મતલબ જે માનવ વધારે જ્ઞાની બનવાના દાવા વાળી પદવીઓની સાથે ફરતો હોય તે સામાન્ય બુદ્ધિ કક્ષા માં નિમ્ન હોય. અને આ બાબતે આલ્બર્ટ આઈન્સ્ટાઈન નું એક ઉદાહરણ છે કે ભલે તે ખૂબ મોટો વૈજ્ઞાનિક રહ્યો હતો પણ તોય એણે નાની મોટી બે બિલાડી માટે બે અલગ અલગ દરવાજા બનાવ્યા હતા. પણ એ એક બાબત સાવજ ભૂલી ગયો કે જે નાની બિલાડી છે તે મોટા દરવાજા માંથી પણ જઈ આવી શકે છે.
સાધારણ વાત છે કે જ્યાં બિલાડી નું મોઢું જે કાણા માંથી નીકળી શકે તે કાણા માંથી તે પોતે આખે આખી નીકળી શકે....
મેં એવું પણ ઉદાહરણ જોયું છે કે જે વધુ ભણેલા હોય તે લોકો તેમની પાસે કોઈ બીજા ને સાખી શકતા નથી. ભારતમાં વિરોધ પક્ષ નો એક પણ નેતા બીજા ને સારો ભાગ્યેજ કહે છે.
અહીં ભણવાની વાતમાં આવડત પણ ગણી શકાય.
મારી બાબત પણ સહેજ કંઈક વિચારવા જેવી છે. લોકો અસમયી જગત પ્રત્યે સભાન નથી. અહીં અસમયી જગત એટલે અટકેલી વાત જ નહીં પણ સમગ્ર પૃથ્વીના સમયની પળ ની વાત છે............
જ્યારે કોઈ ઉચ્ચ કોટી નો મનુષ્ય લોબસંગ રેમ્પા બનવા જાય ત્યારે ઘણી ગહન વાત તેના પરિપ્રેક્ષ્યમાં બનતી હોય છે. ઘણા ની જાણ બહાર આ વાત છે ... અહીં લિંક આપેલ છે વાંચી શકશો...
મારો શીખેલો નિયમ છે
Do not make yourself out of eye sight from people મતલબ લોકોની આંખો થી દુર નહિ રહેવું
Do not make yourself isolate from people મતલબ લોકોથી અળગા કદી ન જવું...
મારી સમજ માં છે જ કે જીવન માં દરેક લોકો ચોક્કસ સમયે લોકોના અણદેખ્યા હોય તેવા માનસિક પરિતાપ નો ભોગ બને જ છે પણ વૈચારિક રીતે અને માનસિક રીતે મનોબળ મજબૂત ધરાવનાર વ્યક્તિને તેની દરકાર ન હોવાથી જીવન ક્યારેક હસીને રડીને વિતાવી જાણે છે. સાધારણ ન કહી શકાય તેવા સનજોગો માં ક્યારેક મનુષ્ય આત્મહત્યા સુધી જાતને લઇ જતો જોયો છે. ઉદાહરણ સુશાંત રાજપૂત, દિવ્યા ભારતી... બીજા પરિપ્રેક્ષ્યમાં ક્યારેક માનસિક રોગી પણ બનતો જોયો છે.
મારી વાતમાં કદાચ ખ્યાલ રાખો તો હું ખુદ ચોક્કસ સ્ત્રી તરફથી વર્ષ દરમ્યાન છો મહિના સારા અને છો મહિના જેમતેમ કાઢી ચૂકેલ વ્યક્તિ છું. કુદરતી કૃપા થી મારી પરિસ્થિતિમાં હું ક્યારેક રડી પડું છું, કેમકે મમ્મી પણ ક્યાં મોંએ મને ગાંડો કહે છે તે ખબર નથી અને મમતા દુરકરી મામા ના ત્યાં અને પત્ની પ્રેમ દુરકરી દીકરી સાથે મારાથી દૂર રહે છે ...
મારે મન મનાવવું પડે છે કે "સોમ થી શનિ તારો રવિવારે મારો" પણ વાસ્તવ માં તો આંખો ભીની મારી જ હોય છે...
