છીંકણી વાટે બા/દાદીની યાદે અસમયી જગતના રોગ
તમાકુની આ પ્રોડકટ ને વાપરનાર વર્ગ માં આજે માત્ર ગુટકા, સિગરેટ વાળા યાદ રખાય છે જ્યારે મુખ્ય વર્ગ ડોશી માઁ ઓ ને ભૂલી જણાયું તે થકી યાદથી બા/દાદી માટે નોંધ ટપકાવી...
રસોડા ના ખાળે / ચોકડીએ પાટલા પર ઉભડક બેસી દાંતે રોજ રાત્રે છીંકણી થી આંગળી ઘસતી મારી બા/દાદી ને કેન્સર નથી થયું ક્યારેય. એને એક વાર દાંત માં દુખાવો થયો હતો. ઉન્ટવૈદુ કારગત સાબિત કોઈક ના કહેવાથી થયું અને એકવાર દાંતો પર ઘસેલી છીંકણી થી દુઃખાવો જતો રહ્યો હતો, તો જ્યારે ઘડપણ ની અસરથી તેજ થતી દુખાવા ની લાગણી ઓછી કરવા રોજ રાત્રે દાંતે છીંકણી ઘસી સુઈ જતી હતી કેમકે તેની પ્રતીકાત્મક અસર રૂપે ઊંઘ ચડતી હતી અને તેની તંદ્રા એ નિંદ્રા છે એવું ભૂલી જવાતું હતું. રોજ સવારે ચુસ્ત ફુરતીલી લાગતી મારી બા / દાદી ના દાંત પીળા પડી ગયા હતા પણ તોય છીંકણી ઘસતી જ રહી.
આ હતી જૂની કવાટર્સની વાત કેમકે મારી બા/દાદી હવે નથી, દેવલોક પામેલ છે પણ નવી ખુશમન સોસાયટી મા બીજા એક બાને નિત્ય છીંકણી સૂંઘતા જોઉં છું અને વળી કલમનો થાક દૂર કરું છું.
એ બા અમારી સોસાયટી માં ખુબજ "વયસ્ક" છે અને એમણે જ મને જવાબ આપ્યો કે છીંકણી તમાકુ માંથી બને. મારી મમ્મી એમને ખૂબ માન આપે છે... કેંકો...
એમની છીંકણી સૂંઘવાની વાતે કાંઈ તકલીફ નથી પણ કોરોના કાળ માં નાકથી સતત લેંટ એમના ઘરના ઓટલે કે જ્યાં લોકો બેસ્યા પછી પગ મૂકે ત્યાં છીંકતા હોય છે... સમગ્ર સોસાયટી માના લોકો ચૂપ છે... કેમે કરી ને ડોશી ને માન આપે છે... કોરોના કાળ ના દસ દિવસ જ એમને એમનું નાકથી એમના ઉપર નીચેના ઘરે રહી છીકવાનું બંધ રાખ્યું હતું પછી તો જેવા છે તેવા છે...
મૂળ વાત એ છે કે તમાકુ ડોસા ડોસી ની નાકે સૂંઘવાની, દાન્તે લગાવવાની, મોમાં મુકવાની, હુક્કો, બીડી કે સિગરેટ પીવાની વાતોએથી નવી પેઢી ની લત માં કેમનું ઘુસી ગ્યું???
ભારતમાં પંજો પ્રૌઢ શિક્ષણ લાવી પણ તેજ પ્રૌઢ લોકો નવી પેઢી ને વયસ્ક રૂપે આ નાદાન વાત પ્રેમથી સમજાવી ન શક્યા કે શંકર સોમરસના જામ પીતો હતો છીંકણી નો કશ નહિ...
અહીં અસમયી જગતની રોગિષ્ટ લેણદેણ જુઓ તો જેટલી નવી દવા શોધાઈ તેટલા નવા રોગ પણ આવ્યા. પરમ તત્વ એ એની હિલચાલ સુધારવા કોરોના નો કાળો કેર એવો વર્તાવ્યો કે હજી એનું ઓસડ શોધતા ફાંફા પડે છે...કેટલા તો કહે લાખો લોકો નિધન પામ્યા..
પરમ સત ચિત પ્રકૃતિ ને અભ્યર્થના જે રીતે કરો તે ઓછી પડતી હોય તો શું તે પરમ સત ચિત તત્વ કહી શકાય?
અશોજરથુસ્ત્ર ભગવાન ની ક્યાંક વાંચેલી વાતે જુનાપ્રભુ ને એક સવાલ મારાથી પણ પુછાયો...
સમજઅસમંજસ થકી
"લોકોથી બનાવાયેલા નવાપ્રભુ તમને હેરાન તો નથી કરતાને?"
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિન્દ
જીગર મહેતા / જૈગીષ્ય
No comments:
Post a Comment