति different from prakruti but person who are available with "थ" kind Live or Life..
सभापति means team leader..
अ ल ई य न ज = जर या जोरू

These words are proving that alien or reptilian are mostly used by aghori And mostly with Mattel compound... 

It's not sure but sometimes aghori itself considering as child when doing Sadhana...

Picture is an example of such in case matter that how ancient people consider the earth as square.. though it's round.. they are making fixed areas for doing their activities.. we can use the word territory.. and how the different language are found for different people .. 

The most beautiful word is HIDESIGN.. combo package of words..

Jay Gurudev Dattatreya
Jay Hind
JIGARAM JAIGISHYA is jigar BUT for others he is JEEGAR
REALLY HIDESIGN 

Wednesday, 24 August 2022

મુખ્ય ઉપનિષદ માહિતી

* ઋગ્વેદીય ઉપનિષદો
• અક્ષમાલિકોપનિષદ 
• આત્મબોધોપનિષદ 
• ઐતરેયોપનિષદ
• કોષીતિક બ્રાહ્મણોપનિષદ 
• નાદબિંદુપનિષદ 
• નિર્વાણોપનિષદ 
• બહવૃચોપનિષદ 
• મુદગલોપનિષદ 
• રાધોપનિષદ
• સૌભાગ્યલક્ષ્યમ ઉપનિષદ 


* શુક્લ યજુર્વેદીય ઉપનિષદો
• અદ્વયતારકોપનિષદ 
• અધ્યાત્મોપનિષદ 
• ઇશાવાસ્યોપનિષદ 
• જાબાલોપનિષદ 
• તુરીયાતીતોપનિષદ 
• ત્રિશિખિબાહ્મણોપનિષદ
• નિરાલંબોપનિષદ 
• પરમહંસોપનિષદ 
• પૈગલોપનિષદ
• બૃહદારણ્યકોપનિષદ 
• ભિક્ષુકોપનિષદ 
• મંત્રિકોપનિષદ
• યાજ્ઞવાલ્ક્યોપનિષદ 
• શાટ્યાયનીયોપનિષદ
• શિવસંકલ્પોપનિષદ 
• સુબાલોપનિષદ 
• હંસોપનિષદ

કૃષ્ણ યજુર્વેદીય ઉપનિષદો
• અક્સિ ઉપનિષદ 
• અમૃતનાદોપનિષદ 
• કઠોપનિષદ .
• કઠરુદ્રોપનિષદ 
• કલિસન્તરણોપનિષદ 
• કૈવલ્યોપનિષદ
• કાલાગ્નિરુદ્રોપનિષદ 
• ચાક્ષુષોપનિષદ 
• ક્ષુરિકોપનિષદ 
• તૈતરીયોપનિષદ 
• દક્ષિણામૂર્તિ ઉપનિષદ 
• ધ્યાનબિંદુ ઉપનિષદ
• નારાયણોપનિષદ
• રુદ્રહૃદયોપનિષદ 
• શારીરિકોપનિષદ 
• શુકરહસ્યોપનિષદ 
• શ્વેત અશ્વેત ર ઉ


* સામવેદીય ઉપનિષદો
• આરુણિકોપનિષદ 
• કેનોપનિષદ 
• કુંડિકોપનિષદ
• છાંદોગ્ય ઉપનિષદ
• જાબાલ્યુપનિષદ 
• જાબાલદર્શનોપનિષદ
• મહોપનિષદ 
• મૈત્રેયુપનિષદ 
• યોગચૂડાણ્યુપનિષદ 
• રુદ્રાક્ષજાબાલોપનિષદ 
• વજસૂચિકોપનિષદ
• સંન્યાસોપનિષદ 
• સાવિત્ર્યપનિષદ


અથર્વવેદીય ઉપનિષદો
• અથર્વશિર ઉપનિષદ 
• ગણપતિ ઉપનિષદ
• ગોપાલપૂર્વતાપનિયોપનિષદ
• નારદપરિવ્રાજકોપનિષદ 
• પરબ્રહ્મોપનિષદ 
• પ્રશ્નોપનિષદ
• નૃસિંહોત્તરતાપનીયોપનિષદ
• મહાવાક્યોપનિષદ
• માંડૂક્યોપનિષદ 
• મુંડકોપનિષદ
• શ્રીરામપૂર્વતાપનીયોપનિષદ 
• શાંડિલ્યોપનિષદ
• સીતા ઉપનિષદ 
• સૂર્યોપનિષદ


જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા

Tuesday, 23 August 2022

I, me, my self busy with smaller "i" who is actually JIGAR G

Me & my self was engaged with "I" and "i"
Once upon a time "I" was smaller than "i"

Me was once busy with 'i' but still "I'  busy with myself..
As same, myself was unknown from  present 'i'

But me knows better than best, is only "i" 
As still "I" is remembering all old "i' with self respect

"I" am very smallest against the "i"
"i" am thankful to me who gives me knowledge about my self..