આવું ઘણા ની આદત હોય છે... થોડો સમય સારું, થોડો સમય આડું અને જો પોતાનો ફાયદો ના હોય તો બાય બાય ટા ટા... ખાસ કરીને ઘણી નોકરિયાત જિંદગી આવી જ હોય છે. કોરોપોરેટ ક્ષેત્ર માં તો કાચ ની કેબીન માં બેસતા લોકો થી ઘણી જ રીતે સંભાળવું પડે. અમારા ઘરમાં કાચ ની કેબીન નથી પણ સોનલ કામવાળી બાઈ જે મને (ઘર માલિક ના દીકરાને) જેમતેમ બોલે છે તે કાચ ના ગ્લાસ ને સંભાળે છે. મારી પત્ની પણ એ ચલાવે છે. હું પણ મારી પરિસ્થિતિ માં મજબૂર છું જ. કેમ કે અર્થનું ઉપાર્જન નથી કરી શકતો અસમયી જીવન માં...
મૂળ મુદ્દા પર આવીએ તો સરકારી દફતર માં પટા વાળા ઓ જ કામકાજ સંભાળી લેતા જોયા છે... જેમ ક્યારેક શહેરી દાક્તર નો કમ્પાઉન્ડર ગામડા માં દાક્તર બને તેવી રીતે...
કોર્પોરેટ ઓફિસ માં પણ નવા જનરલ મેનેજર કરતા સામાન્ય કારકુન ઘણું જાણતો હોય છે. પણ ખબર નથી કેમ ચોકકસ પદવી ને જ માં આપ્યું છે.
મારો સામાન્ય નિયમ છે કે જો તમે તમારી કમ્પની ના રૂપિયા બચવા નાના ને છોડી મોટા પગારદાર લાવશો તો નાનો ક્યારેક જોબ છોડતા પહેલા જો એનું કામકાજ કાગળ પર નહી લખે તો નવા આવનાર ને દિવસમાં તારા દેખાઈ જાય.
સ્વાનુભવ છે મારી ખાનગી કમ્પનીની માર્કેટિંગ ની પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ ની ઓફિસની કામગીરી વિસ્તારવાના કાર્યભાર માં અઠવાડિયું, દસ દિવસ ની ટુર થતી, તેમાં જીતુભાઇ વાઘેલા રાત્રી રોકાણ હોટલ માં ન થાય તેવી રીતે ગાડી ચલાવતા અને કમ્પની ને હોટલ નો રાત્રી રોકાણ નો ખર્ચો બચાવી આપતા...
નાના માનવો નો રકાસ આખી કમ્પની ને લાઇ ડૂબતો પણ જોયો છે.. જેની વાત કરી તેજ સંસ્થા ને નાણાકીય સહાય બાબતે દેના બેંકે એના હ્યપોથીકેશન માં .... જવા દો નથી લખવું...
પણ જે ખૂબ હોશિયાર માત્ર સહી જ કરવાની એવું હોય તેને તો મૂળભૂત રીતે સઘળી વાતનો ખ્યાલ રાખવો જોઈએ.. પણ નવ રંધરિય (કાણાં) નું શરીર મન અને એનું રહસ્ય પામે ત્યારે કેટલીક વાત સમય સાથે જતી રહેલી હોય છે... આથી જ જુના સમય માં હજામ, સુથાર, કંસારા, લુહાર, ધોબી જેવા ને ગુપ્તચર મનાતા હતા...
ગુજરાત માં બે અવળી સવળી વાતની કહેવત જુઓ
ન બોલવામાં નવ ગુંણ
બોલે તેના બોર વેચાય
ચિત્ર માં બતાવેલ ને વિદેશી લોકો એલિયન કહે છે પણ શેરી ના કુતરા, ગાય, ભૂંડ ને ભૂલી જાય છે... ગીતાની ગુણત્રયી અવસ્થા પણ ભૂલી જાય છે, ત્રિયા રાજ ની મહારાજા રણજીત સિંગ ની વાત પણ પાવ મક્કા સાથે યાદ નથી રાખતા... અને નવું તરો તાજા અવકાશી જ્ઞાન ઈચ્છા પ્રવૃત્તિ ધરાવે છે...
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિન્દ
જીગર મહેતા / જૈગીષ્ય
No comments:
Post a Comment