મનન થકી
પ્રણામ કર્યા મને.
નૈ કે નમન.
ઘડો બુઝારુ,
પવાલુ અવનવુ
વિષય રહ્યો.
"कुछ तो चाहत होगी इन बारिशों की बूंदों की,
वरना कौन गिरता है इस जमीन पर,
आसमान तक पहुंचने के बाद..."
પહેલા ચાર વર્ણો ના પાણી ના પાત્રો કંઈક વિચારે...
રાજા સોનાનો ઘડો સોનાનું બુઝારુ
મંત્રી ચાંદી નો ઘડો અને ચાંદીનું બુઝારુ
શેઠ પિત્તળ નો ઘડો અને પિત્તળનું બુઝારુ
કાર્યકરો તામ્બા નો ઘડો અને તામ્બાનું બુઝારુ
શુદ્ર માટી નો ઘડો અને માટીનું બુઝારુ
અથવા તો તે મુજબના પાણી પીવાના પાત્રો, પવાલુ, ગ્લાસ, તબલર, પ્યાલો... વગેરે વગેરે...
સૌ કોઈ એકજ નદી અથવા કુવાનું અથવા જમીન સાથે સંલગ્ન હોય તેવું પાણી જ પીતા...
એક વાર્તા હતી અને તેના મુદ્દા કૈક આવા હતા કે
વરસાદી પાણી માં વહેતા બે ઘડા...
એક માટી નો બીજો સ્ટીલ નો...
સ્ટીલ મજબૂત , માટી નબળી...
સ્ટીલ ના ઘડા એ માટીના ઘડા ને વહેતા પાણીમાં ઝાડ અને ઘરની દિવાલોથી બચવા કહ્યું...
તું મારી પાસે અથવા પાછળ રહે તો તને નહિ વાંધો આવે...
માટી ના ઘડા એ નમ્રતા થઈ કહ્યું કે એવાત સારી પણ જો ભૂલથી આપણે બેઉ એક બીજા સાથે અફળાયા તો સહન મારે જ કરવું પડશે... આથી આપણે દૂર જ સારા...
વિધાતા જે કરે તે...
આ પછી જમાનો બદલાયો તો માટીના ઘડા પર સ્ટીલનું બુઝારુ મુકવાનું ચાલુ થયું અને એ પણ પ્લેટફોર્મ પર અથવા ત્રિપાઈ પર... જમીનથી લગભગ 2-3 ફૂટ ઉપર...
આજે ઘણા લોકો ફ્રિજ માં પણ પાણી મૂકે છે જે પણ જમીન થી અડધો ફૂટ ઉપર હોય છે...
સવાલ વ્યાજબી છે ભલે નદી નાણા ઝરણા ગંદા થયા ફેક્ટરીઓ થકી અને જમીન સાથે સંલગ્ન પાણી થી આપણે દૂર રહીને પણ આપણે RO પ્લાન્ટ નું ઉપરની ટાંકી માંથી આવતું અથવા કોઈ રીતે સાચવેલું પાણી પીએ છે. શા માટે?
આપણને કુદરતે ક્યાં રાખ્યા છે તે હવે ચર્ચા નો વિષય બને કદાચ પણ પડી પટોળા ની ભાત જલ્દી થી બદલાતી નથી અને જમીન ના તત્વો સાદા પાણી થી ન પીતાં RO પ્લાન્ટ થી મેળવીએ છે???
આ વાત એટલા માટે લખાઈ કદાચ કેમકે મારી દીકરી એના નાના નાની ના ઘરે, ચાંદી ના ગ્લાસ થકી પાણી, માટી ના ઘડા વાળું કે જેની પર સ્ટીલ નું બુઝારુ હોય, એ પણ જમીન થી ઉપર ચોથા માળે, પ્લેટફોર્મ પર એક ફૂટ ઊંચે મુકેલ RO પ્લાન્ટ થકી શુદ્ધ થઈ આવતું પાણી પીએ છે.
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિન્દ
જીગર મહેતા / જૈગીષ્ય
No comments:
Post a Comment