શીદ ને તું બેઠો બેઠો વૃદ્ધ થવા?
ચાલ ઊભો થા, ફરીથી બુદ્ધ થા.
પાપ ધોવા ગંગા-યમુના છોડ ભાઈ
ખુદમાં ડુબકી દે ને સાચો શુધ્ધ થા.
કૃષ્ણનો પૌત્ર અનિ-ર-ઉદ્ધ થઇ પરીક્ષામાં ઉત્તીર્ણ થા
ऊँ નો સાક્ષાત્કાર કરી, જન્મથી જ જય કર..
ભોગળ થી જ સ્વધા અને સ્વાહા કરાવવું જ હિતકર
ઓખા જ તારી અરુંધતી છે વશિષ્ઠ ક્ષેત્રે શ્રેયકર છે
સંચિત કર્મ ક્ષેત્રમાં માત્ર તારી હાજરી ઉપલબ્ધ કરાવ
માત્ર ધ્રા જ અનિવાર્ય છે, બાકી દુનિયા સંભાળી ઉગારશે…
મિત્ર મનન ને આગોતરી જન્મદિન ની ભેટ નિમિત્તે...
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિન્દ
જીગર મહેતા / જૈગીષ્ય
No comments:
Post a Comment