These FOUR are unique way interpreted with each other
But Jigaram JAIGISHYA is unknown from each 

Once at 1977 July 31st 14.30 time moment parent gave the name to those all as JIGAR only and the seventh kundalini BASED Brahmi sthiti used by the super natural Power and Dwija's father non appearance mode started...

I am writing but "i" am hearing that one dog is crying...
Nothing to say more on the 8th dimension of Life...

Myself decided with me that I and i not using the word MINE here
Here using only words are me and my self by only "i" ....


Jay Gurudev Dattatreya
Jay Hind 

Jigaram JAIGISHYA is Jigar

I, me, my self busy with smaller "i" who is actually JIGAR G
जिगर, .... वह बुरा ही अच्छा बना। 
Not for all, personal words for better understanding of life's any sentence...
જ્યાં સામાન્ય માણસ બે ટંક રોટલો શોધતો હોય અને તે જ દેશ ની સરકાર પડોશી નિ હલચલ ચાંપતી નજરે રાખવા કરોડો ખર્ચી નાખે... તે આજની સંદેહપ્રદ વિચારશીલ બાબત છે... 
विद्या विनयेन किम करोती?
अस्सलाम वालेकुम ... वालेय कुम  सलाम
परस्पर देवो भव:!!
જય ગુરુદેવ દત્તાત્રેય... જય હિન્દ...
જીગર ગૌરાંગભાઈ મહેતા 


Friday, 19 August 2022

બ્રહ્મપુત્રા નદ ના ચોખા યાની ડાંગર ની માહિતી

મનુષ્યના સ્વાદ અને રુચિ પર હવા, પાણી અને ભૌગોલિક પરિવેશનો પ્રભાવ હોય તે સ્વાભાવિક છે. અહોમ યા ત્સંગપો યા બ્રહ્મપુત્રા ના આજુબાજુ ના વિસ્તાર માં મુખ્ય ખેતપેદાશ ચોખાની વિવિધ જાતિઓ આહુ, બાઓ અને શાલિ છે. ચોખાની એક સ્વાદિષ્ટ જાત ‘જોહા' છે. 

તેમાં યાની જોહા ના પણ અનેક પ્રકાર છે. 

સફેદ ‘જોહા', 
કાળા ‘જોહા’, 
ખોરિકા જોહા’, 
મારી જોહા’, 
પ્રસાદભોગ જોહા’, 
મોહનભોગ જોહા’, ‘
રામપાલ જોહા’, 
ઘઉંની જોહ’, 
મણિકી મધુરી જોહા’, 
માલભોગ જોહા’, 
કુણકુણી જોહા' .....
વગેરે આ લાંબી યાદી પાદ કરતાં કરતાં ‘રામપાલ જોહા’ના રાંધેલા ભાતની સુગંધ અને સ્વાદ મારા મનમાં તાજા થઈ ગયા.

(ધાન) ડાંગર તો અસમની લોકસંસ્કૃતિનું અભિન્ન અંગ છે. ડાંગર માતૃશક્તિ અને પૌરુષ બન્નેનું પ્રતીક છે. ડાંગરના ગર્ભમાંથી જ ચોખા નીકળે છે. 

અહીંની યાની આહોમ આસામ યા બ્રહ્મપુત્રા ના કીનારા ના લોકોની લોકકથા અનુસાર પહેલાં ચોખા પર ડાંગરનાં ફોતરાં ન હતાં. એકવાર કોઈ લાલચુ બ્રાહ્મણને ખેતરમાં ઉગેલા છોડ પરથી જ ચોખા તોડીને ખાતો જોયા પછી લક્ષ્મીજીએ ચોખા પર ડાંગરનાં ફોતરાંનું આવરણ ચડાવી દીધું. તેવી અહીંના લોકો કોઠીમાં ડાંગર ભરીને ત્યાં દીપક પ્રગટાવે છે. કોણ જાણે ક્યારે ત્યાં લક્ષ્મીનો પ્રવેશ થઈ જાય ! કોઠીમાંથી ડાંગર કાઢતી વખતે પણ ત્યાં શરાઈ (વાતુ અથવા લાકડાની બનેલી થાળીમાં ગૉળ, ખાંડ, કેળાં, તાંબૂલ વગેરે નૈવેદ્ય રૂપે રાખવામાં આવે છે.)