Tuesday, 11 August 2020

ઓળખ

ચોર પોલિસની રમત રમતા હતા  
તોય ચોરી ક્યાં કદી કરતા હતા

ચોર પોલીસી.
ચોરી કર્યા વગર,
પોલિસ રમી.

કીટ્ટા ને બુચ્ચા બધું કરતા હતા  
આંસુઓ એના, પછી લૂંછતા હતા

કીટ્ટા ને બુચ્ચા
ટપલી દાવ અને
સીધો જ ઠાર.

મારવાની વાત કેવળ હોઠ પર  
સાવ સાચું ક્યાં અમે લડતા હતા

મારણ વાતે.
હા, સાચે મરણથી
માનવો શૈયા.

હાથમાં ઘડિયાળ માત્ર શોખની  
એકબીજાની વાત સાંભળતા હતા

હાથે ઘડીલી
સાચુકલી વાત જ
સાંભળી હતી????

એ જ ચહેરો તો હવે મળતો નથી  
નામ જેનું હાથ પર લખતા હતા

ચહેરો હતો.
મીડિયા માં ખોવાયો.
વિકાસ જોયો.

યાદ આવે છે, ને આંસુ લાવે છે  
હા, અમે નાના હતા, જીવતા હતા

યાદ માં આંસુ
સર્યા હશે . ઓળખ
છતી ન કરી.


જય ગુરુદેવ દત્તાત્રેય

જય હિન્દ

એરિકા ફર્નાન્ડિઝ
જીગર મહેતા / જૈગીષ્ય


No comments:

Post a Comment