હોય છે અને આઠ દિન પૂરા થયા બાદ મગ ના પાણી થી પારણા કરવાના હોય છે...
અહિ શબ્દ અઠ્ઠાઈ મતલબ મીઠાઈ જેવો નથી હોતો પણ શબ્દ સમજ સામર્થ્ય ઊંચું છે...
"અ" કાર એ નિર્દેશિત રીતે વ્યક્તિ ને ભૌતિક રીતે બતાવે છે...
"ઠ" અથવા "ઠ્ઠ" અથવા "ત્થ" એ પણ વિશિષ્ઠ છે
"ઠ" એ શિવ રૂપ મતલબ કશું જ ન જાણનાર વ્યક્તિ રૂપે છે... અગ્ની પુરાણ એકાક્ષર કોષ મુજબ... બાલમંદિર માં ભનાય છે તેમ "ઠ" ઠળીયા નો "ઠ"....
તમને જો જૈન કે માગ્ધી ભાષા ખ્યાલ હોય અથવા સ્પેનિશ તો તે લોકો ટ ને ત કહેતા હોય છે... અથવા ઠ ન બોલતા ત્થ કહેતા હોય છે... જે સંસ્કૃત માતૃકા મુજબ જુઓ તો....
"ત્થ" મતલબ છૂટું પડેલ પણ પોતાના શબ્દો પર અડગ રહેનાર ને જોડાનાર અથવા ટેકો આપનાર સત તત્ત્વ... દાખલા તરીકે ગુરુ શિષ્ય... માતા પિતા થી છૂટો પડી બાળક અભ્યાસ માટે ગુરુ સાથે જોડાયેલ હોય છે તે રીતે...
*ઈ" મતલબ કોઈ યજન બાબત અથવા ઇચ્છા રૂપી વાત ને આધીન રહી કરેલું પ્રભુ નું ગુણ ગાન...
આઠ દિન મોં પર હવા પણ ગાળી ને લેવાની વાત હોય છે...
જૈન ધર્મ વિસ્તૃત રૂપે ઘણાં લોકોએ આલેખેલો છે જ. પણ ઉપવાસ બાદ મતલબ અઠ્ઠાઈ બાદ પારણા કરાવનાર આવતો દરેક મનુષ્ય ઉપવાસી ને પૂછે છે...
"સાતા માં છો ને"
ઉપવાસી જવાબ હકાર માં આપે છે...
આ લોકિક ક્રિયા નો મર્મ ઊંચો છે... ઉપવાસી નું શરીર ક્ષીણ નથી હોતું પણ તેજોમય પુંજ વાળું બને છે અને જે પણ કાંઈ આઠ દિવસ દરમ્યાન પુણ્ય થયું તે તેના માટે યોગદાન આપનાર વ્યક્તિ સચેતન અવસ્થામાં પોતાની સત સાત કુંડલિની ચક્રો ને ધારણ અથવા પોતાના સભાન અવસ્થામાં જ સત પ્રકૃતિ સાથે સતત સાનિધ્ય માં રહેલ છે તેવો મતલબ લેવાનો હોય છે...
બીજી રીતે જુઓ તો "શું તમે સારી રીતે સત તત્વ થી ભેદ પામેલા છો ને" એવો પણ મતલબ કરી શકાય...
અહીં ઉપવાસી ને થકવાનું, આળસ કે પ્રમાદ, રજસ, તમસ ખોરાકથી દૂર રહેવાની વાત નો અંદાજ છે જ એવું મનાય છે... આથી જ તો "સાતા માં છો ને" એવું પૂછાય છે...
જે મનુષ્ય કશુજ નથી જાણતો તે કોઈનું પણ બૂરું ના ઈચ્છતો હોય તો સતત આઠ દિવસ મતલબ અઠવાડિયું નહિ પણ ઉપર બીજો એક દિવસ પણ ઉપવાસી રહી યાચક બન્યા વગર લોકોનું સારું ઇચ્છે તો શક્ય છે...
જેનો માં લોકો ઘણાં ઉપવાસ કરતા હોય છે, જેમાં મુખ્યત્વે ભૂખ્યા જ રહેવાનું એવી જોગવાઈ છે...
લોકો 16, 24, 32, 64, 128 દિવસ ના ઉપવાસ પણ કરતા હોય છે... ઘણાં વસી તપ અથવા વર્ષી તપ કહેવાય એવા પણ ઉપવાસ કરે છે જેમાં એક દિવસ જમી બે દિવસ ભૂખ્યા રહી આગળ ધપવાનું હોય છે... ક્રમે દિવસો નો ગાળો મોટો થતો જતો હોય છે ..
પણ મુખ્ય વિધાન "સાતા માં છો ને" તે ખુબજ માર્મિક છે...
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિન્દ
જીગર મહેતા / જૈગીષ્ય
जुबां पर तेरा फिरभी नाम आ रहा है।
जहा राज को छुपाया ना जाए
मुहोब्बत में ऐसा मुकाम आ गया है।
No comments:
Post a Comment